________________
અહિંસા એટલે જીવેષણાનું મૃત્યુ
મૂલ્યનહી હોયતોમુત્યુનું મૂલ્ય પણ સમાપ્ત થઈ જશે. જેના ચિત્તમાં જીવનનું અને મૃત્યુનું મૂલ્ય નથી, તે શું કોઈને મારવા તત્પર થશે? તે કોઈને સતાવવામાં રસ લેશે? જેટલું મૂલ્ય આપણે એક ચીજને આપીએ, તે ચીજ સાચવવાની જવાબદારી આપણે સ્વીકારવી રહી. મેં સાંભળ્યું છે કે એક અંધારી રાતે, મુલ્લા નસરૂદીન એક ગામ પાસેથી પસાર થતો હતો. એવામાં એના પર ચોરોએ હુમલો કર્યો. મુલ્લા નસરૂદીને સમગ્ર જીવનની બાજી લગાવી દીધી. એટલા જોશથી લડ્યા કે જે એ ચાર ચોરો ન હોત, તો કદાચ એકાદ ચોરની એણે હત્યા કરી નાખી હોત. એ ચાર ચોર આક્રમણ કરવાનું ભૂલી ગયા, પોતાની જાતને બચાવવાની કોશિશમાં લાગી ગયા. પરંતુ આખરે એ ચાર જણા હતા, એટલે કલાકો સુધીની લડાઈ પછી મહામુશ્કેલીથી નસરૂદીનને કાબુમાં લઈ શક્યા. જ્યારે નસરૂદીનનાં ખિસ્સાં તપાસ્યાંત્યારે એમાંથી માત્ર એક પૈસો મળ્યો. એ ચાર ચોર ખૂબ અચંબામાં પડી ગયા. એક પૈસાને બદલે નસરૂદીનના ખિસ્સામાં જો એક આનો હોત, તો નસરૂદ્દીન કેટલો વધારે ઝૂઝીને લડ્યો હોત! આપણો કોઈનો જાન સલામત ના રહેત. એમણે નસરૂદીનને કહ્યું કે “અરે! એક પૈસા માટે આટલું લડ્યો! હદ કરી નાખી તે. તારા જેવો બીજો માણસ અમે જોયો નથી. તું ખરેખર એક ચમત્કાર છે!' મુલ્લાએ કહયું કે “લડવાનું કારણ છે. પૈસાનો સવાલ જ નથી. મારે મારી ખાનગી આર્થિક પરિસ્થિતિ તમારા જેવા અજાણ્યા માણસો સામે ખુલ્લી કરવી નહોતી. બીજું કોઈ કારણ નથી. સવાલ છે મારી આર્થિક હાલતનો, તમારા જેવા અજાણ્યા સામે ભારે પ્રગટ કરવી નહોતી. સવાલ એક પૈસાનો નથી, પૈસાના મૂલ્યનો છે. મારા પાસે એક પૈસો છે કે કરોડ રૂપિયા, તે પ્રશ્ન જ નથી. જો પૈસાનું મૂલ્ય હોય તો પછી તે એક પૈસો હોય કે કરોડ હોય, શું ફરક પડે છે? જો કરોડનું મૂલ્ય હોય, તો એકનું પણ છે.” મેં બીજી વાત પણ સાંભળી છે. મુલ્લા એક અજાણ્યા દેશમાં ગયો. ત્યાં એક લિફ્ટમાં એક ઊંચા મકાનમાં ચઢી રહ્યો હતો. લિફ્ટમાં એક સુંદર સ્ત્રી હતી. એણે એ સ્ત્રીને પૂછ્યું કે “તારો શું ખ્યાલ છે, સો રૂપિયામાં તારો સાથ મળી શકે તેમ છે ?' પેલી સ્ત્રી ચમકીને જોઈ રહી, એણે કહ્યું કે “ભલે’, મુલ્લાએ કહ્યું કે “પાંચ રૂપિયા ચાલશે?' પેલી સ્ત્રીએ ખીજાઈને કહ્યું કે “તું મને શું સમજે છે ?' મુલ્લાએ કહ્યું કે “એ તો આપણે નક્કી કરી લીધું. હવે સવાલ માત્ર ભાવનો છે. તું કોણ છે એ તો નક્કી થઈ ગયું. મેં તો સો રૂપિયાની વાત કરીને તું કોણ છે, તે નક્કી કરી લીધું. હવે આપણે તારો ભાવ નક્કી કરીએ. જે સ્ત્રી સો રૂપિયામાં વેચાઈ શકે છે, તો પાંચ રૂપિયામાં કેમ ન વેચાય? તું કોણ છે એ વિશે ચર્ચા કરવાની જરૂર નથી. હવે તો મારે મારા ખિસ્સા તરફ નજર કરીને ભાવનક્કી
કરવાનો છે.”