________________
નમો અરિહંતાણમ્: મંત્ર
શકતા નથી, એ તો એટલા બધા આગ્રહી હોય છે કે બધું દાવ પર લગાડી દે છે. એક એવી હઠ પર ચડી ગયા છે કે અહિંસક બનીને જ જંપીશું, આવા ભાવમાં ઊંડે ઊંડે હિંસા ભરી પડી છે.
૮૩
મહાવીર કહે છે કે જે મેળવવા જેવું છે તે મળેલું જ છે. આપણે કાંઇ બદલવાનું નથી. જગત એના નિયમ પ્રમાણે બદલાયા કરે છે. ક્રાંતિ કરવાનું કોઇ કારણ નથી. ક્રાંતિ આપોઆપ થઇ રહી છે. પરંતુ ક્રાંતિકારીઓને એવું લાગ્યા કરે છે કે તેઓ ક્રાંતિ કરી રહ્યા છે. આ તો એવું છે કે સાગરના પ્રવાહમાં વહેતું કોઇ તણખલું, પાણીના મોજાનાં શિખર પર પહોંચી વિચારેકે આ મોજું મેં ઉઠાવ્યું છે.
આ
મેં સાંભળ્યું છે કે એક વાર જગન્નાથનો રથ મંદિરની બહાર યાત્રા કરી રહ્યો હતો ત્યારે એક કૂતરું એ રથની આગળ થઇ ગયું–ચારે બાજુ જગન્નાથ પર ફૂલ વરસી રહ્યાં હતાં. અનેક લોકો પ્રણામ કરી રહ્યા હતા. લોકો રસ્તા પર સૂઇ જઇને પ્રણામ કરી રહ્યા હતા. કૂતરાને આ બધું જોઇને થયું કે હા ! કેવું આશ્ચર્ય ! મને લોકો માત્ર પ્રણામ કરે છે, એટલું જ નહીં, મારી પાછળ સુવર્ણનો રથ પણ આવી રહ્યો છે.’ કૂતરા જેવા આપણા હાલ છે.
ચીજૈવસ્કી નામે એક વૈજ્ઞાનિકને સ્ટાલીને કેદમાં પૂરી દીધો અને પછી મરાવી નાખ્યો. ચીજૈવસ્કીએ એવું વિધાન કર્યું હતું કે પૃથ્વી પરની ઋતુઓ અને હવામાનમાં ક્રાંતિકારી ફેરફારોનું મૂળ કારણ, સૂર્યમાં થયા કરતું વૈદ્યુતિક પરિર્વતન છે. દર અગિયાર વર્ષે એવા ફેરફાર સૂર્યમાં થાય છે અને એના પરિણામે, પૃથ્વી પર રોગચાળો, યુદ્ધો અને અનેક પ્રકારના ઉપદ્રવ થયા કરે છે. એણે બધાં યુદ્ધની ઘટનાઓને, સુર્યમાં થતા ફેરફારો સાથે, વૈજ્ઞાનિક અભ્યાસ પછી જોડી દીધી.
ઝેકોસ્લોવકિયાના પ્રાગ શહેરમાં એક મોટી પ્રયોગશાળા છે. એમાં એસ્ટ્રોનોમિકલ બર્થ કન્ટ્રોલખગોળશાસ્ત્રના આધારે સંતતિ નિયમન-પર વૈજ્ઞાનિકો અભ્યાસ કરી રહ્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે પંદર વર્ષોમાં સંતતિ નિયમન માટે કોઇ પણ પ્રકારની ગોળી ખાવાની કે કોઇ કૃત્રિમ સાધન વાપરવાની જરૂર નહીં પડે. સ્ત્રી જે દિવસે પેદા થઇ, કે જે દિવસોમાં એ સ્ત્રીના સ્વયંનું ગર્ભ ધારણ થયું હતું, તે તારીખોમાં, સૂર્ય અને ચંદ્ર પર થતા ફરેફારોના હિસાબ લગાવી એ વૈજ્ઞાનિક નક્કી કરે છે, કે ક્યા ક્યા દિવસોએ, એ સ્ત્રી ગર્ભ ધારણ કરી શકશે. એ દિવસો જો છોડી દેવામાં આવે તો આખા જીવનમાં એ સ્ત્રી ક્યારેય ગર્ભ ધારણ નહીં કરી શકે. દસ હજાર સ્ત્રીઓ પર થયેલા પ્રયોગથી આ પુરવાર થયું છે. એ વૈજ્ઞાનિક એમ પણ કહેતો કે સ્ત્રીને, સ્ત્રી કે પુરૂષ બાળક જોઇતું હોય તો તેની તારીખો પણ એ ખૌગોલિક પ્રભાવ પરથી નક્કી કરી શકાય છે. તમારા પ્રભાવોથી નહીં, પરંતુ ખૌગોલિક પ્રભાવોથી બાળકની જાતિ નક્કી થઇ શકે છે. જ્યોતિષ ફરીથી પ્રભાવી બને એવી સંભાવના છે.
મહાવીર કહે છે કે ઘટનાઓ ઘટી રહી છે. તમે નાહક કર્તા ન બનો. અહિંસાનો અર્થ છે અકર્મ. અહિંસાનો અર્થ છે હું કાંઇ બદલીશ નહીં, હું કાંઇ ઇચ્છીશ નહીં. હું છું જ નહીં.