________________
નમો અરિહંતાણમ:મંત્ર
-
૯૫
કારણભૂત નથી, પરંતુ વિધાયકતા કારણભૂત છે. બધું જ સ્વીકાર્ય હોય, ત્યાં નિષેધ ટકી શક્તો નથી. કોઈ મહાવીરને મારવા આવે તો તે માટે મહાવીર તૈયાર છે. આ તૈયારી માટે પણ મહાવીરનો કોઈ પ્રયત્ન નથી. એટલો પ્રયત્ન પણ જીવનની આંતરિક આકાંક્ષામાંથી પેદા થાય છે. મહાવીર કોઈ વિચારપૂર્વક તૈયારી કરીને કહેતા નથી કે ઠીક છે. હવે મારો. જાણે પોતે હયાત ન હોય એ રીતે મૃત્યુ માટે પણ હંમેશાં મહાવીરતૈયાર રહે છે. આ રીતે તૈયાર હોવાનું એક બીજું પાસું છે. જેટલા બળપૂર્વક આપણે આપણી જાતને બચાવવા ઈચ્છતા હોઈએ એટલા જ બળપૂર્વક, આપણે આપણી વસ્તુઓનો બચાવ પણ કરવા માગીએ છીએ. ઝવેષણા મારાપણાનો વિસ્તાર છે. આ મારું છે, આ પિતા મારા છે, આમા મારી છે, આ ભાઈ મારો છે, આ પત્ની મારી છે, આ મકાન મારું છે કે આ ધન મારું છે. આ મારાપણાનો વિસ્તાર છે. આપણી ચારે તરફ સ્વબચાવ માટે, આપણે એક મોટી જાળ ઊભી કરીએ છીએ. એટલા માટે આ જાળ ઊભી કરીએ છીએ કે મારાપણાનો પહેરો હોય તો આપણો “” બચે. જો મારું કાંઈ ના હોય તો સાવ નિપટ એકલા આપણે ખૂબ જ ભયભીત બની જઈશું. જો મારું કોઈ હોય તો એક સુરક્ષા છે. એટલે જેટલી વધુ ચીજવસ્તુઓ આપણે એકઠી કરીએ છીએ એટલા અક્કડ આપણે ચાલીએ છીએ. લાગે છે કે હવે મારું કોઈ કાંઈ બગાડી શકે તેમ નથી. પરંતુ આપણી માનેલી કોઈ એકાદ ચીજ પણ આપણી પાસેથી છીનવાઈ જાય તો કોઈ ઊંડા અર્થમાં આપણને મૃત્યુનો અનુભવ થાય છે. આપણી મોટરકારને અકસ્માતમાં નુકસાન થાય ત્યારે માત્ર એ મોટરકાર તૂટતી નથી, પરંતુ આપણી અંદર પણ કાંઈ તૂટે છે. પત્ની મરી જાય ત્યારે માત્ર પત્ની મરતી નથી, પતિની ભીતરમાં પણ કાંઈક ઊંડે ઊંડે મરતું હોય છે. એક ખાલીપો પેદા થાય છે. ખરી પીડા પત્નીના મરવાથી નથી, પરંતુ મારો જે વિસ્તાર છે, તે ઓછો થવાથી થાય છે. સુરક્ષામાં એક ગાબડું પડ્યું. સુરક્ષા જે ચારે બાજુ રચાયેલી હતી, તેમાં એક ગાબડું પડવાથી જાણે ત્યાંથી જ હુમલો થવાની શક્યતા વધી ગઈ. મારા એક મિત્ર હતા. એની પત્ની મરી ગઈ, તો આખા મકાનમાં ભીંતો પર, બારી-બારણાં પર, પત્નીનાં ચિત્રો લગાડી દીધાં. કોઈને એ મિત્ર મળતા નહોતા, માત્ર પત્નીની તસવીરો જોયાકરતા હતા. એના એક મિત્રે મને કહ્યું કે “આવો પ્રેમ મેં આ પહેલાં ક્યારેય જોયો નહોતો, ખૂબ અભૂત પ્રેમ છે.” મેં કહ્યું, ‘કોઈ પ્રેમ જેવું છે જ નહીં. આ માણસ ખૂબ ભયભીત છે. કોઈ બીજી સ્ત્રી એના જીવનમાં પ્રવેશ કરી શકે તેમ છે. માટે આ તસવીરો ચારે તરફ લગાવી એક પ્રકારનો પત્નીનો ચહેરો પોતાની આગળ-પાછળ ઊભો કરી રહ્યો છે.” પેલા મિત્રે કહ્યું, ‘તમે કેવી વાત કરો છો ?' મેં કહયું, “ચાલો હું પુરવાર કરું, હું એને ઓળખું છું.”