________________
અહિંસા એટલે જીવેષણાનું મૃત્યુ
વિચાર છે, તે હજી મહાવીરને ખબર ન હોય તોપણ, પોતાના વિધાન સાથે મહાવીર ‘સ્યાત્’ શબ્દ લગાવતા. તમે એમને પૂછો કે, આત્મા છે ? તો મહાવીર કહે ‘સ્યાત્’, કારણ મહાવીરને એમ લાગતું કે કોઇનો અભિપ્રાય એનાથી જુદો હોય તો એને ખોટું ન લાગવું જોઇએ, એને કોઇ રીતે માનસિક આધાત ન લાગવો જોઇએ. તમે પૂછો કે મોક્ષ છે ? તો મહાવીર કહેશે કે ‘સ્યાત્’.
૧૦૪
એવું નથી કે મહાવીરને આ બાબતોની જાણકારી કે જ્ઞાન નહોતાં. મહાવીર બરાબર જાણે છે કે મોક્ષ છે. પરંતુ મહાવીર એ પણ જાણે છે કે કોઇ પણ વિધાન અહિંસક હોય તો એની સાથે ‘સ્યાત્’ શબ્દ લગાવવો જરૂરી છે, એમને એમ પણ થતું કે ‘સ્યાત્' શબ્દ લગાવવાથી સામેની વ્યક્તિના અભિમાનને ધક્કો લાગતો નથી, અને એટલે એ તમારી વાત સમજવા માટે સહેલાઇથી તૈયાર થઇ શકે છે. જો મહાવીર એકદમ ભારપૂર્વક મોક્ષ છે એમ કહે તો સામેવાળામાં અકડાઇ અને અભિમાન જાગે છે. તુરત એ વ્યક્તિ કહેવા લાગે છે કે કોણ કહે છે મોક્ષ છે? મોક્ષ છે જ નહીં, અને તત્કાલ‘હું’ નો સંઘર્ષ શરૂ થાય છે. બધા વિવાદ ‘હું’ ના વિવાદ છે. એટલે મહાવીરનાં બધાં વિધાનોમાં આગ્રહનો અભાવ છે. મહાવીરને પોતાનો પંથ સ્થાપવામાં આ કારણે ઘણી મુશ્કેલી નડી.
કોઇ વ્યક્તિ, ગોશાલક કે જે મહાવીરનો પ્રતિસ્પર્ધીહતો, તેની પાસે જતો, તો ગોશાલક બેધડક કહેતો મહાવીર ખોટા છે, હું જ સાચો છું. એ જ વ્યક્તિ મહાવીર પાસે જાય તો મહાવીર કહેશે ગોશાલક સાચો હોઇ શકે. આવી પરિસ્થિતિમાં એ વ્યક્તિ કોનો અનુયાયી બનશે ? મહાવીરનો કે ગોશાલકનો ? એની જગ્યાએ તમે હો તો તમને પણ ગોશાલકના અનુયાયી બનવાનું વધારે ગમશે કારણ કે, ગોશાલક જે કહે છે તે વિષે નિશ્ચિત તો છે, એની વાત સાફ તો છે. જ્યારે ઉલટું મહાવીર તો કહે છે, ‘ગોશાલક કદાચ સાચો હોય,’ તો જેને પોતાની વાત સાચી છે, એ વાત જ નિશ્ચિત લાગતી નથી, જે વ્યક્તિ પોતે જ સ્પષ્ટતાથી ‘હા કે ના’ કહી શકતી નથી, એની પાછળ કેમ જવાય? એવી વ્યક્તિની પાછળ આપણી નાવ બાંધવાથી ડૂબવાનો ભય છે. એ ક્યાં જાય છે ! કદાચ ક્યાંય જાય છે કે નહીં ! એ પહોંચશે કે નહીં! એવી શંકાઓ પેદા થાય છે.
જ
આ કારણે મહાવીરની પાછળ અત્યંત બુદ્ધિમાન વર્ગ જ આવી શક્યો. હું એવા લોકોને બુદ્ધિમાન કહું છું કે જેઓ સત્ય વિષે આગ્રહી નથી. એ લોકો જ મહાવીરના ‘સ્યાત્’ કહેવાના સાહસને સમજી શક્યા. જેઓને મહાવીર સત્ય જાણતા હોવા છતાં ‘સ્યાત્’ કહીને, પોતાના સત્ય વિષે અનાગ્રહી રહેવાનું સાહસ સમજાયું, તેઓ ખરેખર બુદ્ધિમાન હતા. પરંતુ જેમજેમ સમય પસાર થતો ગયો તેમતેમ, લોકો મહાવીરના સત્યને કારણે નહીં. પરંતુ પોતે જૈન હોવાને કારણે મહાવીરને મનિવા લાગ્યા. એ લોકો અનાગ્રહી ન રહી શક્યા, એમનો આગ્રહ ખતરનાક થવા લાગ્યો.
એક મોટા જૈન પંડિત મને મળવા આવ્યા હતા. એમણે ‘સ્યાતવાદ’ પર એક પુસ્તક લખ્યું હતું. ‘અનેકાન્ત’ જેની આપણે વાત કરી તે વિષય પર પુસ્તક લખ્યું હતું. અમે વાત કરતા હતા. મેં એમને કહ્યું કે ‘સ્યાતવાદ’ નોતો અર્થ જ એ છે, કે ‘કદાચ આ વાત સાચી હોય, કદાચ ન પણ હોય.’ એમણે કહ્યું, ‘હા બરાબર છે.’