________________
૧ર૬
સંયમ એટલે મધ્યમાં રહેવું તે
મહાવીર કહે છે કે કોઈ પણ ચીજનું યાદ આવ્યા કરવું એ જ બીમારી છે. ખરેખર તો શરીરનાં જે અંગોમાં બીમારી હોય છે તે સતત યાદ આવ્યા કરે છે. જે અંગ સ્વસ્થ હોય છે તેની યાદ આવતી નથી. માથું દુ:ખતું હોય ત્યારે માથું છે એનું ભાન થાય છે. પગમાં કાંટો વાગે છે ત્યારે પગ છે તેનું ભાન થાય છે. એટલે મહાવીર કહે છે કે સમ્યફ આહાર હોય તો ભૂખનો કે ભોજનનો ખ્યાલ આવતો નથી. સમ્યફનિદ્રા હોયતો ઊંઘનો કે જાગરણ થયાનો ખ્યાલ આવતો નથી. સમ્યફશ્રમ હોય તો એટલો વધારે ન કરીએ કે જેથી વિશ્રામ કરવાનું યાદ આવ્યા કરે. આપણે કાં તો શ્રમ વધુ કરીએ છીએ કાંતો વિશ્રામ વધુ કરીએ છીએ. બધું વધારે કેમ કર્યા કરીએ છીએ ? વધારે કરવાથી આપણને આપણા હોવાનો ખ્યાલ રહે છે. આપણે છીએ એવો ખ્યાલ આપણને રહ્યા કરે એવું આપણે ઈચ્છતા હોઈએ છીએ. એટલે જ અગાઉ મેં કહ્યું હતું કે “અહિંસાનો અર્થ છે, આપણી ગેરહાજરી. આપણે અનુપસ્થિત થઈ જઈએ. પરંતુ આપણો અહંકાર છે, અને આપણું મન છે કે આપણે છીએ એવું આપણને યાદ રહયા કરે. આપણને જ યાદ રહે, એટલું જ નહીં, બીજાને પણ ખબર રહે કે આપણે પણ છીએ. એના કારણે જ અસંયમ જ આપણે માટે એકમાત્ર માર્ગ બચે છે. જેટલો માણસ વધારે અસંયમી હોય એટલો એને એનો પોતાનો ખ્યાલ રહ્યા કરે છે. એમિલ ઝોલાએ પોતાનાં સંસ્મરણોમાં લખ્યું છે કે દુનિયામાં જે બધા જ સારા માણસો હોય તો કોઈ નવલકથા ન લખી શકાય, કથાનક જ ન મળે. સારા માણસોની જિંદગીમાં લખવા જેવું શું હોય? પરંતુ કોઈ ખરાબ માણસ હોય તો તેની જિંદગીમાં ઘણા બધા બનાવો બન્યા હોય અને એ વિષે વિસ્તારથી લખી શકાય. સારા માણસની જિંદગી સારી જ હોય છે એટલે કથાનક પણ શૂન્ય થઈ જાય છે. વાર્તા બને જ નહીં. જિસસની જિંદગી વિષે ઘણું ઓછું જાણવા મળ્યું છે. ઈસાઈ લોકોને જિસસ વિષે શું લખવું તે સમજાતું નથી. જિસસ પેદા થયા એની ખબર છે. પછી પાંચ વર્ષની ઉમરે એક દેવળમાં દેખાયા હતા એની ખબર છે પછી ત્રીસ વર્ષની ઉમરે ફરીથી જાહેરમાં દેખાયા એની ખબર છે. પછી તેત્રીસમાં વર્ષે શૂળી પર ચઢાવી દેવાયા એની ખબર છે. બસ આટલી જ વાર્તા છે. પૂરા ત્રીસ વર્ષની ઉમર થઈ ત્યાં સુધી જિસસે શું ક્યું તેની કાંઈ ખબર નથી. એક ઈસાઈ પાદરી મને મળવા આવ્યા હતા. એમણે કહ્યું કે તમે મહાવીર વિષે બોલો છો, બુદ્ધ વિષે બોલો છો, પણ જિસસ વિષે ક્યારેય બોલતા નથી. જિસસનાં ત્રીસ વર્ષોની જિંદગીના બનાવો વિષે કાંઈ ખબર નથી તો તે વિષે કાંઈ જણાવો. મેં કહ્યું કે જિસસની જિંદગીમાં કોઈ બનાવ જ નથી, એ જ એકમાત્ર કારણ છે, એમના વિશે કાંઈ કહેવાયું નથી તે માટે. જે જિસસને શૂળી પર ન ચઢાવાયા હોત તો.. એ પણ જિસસની જિંદગીનો બનાવ નથી, તે વખતની પ્રજાની કેવી જિંદગી હતી તેની એમાં વાત છે. લોકોએ શૂળી પર ચઢાવી દીધા, એમાં જિસસ શું કરે. જે જિસસને શૂળી પર ન ચઢાવાયા હોત તો જિસસનું નામ જ ભુંસાઈ જત. જિસસનું નામ પૃથ્વી પર ટકાવી રાખવામાં, એને શૂળી ચઢાવનારાઓનો હાથ છે. નહી તો જિસસ એક કોરા કાગળની