________________
નમો અરિહંતાણમ્ મંત્ર
એટલે મહાવીર કહે છે કે જીવવાની આકાંશા જ એક પાગલપણું છે. આ જીવવાની આકાંક્ષાને કારણે જીવન જિવાય છે એવું નથી, પરંતુ આ આકાંક્ષાને કારણે બીજાના જીવનના ભોગ લેવા માટે દોડ પેદા થાય છે. જો આ આકાંક્ષાને કારણે જીવન સચવાતું હોય તોપણ ઠીક, પરંતુ જીવવાની ગમે તેટલી ઇચ્છા હોય તોપણ સામે મોત આવીને ઊભું હોય છે. કેટલાય લોકો આ પૃથ્વી પર જીવવાની કોશિશ કરી ચૂક્યા છે, પરંતુ આખરે મરણ હાથ આવ્યું છે. તો મહાવીર કહે છે કે બીજા લોકોના જીવનનો આપણા માટે ભોગ લેવા આપણે તૈયાર હોઇએ છીએ, છતાં આખરે જો આપણે મરવાનું જ છે તો આ જીવેષણાની ઘેલછા છોડવી જોઇએ. જે વ્યક્તિ જીવેષણા છોડે છે તે જ સાચી અહિંસક છે. કારણકે જો મારો જીવવાનો કોઇ આગ્રહ જ ના હોય તો હું કોઇના જીવનનો નાશ કરવાનો વિચાર જ ન કરું. એટલે મહાવીરના અહિંસા સૂત્રના પ્રાણમાં પ્રવેશ કરવો હોય તો સૂત્ર છે ‘જીવેષણાનો ત્યાગ.’ એનો એવો અર્થ નથી કે મહાવીરની મરવાની આકાંક્ષા છે. હા આવી ભ્રાંતિ આ ચર્ચામાંથી થઇ શકે તેવી છે.
८७
'
આ વીસમી સદીમાં ફ્રોઇડે, માનવીના અંતરમાં પડેલી બે આકાંક્ષાઓને પકડી છે. એક આકાંક્ષા જીવેષણાની અને બીજી છે મૃત્યુની એષણા. ફ્રોઇડે એકનું નામ આપ્યું છે. ‘EROS-જીવનની ઇચ્છા,’ બીજી આકાક્ષાનું નામ આપ્યું છે ‘THANATOS-મૃત્યુની ઇચ્છા.’ ફ્રોઇડ કહે છે કે જીવવાની ઇચ્છા રોગિષ્ટ બને છે ત્યારે તે મૃત્યુની ઇચ્છામાં બદલાઇ જાય છે. આ વાત સાચી છે. લોકો આત્મહત્યા કરે છે. તો શું લોકો આત્મહત્યા કરે તો મહાવીરને ગમશે? જો જીવેષણા ખોટી હોય તો મૃત્યુ લાવવાની કોશિશ ઉચિત લેખવી જોઇએ. ફ્રોઇડે કહ્યું કે જેની જીવેષણારૂગ્ણ બની જાય છે તે મૃત્યુની આકાંક્ષાને કારણે મરે છે. એ લોકો પોતાને મારી નાખવાના પ્રયત્નમાં લાગી જાય છે. લોકોને આત્મહત્યા કરવાની કોશિશ કરતા પણ આપણે જોઇએ છીએ. પરંતુ આ વિશે મહાવીરની સમજ ફ્રોઇડ કરતાં વધારે ઊંડી છે. મહાવીર કહે છે, આત્મહત્યા કરનાર પણ જીવેષણાથી જ પીડાતો હોય છે. આ વાત સમજવા જેવી છે.
એવા માણસો આત્મહત્યા નથી કરતા જેની જીવેષણા નષ્ટ થઇ ગઇ હોય. જીવવું તો છે બધાને, પરંતુ પોતાની શરતો મુજબ જીવવું છે. મને એક સ્ત્રી ગમી છે, તે મળે તો જીવવું છે, નહી તો પ્રાણત્યાગ કરવો છે. એના વિના જીવી નહી શકાય. એ સ્ત્રી જો મળી જાય તો મરવું નથી. મારી ઇચ્છા છે કે અનન્ય યશ અને પ્રતિષ્ઠાપૂર્વક હું જીવું. જો મારી પ્રતિષ્ઠા ને આબરૂનો નાશ થાય તો આત્મહત્યા બહેતર છે. નસીબજોગે પ્રતિષ્ઠા પાછી આવે, આબરૂ પાછી સચવાઇ જાય, તો મોતની છેવટની ઘડીમાંથી પણ પાછો ફરી શકું તેમ છું. કોઇનું ધન સટ્ટા જુગારમાં ખલાસ થઈ જાય, દેવાળું નીકળે, મોટું પદ મળ્યું હોય તે છીનવાઇ જાય, તો માણસ આપઘાત કરવા તૈયાર છે. આનો શું અર્થ છે?
મહાવીર કહે છે કે આવા શરતી આપઘાત કાંઇ મૃત્યુની ઇચ્છામાંથી જન્મતા નથી. આ તો જીવવાનો પ્રબળ આગ્રહે છે કે હું અમુક રીતે જીવીશ, નહિ તો મરી જઇશ. અમુક સ્ત્રી સાથે જ