________________
નમો અરિહંતાણમ્ મંત્ર
૯૯
મારા એક મિત્ર કોઈ જૈન સાધુ પાસે ગયા હશે, બેત્રણ દિવસ પહેલાં હું મહાવીર વિશે જે કહી રહ્યો છું તે વિશે એણે સાધુને કહ્યું હશે. એ સાધુએ તુરત કહ્યું કે એ જે મહાવીર વિશે વાત કરતા હશે તે કોઈ બીજા મહાવીર હશે અમારા મહાવીર ન હોય. માલિકીપણું ધણું સૂક્ષ્મ હોય છે. મહાવીર ઉપર પણ માલિકીપણું આમારો ધર્મ, આમારું શાસ્ત્ર, આ મારો સિદ્ધાંત-એમાં રસ આવે છે. ત્યાં સુધી આપણે હિંસા છોડી શકીશું નહીં. આ રસ ભીતરમાં કોને આવે છે? જ્યાં જ્યાં મારું છે ત્યાં ત્યાં રસ છે અને હિંસા છે. જે મારાપણાને બધી રીતે છોડી દે છે. ધન, ધર્મ, કૃષ્ણ, મહાવીર, બુધ્ધ કાંઈ પણ મારું નથી એમ જે કહી શકે છે તે હું કોણ છું તે જાણી શકે છે, એ પહેલાં મારાપણાના વિસ્તારમાં, પરિધિ પરમાનવી ગૂંચવાયેલો રહે છે. એના કેન્દ્રને એ ઓળખી શકતો નથી. એ સમજવું જોઈએ કે અહિંસા આત્માને જાણવાનો માર્ગ છે. કારણકે મારાપણાનો ભાવ, આકે તે મારું છે એમ સમજવાનો ભાવ, જ્યારે નષ્ટ થઈ જાય છે ત્યારે જે બચે છે તે છે “હું', એકમાત્ર હું', નિપટ હું', ત્યારે બધાં રહસ્યનાં દ્વાર ખુલી જાય છે, ત્યારે હું કોણ છું, શુંછું, ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનો છું તે વિષે જાણવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે. મહાવીરે “અહિંસા પરમો ધર્મનુ જે સૂત્ર આપ્યું તે એટલા માટે આપ્યું કે એ સૂત્રથી, એ ચાવીથી જીવનનાં રહસ્યોનાં બધાં દ્વાર ખૂલી જાય છે. હવે એક ત્રીજી દષ્ટિથી અહિંસક કોને કહેવાય તે સમજી લઈએ. એ સમજતાં અહિંસા વિષેનો આપણો ખ્યાલ વધારે સ્પષ્ટ થઈ જશે. મહાવીરે કહ્યું કોઈ પણ આગ્રહ રાખવો એ હિંસા છે. આ વાત બહુ સૂક્ષ્મ છે. આગ્રહ હિંસા છે. અને અનાગ્રહ અહિંસા છે, મહાવીરની આ એક આગવી દષ્ટિ છે. આમાંથી પેદા થયેલી વિચારસરણીનું નામ છે “અનેકાન્ત.’ વિચારનું જે જગત છે તેમાં અહિંસા વિષેનું યોગદાન વિશિષ્ટ દષ્ટિથી મહાવીરે ક્યું છે. “અનેકાન્ત’ની દષ્ટિ જગતમાં બીજી કોઈ વ્યક્તિ આપી શકી નથી. કારણકે
અહિંસાની દૃષ્ટિથી જ્યારે વસ્તુઓને જોઈ, વિચાર અને ચિંતનનાજગતને જોયું, ત્યારે એમાંથી “પરિગ્રહનો ખ્યાલ પેદા થયો. અહિંસાની દૃષ્ટિથી જ્યારે જીવનને નિહાળ્યું ત્યારે એમાંથી મૃત્યુની પસંદગી કરી. હિંસાચાર કરતાં મૃત્યુ બહેતર. વસ્તુઓનો સંગ્રહ હોય છે, તેવો વિચારોનો પણ સંગ્રહ થાય છે. વિચારનો સંગ્રહ એવો છે, જે ચોર પણ ચોરી શક્તો નથી. વસ્તુઓ તો ચોરચોરી શકે છે. ધન તો સ્થૂળસંગ્રહ છે. ચોરતે ચોરી શકે છે. વિચારોનો સંગ્રહ અત્યંત સૂક્ષ્મ છે, કોઈ ચોર સહેલાઈથી ચોરી શકે તેમ નથી. પરંતુ હવે આ સદી પૂરી થતાં થતાં એવો સમય આવી રહ્યો છે જ્યારે તમારા વિચારો પણ ચોરી શકાશે. તમારું જે મગજ છે તેને, તમારી જાણ વિના વાંચી શકાશે. તમારા મગજના હિસ્સાઓને પણ “સર્જરી’ દ્વારા દૂર કરી શકાશે, જેની તમને જાણ પણ નહી થઈ શકે. તમારા મગજમાં ઈલેક્ટ્રોડ(Electrode)