________________
નમો અરિહંતાણમ્: મંત્ર
૧૦૫
વાત થોડી આગળ ચાલી. પછી મેં એમને પૂછ્યું, પરંતુ સ્વાતવાદબધી રીતે, પૂર્ણરૂપે સાચો છે એમ લાગે છે ?' એમણેહ્યું સ્વાતવાદ પૂર્ણરૂપે સાચો જ છે. સ્વાતવાદપર પુસ્તક લખનાર પંડિત પણ ધે છે, “એમાં કાંઈ ભૂલ હોઈ શકે જ નહીં.” એતો સર્વશની વાણી છે. મહાવીરની ભૂલચૂક હોઈ શકે જ નહીં! મહાવીર જિંદગીભર કહેતા રહ્યા, “પૂર્ણ સત્યની અભિવ્યક્તિ કયારેય થઈ શકતી નથી. જ્યારે પણ સત્યને બોલવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે સત્ય અધૂરું પકડાય છે.’ ભાષામાં એને વ્યક્ત કરતાં જ, એ અપૂર્ણ, અધૂરું રહે છે. ભાષાની સીમાઓ છે. તર્કની, બોલનારની, સાંભળનારની, એ બધી સીમાઓ છે. એ જરૂરી નથી કે હું જે બોલું છું તે જ તમે સાંભળો. જરૂરી નથી હું જે જાણું છું તે જ હું બોલી શકું. એ પણ જરૂરી નથી કે હું જે કહી શકું તે જ બોલવાની કોશિશ કરી રહ્યો હતો. બોલવાનું શરૂ કરતાં જ સીમાઓ લાગવાની શરૂ થઈ જાય છે કારણકે આપણે જે કહીએ છીએ તે સમયની ધારામાં પ્રવેશ કરી જાય છે, જ્યારે સત્ય સમયની ધારાની પાર હોય છે. આ એના જેવું છે કે આપણે સીધી લાકડી પાણીમાં નાખીએ તો એ તરત વાંકદેખાવા લાગે છે. પાણીમાંથી બહાર કાઢતાં જ લાકડી સીધી દેખાય છે. મહાવીર કહે છે કે જેવું સત્ય આપણે ભાષામાં ઉતારીએ છીએ કે તરત એ વાંકું થઈ જાય છે. જેવું એ સત્ય ભાષાની બહાર, શુદ્ધ, શૂન્યમાં લઈ જઈએ છીએ કે એ પૂર્ણ થઈ જાય છે, એનું વાંકાપણું રહેતું નથી. એટલે જ, મહાવીર
જ્યારેજ્યારે કોઈ વિધાન કરતા ત્યારે સ્યાત” શબ્દ વાપર્યા વિનાન કરતા. કહેતાકે કદાચ મારી વાત સાચી છે. આ વિધાન નિશ્ચયનો અભાવ નથી બતાવતું, કેવળ અનાગ્રહનો ભાવ વ્યક્ત કરે છે. મહાવીર 'uncertain’ નથી. એમને બરાબર ખબર છે. મહાવીરને એટલું સ્પષ્ટ ભાન હતું કે બધાં વિધાન ઝાંખાં પડી જાય છે. મહાવીરનો અહિંસાનો અંતિમ પ્રયોગ છે, અહિંસાનો વિચાર પણ આગ્રહપૂર્ણ નથી. આ વિચાર પણ “મારો નથી એમ કહેતાં જ એમાંથી આગ્રહનું તત્ત્વનીકળી જાય છે. જે કોઈ વિચાર સાથે મારાપણું જોડાઈ જશે તે વિચાર સાથે આગ્રહ જોડાઈ જશે. ના કોઈ ધન મારું છે, નામિત્ર મારા છે, ના પરિવાર મારો છે, ના શરીર મારું છે, ના આ જીવન મારું છે, કાંઈ મારું નથી. આપણી અને મારાપણા વચ્ચે જ્યારે એક અંતરાલ સર્જાય છે, જ્યારે બધા મારાપણાનું વિસર્જન થઈ જાય છે ત્યારે એકલો, ‘alone' બચું છું. આ જે એકલાપણું છે, તેને સમજવાની પ્રક્રિયાનું નામ છે અહિંસા. અહિંસાપ્રાણ છે, સંયમસેતુ છે અને તપ આચરણ છે. કાલે આપણે સંયમ પર વાત કરીશું.