________________
નમો અરિહંતાણમ્ મંત્ર
૧૧૧
મુલ્લાએ કહ્યું, ‘માથાં તો કોઈ પહેલેથી જ કાપી ગયું હતું. એ બધાના પગ કાપીને ઘેર પાછોર્યો, છતાં મારા શરીરને તો એક ઘસરકો સુદ્ધાં નથી લાગ્યો. તારા શરીરને તો કેટલાય ઘા લાગ્યા છે.” માથું પગકરતાં વધારે નજીક લાગે છે. જ્યારે માથું કે પગ બેમાંથી એક કાપવાનો પ્રસંગ ઊભો થાય ત્યારે જે નજીક હોય તેને બચાવી લેવું પડે છે. પગ જ કાપવા જોઈએ માથું બચાવવું જોઈએ. હું આખા જગતનું કેન્દ્ર છું. મારી જાતને બચાવવા આખા જગતને દાવ પર લગાવી શકું છું. આ હિંસા છે. મહાવીરનું દર્શન અત્યંત વ્યાપક છે. પરિપ્રેક્ષ્ય તો આપણું અને મહાવીરનું એક છે, પરંતુ મહાવીર જેટલા ઊંડાણથી જોઈ શકે છે એટલું આપણે જોઈ શક્તા નથી. રસ્તા પર બળાત્કાર થઈ રહ્યો હોય તેને આપણે બળાત્કાર કહીએ છીએ. પૃથ્વી પર સોમાંથી નવાણું પ્રસંગોમાં બળાત્કાર જ થાય છે. પતિ પત્નીની ઇચ્છા વિના સંભોગ કરે તો તે બળાત્કાર ન કહેવાય ? કેટલા પતિ પત્નીની ઇચ્છા અને સંમતિની પરવા કરે છે ? કાયદા દ્વારા એક સુવિધા મળી ગઈ હોય તો બળાત્કાર ન ગણાય, એવું સમાજ માને છે. પરંતુ બળાત્કારનો અર્થ જ એ છે કે કોઈની ઇચ્છા વિના કંઈક બળજબરી કરવી. આપણે તો બીજાની ઇચ્છા વિના ઘણું બધું કરીએ છીએ. સાચી વાત તો એ છે કે બીજાની ઈચ્છા વિના કાંઈક કરવાની આપણને મજા આવે છે. એટલે જે પુરુષે ક્યારેક કોઈ સ્ત્રી પર બળાત્કાર કરી લીધો હશે તેને બીજી કોઈ સ્ત્રી સાથે સહજ સ્વાભાવિક પ્રેમ કરવાની મજા નહીં આવે કારણકે કોઈ ચીજ જબરદસ્તીથી કરી લેવામાં કે મેળવી લેવામાં અકારની જે તૃપ્તિ થાય છે, તે ક્યારેય સ્વાભાવિક અને સહજ હોતી નથી. તમે કોઈ માણસ સાથે કુસ્તી લડવા મેદાને પડો અને એ માણસ એની મેળે જમીન પર પડી જઈ તમને કહે કે, હું હારી ગયો, મારી છાતી પર ચઢી જાઓ તો એ કુસ્તી લડવાની તમને મજા આવશે?
જ્યારે કોઈને મહા-મુશ્કેલીથી કુસ્તીમાં જીતો, માંડમાંડ હારવાની અણી પર આવ્યા પછી, સામેવાળાને પાડીને એની છાતી પર ચઢવાનું શક્ય બને ત્યારે એ કુસ્તીમાં કેટલો રસ આવે છે? જે રસ આવે તે વિજયનો છે. એટલે જ પોતાની પત્નીમાં એટલો રસ નથી આવતો, જેટલો બીજાની પત્નીમાં આવે છે. આપણી પત્નીને તો જીતેલી જ છે, (taken for granted) એમાં કાંઈ વધુ રસ રહ્યો નથી. રસ શું છે? રસ વધારે ને વધારે વિજય મેળવવામાં, પછી તે કોઈ પણ વિષયમાં હોય. કામવાસનામાં હોય, ધનમાં હોય કે પદમાં હોય. જેટલી મુશ્કેલી વધુ તેટલું અહંકારને પોષણ વધારે મળે, એ અહંકાર વિજયી બનીને બહાર આવે છે. આપણે આ વિષે મહાવીરને પૂછીએ અને મહાવીરની વાતને ઊંડાણથી સમજીએ તો મહાવીર કહેશે કે જ્યાં જ્યાં અહંકાર રમત રમે છે ત્યાં ત્યાં બળાત્કાર થઈ જાય છે. બળાત્કારના અનેક રૂપો હોય છે. પરંતુ આપણે જો કોઈ પુરુષને સ્ત્રી સાથે બળાત્કાર કરતો જોઈએ તો આપણને બળાત્કાર કરનાર જ જવાબદાર દેખાશે. પરંતુ આપણને એ વાતનો ખ્યાલ નથી રહેતો, કે સ્ત્રી પણ બળાત્કાર કરાવવા માટે કેટલી ચેષ્ટાઓ કરી શકે છે. કારણ કે જેમ પુરુષને સ્ત્રીને જીતવામાં રસ આવે છે,