________________
૧૧૦
સંયમ' એટલે મધ્યમાં રહેવું તે
જંગલમાં શિકાર કરવા જતા નથી. જેને પેટ ભરીને ભોજન મળેલું છે, જેને તે પચાવવાનો બીજો કોઇ ઉપાય જડતો નથી, તેઓ શિકાર કરવા જાય છે. સિંહતો જ્યારે ભૂખ્યો હોય, હત્યા કરવાનું અનિવાર્ય હોય, ત્યારે જ હુમલો કરે છે. એક શહેરમાં એક અદ્ભુત પ્રદર્શન ગોઠવાયું. એક બકરી અને એક સિંહ એક પિંજરામાં રખાતાં. એક મૈત્રીનો નમૂનો રજૂ થયો હતો. લોકો આ ચમત્કાર જોઈ ખુશ થતા હતા. સિંહ અને બકરી શાંતિથી બેઠેલાં દેખાતાં. જૈન લોકો આ જુએ તો ખુશ થાય. પરંતુ એક માણસને પ્રશ્ન થયો કે આ કેવી રીતે બને ? એણે જઈને મેનેજરને પૂછ્યું, તમારું પ્રદર્શન તો અદભુત છે, પરંતુ કોઈ વાર સિંહ-બકરીને સાથે રાખવામાં જોખમ ઊભું નથી થતું? મેનેજરે કહ્યું કોઈ ખાસ અડચણ નથી આવતી. અમારે દરરોજ એકનવી બકરી બદલવી પડે છે. બાકી બધું બરાબર છે. સિંહ ભૂખ્યો નથી હોતો, ત્યાં સુધી બધું બરાબર ચાલે છે. પરંતુ સિંહ ભૂખ્યો થાય છે કે એ બકરીને ખાઈ જાય છે. અમે બીજે દિવસે નવી બકરી ગોઠવી દઈએ છીએ. આ પ્રદર્શનમાં કોઈ સમસ્યા ઊભી થતી નથી. માણસ સિવાય બિનજરૂરી હિંસા કોઈ જાનવર નથી કરતું, પરંતુ માણસે કરેલી હિંસા માણસને હિંસા જેવી લાગતી નથી. માણસે કરેલી હિંસાને આપણે નવાં નવાં નામ આપીએ છીએ. માણસની હત્યાન થવી જોઈએ. એમાં માણસ માણસ વચ્ચે પણ આપણે વિભાજન કરીએ છીએ. માણસ જેટલો આપણી નજીક હોય, એટલી એની હત્યા વધારે ક્રૂર દેખાય છે. પાકિસ્તાની મરાયો હોય તો ઠીક, કોઈ ભારતીય મરાયો તો તકલીફ ઊભી થાય છે. ભારતમાં પણ કોઈ હિન્દુ મરી જાય તો મુસલમાનને કાંઈ તકલીફ થતી નથી. જૈન મરી જાય તો કોઈ હિન્દુને તકલીફ થતી નથી. આથી વધારે નજીકથી જોઈએ. દિગંબર મરી જાય તો શ્વેતાંબરને કોઈ તકલીફ નથી. શ્વેતાંબર મરે તો દિગંબરને કોઈ તકલીફ નથી. એથી વધારે નીચે ઊતરીએ તો આપણાં કુટુંબનું કોઈ મરે તો દુ:ખ થાય છે. બીજા કુટુંબમાં મર્યું હોય તો સહાનુભૂતિ બતાવીએ છીએ, સહાનુભૂતિ હોતી નથી. વળી જો એવો સવાલ પેદા થાય કે કાં તો તમે જીવતા રહો કે તમારા પિતા જીવતા રહે? તો પિતાને મરવું પડે. તમારો ભાઈ બચે કે તમે બચો એવો પ્રશ્ન ઊભો થાય, તો ભાઈને મરવું પડે. એમાં પણ તમારો વધારે ઊંડો હિસાબ છે. તમારે માથાને બચાવવું કે પગને બચાવવો, એવો પ્રશ્ન ઊભો થાય, ત્યારે પગને કપાવું પડે. મુલ્લા નસરૂદીનના ગામમાં એક સૈનિક આવ્યો હતો. એક કોફી હાઉસમાં બેસીને એ પોતાની બહાદુરીની મોટી મોટી વાતો કરતો હતો. એ કહેતો હતો કે યુદ્ધમાં દુશ્મનોનાં મેં એટલાં બધાં માથાં કાપ્યાં...એટલાં બધાં કાપ્યાં... મુલ્લા થોડીવખત સાંભળી રહ્યો. પછી ‘આ તો કાંઈ નથી. એક વાર યુદ્ધમાં ગયો હતો ત્યારે મૅકેટલાય માણસોના પગ કાપી નાખ્યા, એનો કોઈ હિસાબ નથી.” પેલા સૈનિકે કહ્યું, ‘મહાશય, એના કરતાં તો એમનાં માથા કાપ્યાં હોત તો વધુ સારું થાત.”