________________
‘સંયમ’ એટલે મધ્યમાં રહેવું તે
ઊર્જાવિધાયક છે. મહાવીરની પરિભાષા વિધાયક જ હોઇ શકે, સશક્ત અને જીવંત હોઇ શકે. સામાન્ય રીતે સમજાયેલી સંયમની પરિભાષા મુજબ જે સંયમમાં આગળ વધે છે તેમના જીવનમાં તેજ વધતું હોય એવું દેખાતું નથી. એમની ક્રાંતિ ક્ષીણ થતી હોય એવું લાગે છે. પરંતુ આ વાતની આપણે ફિકર કરતા નથી. મહાવીરે જે સંયમની વાત કરીછે તેથી તો જીવનનો મહિમા વધવો જોઇએ. એનાથી વ્યક્તિની પ્રતિભા આભામંડિત થવી જોઇએ. એના બદલે જેને આપણે તપસ્વી કહીએ છીએ, તેમની બુદ્ધિના આંકની જો તપાસ કરાવીએ તો એ આંક વધતો નહીં પણ ઘટતો દેખાશે. પરંતુ આપણે તપસ્વીની પ્રતિભા ઘટતી હોય છે તેની પરવા કરતા નથી. આપણે તો એ કેટલી રોટલી ખાય છે, અને કેટલા ઓછા ને કેવાં કપડાં પહેરે છે તેના પર નજર રાખીએ છીએ. બુદ્ધિહીનમાં બુદ્ધિહીન સાધુ પણ સમાજમાં ટકી શકે છે, જો એ માત્ર બે રોટલી ખાઇને રાજી થઇ જાય અને માત્ર એક વાર જ ભોજન દિવસમાં કરે તો. એક સાધુ મારી પાસે આવ્યા હતા. મારી વાતો સાંભળીને કહ્યું કે તમારી વાત મને ઠીક લાગે છે. મને આ પરંપરાગત સાધુતા છોડી દેવાનું મન થાય છે. પરંતુ જો હું એમ કરીશ તો મુશ્કેલીમાં મુકાઇ જઇશ. આજે કરોડપતિ માણસ મારાં ચરણસ્પર્શ કરે છે. સાધુતા છોડયા પછી એ વ્યક્તિ મને એની ઓફિસમાં સિપાઇ તરીકે પણ રાખવા તૈયાર નહી થાય. વિચાર કરવા જેવી વાત છે કે જે માણસનો ચરણસ્પર્શ કરીએ છીએ, તે જ માણસ, જો આપણે ઘેર વાસણ માંજવાની નોકરી કરવા આવે તો આપણે એને પૂછવા લાગીએ કે ભાઇ પહેલાં કયાં કામ કરતો હતો, શું અભ્યાસ કરેલ છે, શું આવડે છે, કોઇ સર્ટિફીકેટ છે? કોઇ જગ્યાએ ચોરીચપાટી તો નથી કરીને ? પરંતુ કોઇનાં ચરણસ્પર્શ કરતાં પહેલાં કોઇ પ્રમાણપત્રની જરૂરત આપણને દેખાતી નથી. તમારી બુદ્ધિમાં વાત બેસી જાય કે એ સંયમી છે, તો બીજા કોઇ પણ પ્રમાણપત્રની જરૂર નથી. સંયમનું જાણે આપણે કોઇ ખાસ મૂલ્ય સમજી-રાખ્યું હોય છે અને કોઇ પોતાની જાતને રોકી શકે છે તો તે સંયમી છે એમ માનીએ છીએ. પોતાની જાતને રોકી રાખવાથી જાણે કોઇ ખાસ ગુણ આપણામાં આવી જતો હોય !
૧૧૮
જીવનના બધા ગુણ ફેલાવના છે, વિસ્તારના છે. જીવનના બધા ગુણ કોઇ વિધાયક ઉપલબદ્ધિમાં છે, નિષેધમાં નથી. મહાવીરની સંયમની વ્યાખ્યા જુદી છે. પરંતુ એ સમજીએ તે પહેલાં આપણી સંયમ વિષેની સમજ કેવી છે તે બરાબર સમજી લઇએ.
આપણો સંયમનો અર્થ છે પોતાની જાત સાથે લડતો માણસ. જ્યારે મહાવીરનો અર્થ છે પોતાની સાથે મૈત્રીપૂર્ણ થયેલ માણસ. આપણો સંયમનો અર્થ છે પોતાની વૃત્તિઓને કાબૂમાં રાખનાર માણસ. મહાવીરનો અર્થ છે પોતાની વૃત્તિઓનો માલિક થયેલો માણસ. જે માલિક નથી, તેને સંભાળવું પડે છે, કાબુમાં, નિયંત્રણમાં રાખવું પડે છે. વૃત્તિઓ આપણી માલિક હોય છે. જો આપણે વૃત્તિઓથી વધુ શક્તિશાળી હોઇએ તો વૃત્તિઓ સાથે લડવું પડતું નથી. વૃત્તિઓ એમની મેળે સરી પડે છે. મહાવીરનો સંયમનો અર્થ છે કે વ્યક્તિ આત્મવાન છે, એટલી આત્મવાન કે એની સામે, વૃત્તિઓ અવાજ નથી કરી શકતી, ઊભી નથી રહી શકતી-એનો ઇશારો માત્ર પર્યાસ