________________
9. “સંયમ એટલે મધ્યમાં રહેવું તે.
એક મિત્રે પૂછ્યું છે કે મહાવીર રસ્તા પરથી પસાર થઈ રહ્યા હોય, અને રસ્તા પર કોઈ પ્રાણીની હત્યા કરી રહ્યું હોય, તો મહાવીર શું કરે ? કોઈ સ્ત્રી સાથે બળાત્કાર થઈ રહ્યો હોય તો શું કરે? શું મહાવીર જાણે હાજર જ ના હોય એવો વ્યવહાર કરશે? કોઈ અસહ્ય પીડામાં રસ્તા પરતરફડી રહ્યું હોયતો મહાવીર શું કરે ? આ વિશે થોડી ચર્ચા કરી લેવાનું ઉપયોગી થશે. મહાવીર રસ્તા પરથી પસાર થઈ રહ્યા હોય અને કોઇની હત્યા થઈ રહી હોય, ત્યારે હત્યાની ઘટનામાં જે આપણે જોઈએ છીએ તેવું મહાવીરને દેખાતું નથી. આ ભેદ સમજવા જેવો છે. આપણે કોઈની હત્યા થતી જોઈએ છીએ તે ઘડીએ આપણને થાય છે કે કોઈ હત્યા કરી રહ્યું છે. પરંતુ મહાવીર જાણે છે કે જે જીવનનું તત્ત્વ છે તેને કોઈ મારી શકતું નથી, જીવનનું તત્ત્વ અમર છે. બીજી વાત, જ્યારે આપણે કોઈ મરાતું જોઈએ છીએ ત્યારે આપણને થાય છે કે મારનાર વ્યક્તિ જ જવાબદાર છે. પરંતુ મહાવીરને એમાં ફરક દેખાશે. જે મરાઈ રહ્યો છે તે પણ, એક ઊંડા અર્થમાં જવાબદાર હોવો જોઈએ અથવા મરનાર પોતાના જ કોઈ કર્મનું ફળ ભોગવતો હોય. જે ઘડીએ આપણે જોઈશું તે ઘડીએ આપણને માર ખાનાર નિર્દોષ લાગશે અને મારનાર ગુનેગાર લાગશે. આપણાં દયા અને કરુણા માર ખાનાર તરફ વહેવા માંડશે. મહાવીર માટે આવું બનવું જરૂરી નથી, કારણકે મહાવીરની દૃષ્ટિ ઊંડાણથી જોઈ શકે છે. એવું બની શકે કે મારનાર એક પ્રતિક્રમ રૂપે મારી રહ્યો હોય. આ જગતમાં કોઈને અકારણ મારવામાં આવતું નથી. જયારે પણ કોઈ મરાય છે, ત્યારે એ પોતાનાં જ કર્મોની શૃંખલાનું ફળ ભોગવી રહ્યો હોય છે. એનો અર્થ એવો નથી કે મારનાર બિલકુલ જવાબદાર નથી, પરંતુ આપણા અને મહાવીરના જોવામાં ફરક છે. જ્યારે