________________
નમો અરિહંતાણમ્: મંત્ર
૧૨૫
સામાન્ય રીતે આપણે શ્વાસ લઈએ ત્યારે એક મિનિટમાં જેટલા શ્વાસ લઈએ તેથી ત્રણગણા શ્વાસ આપણે કામાતુર હોઈએ ત્યારે લઈએ છીએ. એટલે એ પરિસ્થિતિમાં શરીરે પરસેવો વળી જાય છે. શરીર થાકી જાય છે. જ્યારે કોઈ માણસ બ્રહ્મચર્ય સાધવાનો પ્રયત્ન કરશે ત્યારે એનો શ્વાસ ધીમો પડી જશે. કામવાસનાથી ગ્રસિત હોઈએ ત્યારે લેવાતા શ્વાસ કરતાં, બ્રહ્મચર્ય સાધનારના શ્વાસ ધીમા ચાલશે. ખરેખર તો જે બ્રહ્મચારી હશે તે કંજૂસ પણ હશે, બધી બાબતોમાં. એ માત્ર વીર્યશક્તિ ખર્ચવામાં કંજૂસ નથી હોતો, એ શ્વાસ લેવામાં પણ કંજૂસ બની જાય છે. જૈવિકશાસ્ત્રની દષ્ટિએ જોઈએ તો બ્રહ્મચર્યની કોશિશ એક રીતે બંધકોશની Constipationની કોશિશ છે. એ વ્યક્તિ બધી ચીજોને પોતાનામાં રોકી રાખવા માગે છે. એના શરીરમાંથી કાંઈ વધારે બહાર ન નીકળી જવું જોઈએ. એટલે એ શ્વાસ પણ ધીમો લે છે. વધારે શ્વાસ બહાર ન નીકળી જાય! એના વ્યક્તિત્વમાં, એક પ્રકારની રુકાવટ બધી બાબતોમાં દેખાશે. સરળ અને સહજ શ્વાસ એ ક્ષણોમાં હોય છે જ્યારે તમને ખબર પણ નથી હોતી કે તમે શ્વાસ લો છો. જે લોકો ધ્યાનમાં ઊંડા ઊતરે છે તેમને આવી ક્ષણો આવે છે. એવા લોકો મને આવીને પૂછે છે કે શ્વાસ બંધ તો નથી થઈ જતોને? કારણકે ત્યારે શ્વાસ લઈએ છીએ કે નહીં, તેની ખબર નથી રહેતી. શ્વાસ તો ચાલ્યા જ કરે છે. પરંતુ એ એટલો શાંત અને સમતોલ બની જાય છે કે બહાર નીકળતા શ્વાસ અને અંદર જતો શ્વાસ સમાન રહે છે. શ્વાસ ચાલે છે કે નહી એનો ખ્યાલ આવવા માટે, થોડું ઘણું હલનચલન જોઈએ; થોડો-ઘણો, ઓછી-વધારે કે નાનો મોટો શ્વાસ ચાલવો જોઈએ. જ્યારે શ્વાસ સમ હોય, સ્થિર હોય ત્યારે એની ખબર રહેતી નથી. વ્યક્તિ જેટલી વધુ સંયમી, એટલો એનો શ્વાસ વધારે સંયમિત હોય છે. અથવા એમ કહીએ કે જેટલો શ્વાસ સંયમિત થઈ જાય એટલી સંયમ સાધવામાં ક્ષમતા અને સુવિધા વધી જાય. એટલે મહાવીરે શ્વાસ પર ઘણા પ્રયોગ ક્ય. જીવનના બધા પાસાઓમાં સંતુલન એ મહાવીરનું સર્વાધિક મહત્વનું સૂત્ર છે. મહાવીર એટલે જ દરેક બાબતમાં “સમ્યફ શબ્દ વાપરે છે. સમ્યફ આહાર, સમ્યક વ્યાયામ, સમ્યફનિદ્રા,.....બધું સમ્યફ મહાવીર એમનહોતા કહેતા કે ઓછું સૂઓ કે વધુ સૂઓ. એ એમ કહેતાકે એટલું સૂઓ કે જે સમ્યફ હોય. મહાવીર એમનહોતા કહેતા કે ઓછું ખાવ કે વધારે ખાવ. એ એમ કહેતાકે એટલું જ ખાવ જેટલું સમ્યફ હોય, એટલું ખાવ જેથી ભૂખનો ખ્યાલ પણ ન આવે અને ભોજનનો ખ્યાલ પણ ન આવે. જો જમ્યા પછી ભૂખ્યા રહ્યા હોવાનો ખ્યાલ આવે તો તમે ઓછું ખાધું છે અને જો જમ્યા પછી ખાધું છે એમ યાદ આવ્યા કરે તો સમજવું કે વધારે ખવાયું છે. એટલું જ જમવું જોઈએ કે જમ્યા પછી ભૂખનો ખ્યાલ આવે અને પેટનો ખ્યાલ પણ ન આવે. પરંતુ આપણી પરિસ્થિતિ વિપરીત છે. આપણને તો ભોજન પહેલા ભૂખ યાદ આવ્યા કરે છે અને ભોજન પછી પેટ યાદ આવ્યા કરે છે. આપણને બધું યાદ આવ્યા કરે છે.