________________
નમો અરિહંતાણમ્: મંત્ર
આપણા જીવનમાં મૂલ્ય શેનું છે તે નક્કી કરવાનું છે. જો ધનનું મૂલ્ય હોય, તો એક પૈસાનું મૂલ્ય છે અને કરોડનું પણ છે. જો ધનનું મૂલ્ય ન હોય તો એક પૈસાનું પણ નથી અને કરોડ રૂપિયાનું પણ નથી. જો જીવન જ નિર્મૂલ્ય હોય તો મૃત્યુનું કોઇ મૂલ્ય રહેતું નથી. જો જીવન જ નિર્મૂલ્ય હોય તો જીવન સાથે જોડાયેલો જે વિસ્તાર છે, તેનું શું મૂલ્ય? જેનું જીવન નિર્મૂલ્ય છે, એને માટે મહેનતનું કોઇ મૂલ્ય છે? ધનનું બધું મૂલ્ય જીવનની સુરક્ષા માટે છે. જેનું જીવનનિર્મૂલ્ય છે, તેને માટે ધન, પદ, ઇત્યાદીનું કોઇ મૂલ્ય નથી. પદનું મૂલ્ય પણ જીવનની સુરક્ષા માટે જ છે.
૯૩
જીવનનું મૂલ્ય શૂન્ય થઈ જાય તો આખા જીવનના વિસ્તારનું મૂલ્ય પણ શૂન્ય થઇ જાય છે. બધી માયા જ નષ્ટ થઇ જાય. જેટલું જીવન બચાવવાનું જરૂરી લાગે એટલું મૃત્યુથી બચવાનું પણ જરૂરી લાગશે. જ્યારે જીવન અને મૃત્યુ બંનેનું મૂલ્ય શૂન્ય હશે ત્યારે અમૃતનાં દ્વાર ઊઘડી જશે. એક મહાજીવન, એક પરમજીવન કે જેનો કોઇ અંત નથી તે ત્યારે સમજાશે.
એટલે મહાવીર કહે છે કે ‘ અહિંસા ધર્મનો પ્રાણ છે”, અહિંસાથી અમૃતનાં દ્વાર ઉઘડે છે. એનાથી જેનો અંત નથી અને આદિ નથી, જેને કોઇ બીમારી આવતી નથી, જેના પર કોઇ દુઃખ અને પીડા ઊતરતાં નથી અને જ્યાં કદી કોઇ મૃત્યુ આવતું નથી, તે આત્માને જાણી શકાય છે. મહાવીરને મૃત્યુવાદી કહી શકાય તેમ નથી. મહાવીર જેવો અમૃતની શોધ કરનાર કોઇ બીજો છે જ નહીં. અમૃતની શોધ કરતાં કરતાં જ મહાવીરને સમજાયું છે કે અમૃતની શોધમાં જીવેષણા એક મોટી અડચણ છે.
જીવેષણા અડચણ છે, કારણકે જીવવાની ઇચ્છા અને જીવવાની કોશિશમાં, વાસ્તવિક જીવનની શોધ અધુરી રહી જાય છે.
મુલ્લા એક ગામ તરફ ઝડપથી જઇ રહ્યો હતો. એને એક વ્યાખ્યાન આપવાનું હતું. રસ્તામાં એક માણસે એને પૂછ્યું, ‘મુલ્લા ! પેલી મસ્જિદમાં ધર્મ વિશે બોલવાના છો કે ઇશ્વર વિશે. એણે ફરીથી પૂછ્યું, ઇશ્વર સબંધે તમારા શું વિચારો છે?’
મુલ્લાએ કહ્યું, ‘મને હમણાં વિચાર કરવાની ફુરસદ નથી. મને ખોટા બકવાસમાં ન ખેંચી જાવ.’ બોલવાની ફિકરમાં માણસ વિચારવાનું હંમેશાં ભૂલી જાય છે. કેમ-કેટલું દોડવું એ વિચારમાં, માણસ હંમેશાં એને ક્યાં પહોંચવાનું છે તે ભૂલી જાય છે. કમાવવાની ચિંતામાં માણસ શેને માટે કમાવા માગે છે તે ભૂલી જાય છે. જીવવાની કોશિશમાં માણસ શા માટે જીવવું છે તેનો ખ્યાલ કરતો નથી. શા માટે માણસ પૈસા બચાવી રહ્યો છેતે ભૂલી જાય છે, અને બચાવવામાં એટલો મશગુલ થઇ જાય છે કે બચાવવું એ જ ‘END UNTO ITSELF' સ્વયં ધ્યેય બની જાયે છે.
ધન એકઠું કર્યા પછી તે શા માટે કર્યું છે તે ભુલાઇ જાય છે. એકઠું કરવું એ જ લક્ષ્ય બની જાય છે. ધન એકઠું કરતાં કરતાં એ મરણ પામે છે. એને એકઠું કરવામાં જ મજા આવી રહી હતી. એવી જ
1