________________
ધર્મ એટલે સ્વભાવમાં સ્થિર રહેવું તે
મહાવીર કહે છે કે કાંઇ પણ’કરવું એ જ હિંસા છે. અકર્મ અહિંસા છે. કોઇએ તમાચો મારી દીધો, ઠીક છે, જાણે એક વૃક્ષનું સૂકું પાન ખરી પડયું. તમે તમારા રસ્તે ચાલી ગયા. કોઇએ ગાળ આપી, તમે સાંભળીને આગળ વધી ગયા, ક્ષમા આપવાનો પણ પ્રશ્ન ઊભો થતો નથી કારણકે ક્ષમા આપવી એ પણ એક કૃત્ય છે. પાણીમાં ઉઠેલી લહેર એની મેળે શમી જશે. ચારે બાજુ કર્મોની લહેરો ઊઠયા કરે છે, આપોઆપ શમી જવા દેવાની છે. તમારે કાંઇ કરવાનું નથી. તમારે ચુપચાપ પસાર થઇ જવાનું છે.
૮૨
જગતમાં જે કાંઇ તમારી આસપાસ બની રહ્યું છે તેને બનવા દેવાનું છે. એ એની મેળે ઉઠશે અને શમી જશે. એના ઊઠવાના નિયમ છે, શમી જવાના નિયમ છે. કારણ વિના તમારે વચમાં આવવાની જરૂર નથી. તમે ચુપચાપ દૂર ઊભા રહેજો. તટસ્થ રહેજો. એમ જ સમજજો કે તમે છો જ નહીં. કોઇ તમાચો મારે તો એમ સમજજો કે તમે છો જ નહીં, તો કોણ જવાબ આપે? ગાલ કોણ ધરશે, સામી ગાળ કોણ આપશે, ક્ષમા પણ કોણ આપશે? આવી તમામ ગેરહાજરીમાં કર્મની ઊઠેલી ધારા, પોતાની મેળે પાણીની લહેરની જેમ શમી જશે. તમે એને અડવા પણ ન જતા.
હિંસાનો અર્થ છે, હું જેવું ચાહું છું તેવું જગત બને.
ઉમર ખય્યામે કહ્યું છે કે મારું ચાલે અને પ્રભુ તું મને શક્તિ આપે તો હું આખી દુનિયાનો નાશ કરીને બીજી બનાવી દઉં. તમારું ચાલે તો તમે પણ દુનિયાને છે તેવી રહેવા દો ? દુનિયા તો બહુ મોટી ચીજ છે, તમે નાની મોટી બધી ચીજોને બદલી નાખો, ઉમર ખય્યામના આ વક્તવ્યમાં આખી માનવ જાતિની કામના પ્રગટ થઇ છે અને હિંસા પણ પ્રગટ થઇ છે. મહાવીરને જો પૂરી શક્તિ આપવામાં આવે તો એ તો બધું જેવું છે તેવું જ રહેવા દે કાંઇ પણ ના કરે.
ન
લાઓત્સેનું વચન છે કે પ્રજાને જેની હાજરીનો ખ્યાલ પણ ન આવે તે શ્રેષ્ઠતમ સમ્રાટ છે. મહાવીરની અહિંસાનો અર્થ છે, એવા થઇ જવું કે તમારી હાજરીનો કોઇને ખ્યાલ ન આવે. પરંતુ આપણો તો એવો પ્રયત્ન છે કે આપણી હાજરીનો બધાને ખ્યાલ હોવો જોઇએ. જાણે બધાનું ધ્યાન આપણા પર જ કેન્દ્રિત રહે, જાણે બધી આંખો આપણા તરફ મંડાઇ જાય ! આ હિંસા છે.
આપણે આખો વખત ઇચ્છા કર્યાં કરીએ છીએ કે આવું જ બને, આવું ન બને. શા માટે આવી ઇચ્છા થયાં કરે છે? આપણે દોડી રહ્યા છીએ, આ મકાન મળે, આ ધન મળે, આ પદ મળે. તો બધું મેળવવા માટે હિંસા આચરવી પડે. હિંસા વિના વાસનાતૃપ્તિ થતી નથી. વાસના પાછળની દોડ હિંસા વિના પૂરી થતી નથી. આપણે એમ સમજી શકીએ છીએ કે વાસના પૂરી કરવા માટે જે શક્તિની જરૂરત છે તે શક્તિ હિંસાનું રૂપ ધારણ કરે છે. માણસ જેટલો વાસનાગ્રસ્ત હશે તેટલો એ વધારે હિંસક બનશે. જેટલો વાસનામુક્ત માણસ રહેશે તેટલો અહિંસક રહેશે. મહાવીર એમ કહેતા હતા કે તમે અહિંસક રહેશો તો તમને મોક્ષ મળી જશે. મોક્ષ પામવાની આ વાસના હશે તો તમારી અહિંસા પણ હિંસક બની જશે. કેટલાય લોકો એટલા બધા અહિંસાની પાછળ લાગી જાય છે કે એ અહિંસાની વાસના એમને હિંસક બનાવ્યા વિના છોડતી નથી. અહિંસક સાધકો અહિંસક રહી