________________
નમો અરિહંતાણમ્: મંત્ર
સાકાર સ્વરૂપ છો.” ખૂબ પ્રશંસા કરી હસનની. જ્યારે એની પ્રશંસા પૂરી થઇ ત્યારે ત્યાં બાયઝદ નામે એક બીજો ફકીર પણ બેઠો હતો. એ પણ હસન જેટલો જ ઉત્તમ ફકીર હતો. પેલો સૂફી ફકીર પ્રશંસા કરીને ચાલ્યો ગયો, પછી બાયદ એકદમ ઊભો થઇ ગયો અને એણે હસનને ગાળો આપવાનું શરૂ કર્યું. ત્યાં બેઠેલા બધા સાધકો ચોંકી જાય છે. બાયજીદ જેવો માણસ હસનને ગાળો આપે ! બધાને ખૂબ દુ:ખ થાય છે, પરંતુ કોઇ કાંઇ બોલી શકતું નથી. હસન પણ બેઠો રહ્યો ને સાંભળ્યા કર્યું. બાયજીદ ગાળો દઇને જતો રહ્યો. પછી કોઇ શિષ્યે હસનને પૂછ્યું કે ‘અમારી સમજમાં આ વાત આવતી નથી. બાયજીદ આવો અસભ્ય, અભદ્ર વ્યવહાર કેવી રીતે કરી શકે ?” હસને જવાબ આપ્યો, ‘કોઇ અભદ્ર વ્યવહાર નથી. તમે જોયું નહીં, એક માણસ મને ભગવાન કહી ગયો. એટલી બધી પ્રશંસા કરી ગયો કે કોઇએ એનું સંતુલન કરવું પડે. હવે બધું ફરીથી સંતુલીત થઇ ગયું છે. આપણે બધા આ બનાવ પહેલાં જ્યાં હતા, ત્યાં પાછા આવી ગયા છીએ. હવે આપણું કામ શરૂ કરીએ.
૧૨૯
જિંદગીમાં જેવી મિત્રતા ઊભી કરીએ છીએ, કે બીજે કયાંક શત્રુતા ઊભી થાય છે. અહીં કોઇને પ્રેમ કરીએ છીએ તો બીજું કોઇ ઘૃણા કરવાનું શરૂ કરે છે. જેવા આપણે બેમાંથી એક દ્વંદ્રની પસંદગી કરીએ છીએ કે તરત જ બીજા દ્વંદ્વ તરફ તાકાત પહોંચવાની શરૂઆત થાય છે. આપણી ઇચ્છા-અનિચ્છાનો પ્રશ્ન નથી. જીવનનો આ એક નિયમ છે. માટે મહાવીર કોઇને મિત્ર બનાવતા નથી. પરંતુ જ્યારે મહાવીર કહે છે ‘મારી બધા સાથે મૈત્રી છે’ ત્યારે એનો અર્થ મિત્રતા છે એવો નથી થતો, એનો અર્થ થાય છે કે મારી કોઇ સાથે શત્રુતા નથી અને મિત્રતા પણ નથી.’
જ્યારે મહાવીર કહે છે કે ‘બધા સાથે મારે મૈત્રી છે”, ત્યારે એનો અર્થ આપણા જેવી મિત્રતા છે એવો નથી થતો. એવી ભૂલમાં ન પડશો, આપણી મિત્રતા તો શત્રુતા વિનાની હોતી જ નથી. જ્યારે મહાવીર કહે છે ‘કે બધા સાથે મારે પ્રેમ છે’, ત્યારે એ પ્રેમ આપણા જેવો છે એવા ભ્રમમાં ન રહેશો. આપણો પ્રેમ તો ઘૃણા વિના, ઇર્ષા વિના હોઇ શકતો જ નથી. એટલે મહાવીર જેવી વ્યક્તિઓને સમજવી બહુ મુશ્કેલ છે. જે શબ્દો આપણે વાપરીએ છીએ એ જ શબ્દો મહાવીર પણ વાપરે છે. બીજે કોઇ ઉપાય નથી. શબ્દ એક જ હોવા છતાં આપણા અને મહાવીરનાં અર્થ અને ભાષામાં ઘણો ફરક છે.
જ
સંયમનો વિધાયક અર્થ છે કે, સ્વયંમાં એટલા માટે સ્થિર થઇ જવું કે મન કોઇ પણ અતિ પર ન દોડે, એનું કાંઇ હલનચલન જ ન હોય.