________________
નમો અરિહંતાણમ:મંત્ર
૧૦૧
કાબુ મેળવી લેશે. વિચારસંપત્તિ આજ સુધી તો સૂક્ષ્મ રહી છે, એને કોઈ આપણી ખોપરીમાંથી સીધી રીતે ચોરી શકતું નથી. પરંતુ કોઈ પણ વિચારોને મારા છે' એમ કહેવામાં પણ મહાવીરના હિસાબે હિંસા છે. કારણકે મારા વિચાર છે એમ કહેતાં જ સત્યથી ચૂકી જવાય છે. વળી મારા વિચાર છે માટે એ ઠીક છે, બરાબર છે. સત્ય છે એમ જ્યારે પ્રગટ કે અપ્રગટ રીતે માનતા હોઈએ છીએ ત્યારે આપણે વિવાદનોતરીએ છીએ. બધા વિવાદ “હું” ના વિવાદ છે. આ જગતમાં સત્યના કોઈ વિવાદ નથી. જ્યારે પણ આપણે કોઈ વિવાદમાં પડીએ છીએ ત્યારે આપણે કહીએ છીએ કે મારી વાત સાચી છે. તમારી વાત બરાબર નથી”, સામેની વ્યક્તિ પણ એમ જ કહે છે. જો થોડા ઊંડાણથી આપણી અંદર દષ્ટિ કરીએ તો તરત ખ્યાલ આવશે કે મૂળભૂત રીતે વિવાદ વિચારનો નથી હોતો, વિવાદ “હું ઠીક છું' એનો છે. એટલે મહાવીર કહે છે કે “હુંઠીક છું કે મારી વાત સાચી છે એવા આગ્રહમાં સૂક્ષ્મ હિંસા છે. એટલે મહાવીરે “અનેકાન્ત"ને જન્મ આપ્યો. કોઈ મહાવીર પાસે આવીને મહાવીરના વિચારોથી વિપરીત વાત કરે તોપણ મહાવીર કહેત કે ‘તમારી વાત પણ ઠીક હોઈ શકે છે. આ બાબતમાં એકલા મહાવીર જ એક એવી વ્યક્તિ છે જે પોતાના વિરોધીને પણ કહી શકે કે “તું પણ સાચો હોઈ શકેમહાવીર કહે છે કે “આત્મા છે', છતાં બીજું કોઈ જે ચાર્વાકની વિચારસરણીમાં માનતું હોય તે આવીને કહે કે “આત્માનથી”, તો મહાવીર “તું ખોટો છે” એમ નહીં કહે. મહાવીર એમ જ કહેશે કે, તમારી વાત પણ સાચી હોઈ શકે. મહાવીર તો એટલે સુધી કહે છે કે કોઈ પણ ચીજ એવી ન હોઈ શકે જેમાં સત્યનો અંશ પણ ન હોય. સત્યના અંશ વગર કોઈ ચીજ ન હોઈ શકે. સ્વપ્ન પણ સત્ય છે, એનું અસ્તિત્વ છે એ વાતનો ઈનકાર થઈ શકતો નથી. અસત્યનું તો અસ્તિત્વ હોતું જ નથી. જ્યારે કોઈ કહે કે આત્મા નથી ત્યારે આત્મા ન હોવાની વાતમાં કોઈ એકાંગી દષ્ટિ એ, સત્ય હોઈ શકે. એટલે મહાવીરે કોઈનો પણ વિરોધનકર્યો. એનો અર્થ એમ નથી કે મહાવીરને સત્ય શું છે તેની જાણ ન હતી. મહાવીરને સત્યની બરાબર ખબર હતી, પરંતુ ચિત્ત એટલું બધું અનાગ્રહી હતું કે મહાવીર પોતાના સત્યમાં વિરોધીના સત્યને પણ સમાવિષ્ટ કરી લેતા હતા. મહાવીર કહેતા કે સત્ય એવી મોટી ઘટના છે કે પોતાનાથી વિપરીતને પણ એ પોતાનામાં સમાવિષ્ટ કરી લે છે. સત્ય મોટું છે, અસત્યનાનાં નાનાં હોય છે. અસત્યની સીમા હોય છે. સત્ય એટલું અસીમ છે કે એ પોતાનાથી વિપરીતને પણ સમાવિષ્ટ કરી લે છે. આ કારણે જ મહાવીરના વિચારો બહુ દૂર સુધી ન પહોંચી શક્યા. વધારે મોટી સંખ્યાના લોકો સુધી પહોંચી શક્યા. સામાન્ય રીતે બધા લોકો કાંઈ ચોક્કસ નિશ્ચિત વિધાન, ‘ડોમેટીક (dogmatic) વિધાનને આવકારે છે. કોઈને ઊંડાણથી વિચારવું ગમતું નથી. વિચારવામાં એક અડચણ લાગે છે. તકલીફ લેવી પડે છે. બધાને તૈયાર
સ્પષ્ટ વિધાન જોઈએ છે. જેમાં કોઈ પ્રકારની શંકાન ઊભી રહે. કોઈ તીર્થકર ઊભો થઈને કહી દે કે જે હું કહું છું તે જ સત્ય છે, તો જેમને વિચારવાની તકલીફ લેવી નથી, તે કહેશે કે બરાબર છે.