________________
૯૮
અહિંસા એટલે જીવેષણાનું મૃત્યુ
સંભાવના ટકશે નહીં. બંને જો સમાન હોય તો માલિકીપણું કેવી રીતે ટકી શકે ?
હવે તો સમય એવો આવી રહ્યો છે કે સ્ત્રી-પુરુષને ગૌણ બનાવી દેશે. એવો ડર છે કે સ્ત્રી પુરુષથી વધુ બળવાન સિદ્ધ થશે. થોડા વખત પછી પુરુષોએ આંદોલન ચલાવવું પડશે કે અમારે સમાન હક જોઇએ છે. સ્ત્રી ઘણા સમય સુધી અસમાન રહી ચૂકી. હવે એની સમાનતાના સ્વીકાર સાથે એ પુરુષથી ઉપર ઊઠવાનું શરૂ કરશે. પુરુષોએ હવે ઠેરઠેર મારેચાઓ કાઢવા પડશે, ઘેરાવ કરવા પડશે અને સ્ત્રીઓ પાસે સમાન હક માગવો પડશે.
સમાનતા લાંબો વખત ટકી શકતી નથી, કારણકે જ્યાં જ્યાં માલિકીપણાના ઝઘડા છે ત્યાં હિંસા ચાલુ રહેશે, કોઇ ને કોઇએ અસમાન થવું પડશે. કોઇ ને કોઇએ નીચી કક્ષા સ્વીકારવી પડશે. મજૂર લડશે તો કારખાનાના માલિકને ખુરસી પરથી નીચે ઉતારી મુકાશે. કાલે મજૂર કારખાનાનો માલિક બની બેસશે. એનાથી કાંઇ ફરક પડતો નથી. મહાવીર કહે છે કે જ્યાં સુધી જગતમાં માલિકીપણાની આકાંક્ષા છે ત્યાં સુધી માનવી માલિક થયા વિના રહી શકતો નથી. માલિકીપણાની આકાંક્ષા જ જીવેષણા, જીવેષણાને કારણે માલિકપણું જરૂરી છે. જ્યાં સુધી માલિકીપણાની આકાંક્ષા જ જીવેષણા છે. જીવેષણાને કારણે જ માલિકીપણું જરૂરી છે. જ્યાં સુધી માલિકીપણાની આકાંક્ષા છે ત્યાં સુધી સમાનતા શક્ય નથી.
એટલે મહાવીર સમાનતા માટે ઉત્સુક નથી, પરંતુ અહિંસા માટે ઉત્સુક છે. મહાવીર કહે છે કે જો અહિંસાનો સ્વીકાર અને ફેલાવો થઇ જાય તો સમાનતાનો સંભવ છે. જો માલિકીપણામાં રસ ન રહે, તો જ આનો નાશ થાય, નહિ તો માલિક બદલાયા કરશે, માલિક બદલાય તેથી શું ફરક પડે છે ? બીમારી તો કાયમ રહે છે. હિંસાનું જે આપણા જીવનમાં સક્રિય રૂપ છે તે માલિકીપણું છે. મહાવીરે જ્યારે મહેલ છોડયો ત્યારે આપણને એમ લાગતું હતું કે મહાવીરે મહેલ છોડયો, ધન છોડયું, પરિવાર છોડયો, પરંતુ ખરેખર તો મહાવીરે હિંસા છોડી. જો ઊંડાણથી વિચારીએ તો ખ્યાલ આવશે કે મહાવીરે હિંસા છોડી, મહેલમાં દરેક દરવાજા પર જે પહેરેદાર ઊભા હતા, મહેલની ચારે બાજુ જે પથ્થરની મોટી દીવાલ હતી, જે ધન અને તિજારીનું આયોજન હતું, તે બધું હિસાનું આયોજન હતું. મારી અને તમારી વચ્ચેનો ભેદ એ જ હિંસાનું આયોજન હતું. જેવા મહાવીર મહેલ છોડી, ખુલ્લા આકાશ નીચે આવી નગ્ન ઊભા થઇ ગયા તે દિવસે મહાવીરે કહ્યું કે ‘હવે હિંસા છોડું છું. બધી સુરક્ષા છોડું છું. હવે બધું આક્રમણ કરવાનું આયોજન છોડુંછું.’ હવે શસ્ત્રહીન, શન્યવત્, આ ખુલ્લા આકાશ નીચે ભટકીશ, હવે મારે કોઇ સુરક્ષા નથી જોઇતી, હવે મારું કોઇ આક્રમણ નથી. હવે મારું સ્વામીત્વ કેવી રીતે બચશે ? અહિંસકની કોઇ મિલકત હોતી નથી. કોઇ પોતાની લંગોટી પર સ્વામીત્વ બતાવે તો મૂર્ખ છે. મહેલ મારો છે કે લંગોટી મારી છે, બંને કહેવું સરખું છે. સ્વામીત્વમાત્ર હિંસા છે. એક લંગોટીના ઝઘડાને કારણે ગળાં કપાઇ શકે છે. સ્વામીત્વ બહુ સૂક્ષ્મ થતું જાય છે. માણસ ધન છોડી દે છે, પરંતુ માણસ કહેવા લાગે છે કે ધર્મ મારો છે.