________________
નમો અરિહંતાણમ્: મંત્ર
છું ? જવાથી માને દુ:ખ થાય એમ હતું. હવે તો એ છે નહીં.’
મહાવીરના મોટા ભાઇએ કહ્યું, ‘અમારા પર દુ:ખનો મોટો પહાડ તૂટી પડયો છે, માનું મરણ થયું છે અને તું અમને છોડીને જવાની વાત કરે છે? ભૂલેચૂકે પણ એવી વાત ફરી ન કરીશ.” મહાવીર ચૂપ થઇ ગયા. બે વર્ષ સુધી એમના ભાઇને પણ થયા કર્યું કે આ તે કેવો ત્યાગ? ફરીથી પૂછ્યું જ નહીં. પોતાની હાજરીને આટલી બધી હટાવી લેવાનું નામ છે અહિંસા.
૮૧
એ બે વર્ષ દરમિયાન કુટુંબના સભ્યોને પણ થોડી ચિંતા થવા લાગી કે અમે મહાવીર પર કોઇ જુલમ તો નથી કરતાને ? ભાઇને પણ ચિંતા થવા લાગી કે મહાવીર આ ઘરમાં છે પરંતુ એ તો એવી રીતે રહે છે કે જાણે છે જ નહીં. બાજુમાંથી એવી રીતે પસાર થઇ જાય છે કે એનાં પગલાંનો અવાજ સુદ્ધાં ન સંભળાય. ઘરમાં કોઇને કાંઇ કહેતો નથી, કે જેથી કોઇને ખબર પણ ન પડે કે મહાવીર ઘરમાં છે. કોઇને કાંઇ સલાહ આપતો નથી. બેઠાબેઠા જે બની રહ્યું તે જોયા કરે છે. સર્વે કોઇનો સાક્ષી બની રહ્યો છે. દિવસોના દિવસો સુધી આટલા મોટા મહેલમાં મહાવીર કયાં છે તેની ખબર નહોતી પડતી, તો પછી તપાસ કરાવવામાં આવતી ત્યારે મહાવીર જડતા હતા. એટલે એમના મોટા ભાઇ અને બીજાઓએ બેસીને વિચાર કર્યોકે મહાવીર તો અમારા કહેવાથી રોકાઇ ગયા છે.
અમને કોઇ દુઃખ કે આઘાત ન લાગે માટે રોકાયા છે. અમારી ઇચ્છાનું ઉલ્લંઘન કરી, અમને દુ:ખ પહોંચાડવાની એમને જરા પણ ઇચ્છા નથી, એટલે છેવટ એ બધાએ ભેગા થઇ મહાવીરને કહ્યું : ‘એક અર્થમાં તમે તો ઘરની બહાર જ જઇ ચૂકયા છો, હવે તો એવું લાગે છે કે માત્ર તમારું પાર્થિવ શરીર અહીં પડી રહ્યું છે. તમે તો આ ઘરમાં છો જ નહીં, તો હવે અમે તમારા માર્ગમાંથી હટી જઇએ છીએ. કારણકે અમારે તમને કોઇ કારણ વિના રોકવા નથી. તમે જઇ શકો છો.’ આટલું સાંભળ્યું ને તરત મહાવીર ચાલી નીકળ્યા.
આનું નામ અહિંસા. અહિંસાનો અર્થ છે ગહનતમ અનુપસ્થિતિ-એટલે જ મેં કહ્યું કે બુદ્ધનો જે તથાતાનો ભાવ છે તે જ મહાવીરનો અહિંસાનો ભાવ છે. તથાતાનો અર્થ છે જેવું છે તેનો સ્વીકાર. અહિંસાનો એ અર્થ છે બહારની કોઇ પણ ચીજવસ્તુને બદલવાનો જરા પણ પ્રયત્નન કરવો. જે કાંઇ બની રહ્યું છે તે ઠીક છે. અમારી હિંસા શેમાંથી પ્રગટ થાય છે? બની રહ્યું છે તેમ બનવું જોઇએ, અમે ઇચ્છીએ છીએ તેમ ન બનવું જોઇએ. તો એવા આગ્રહને કારણે હિંસા પેદા થશે, એટલે આ યુગમાં પરિવર્તનની આકાંક્ષા અને આગ્રહ જેટલાં વધે છે એટલા લોકો વધારે હિંસક થતા જાય છે.
મહાવીરની અહિંસાનો ઊંડામાં ઊંડો એ અર્થ છે કે જે કાંઇ બની રહ્યું છે તે માટે અમે રાજી છીએ. હિંસાનો કોઇ સવાલ નથી. કાંઇ પરિવર્તન કરવું નથી. તમે એક તમાચો મારી દીધો-ઠીક છે, અમારે કાંઇ કરવું નથી. અમે રાજી છીએ. વાત પૂરી થઇ ગઇ. જિસસ જેટલી પણ પ્રત્યુત્તર આપવાની અમારી ઇચ્છા નથી. જિસસે તો કોઇ તમાચો મારે તો બીજો ગાલ ધરી દેવાની સલાહ આપેલી. બીજો ગાલ ધરી દેવો એ પણ એક ઉત્તર છે.