________________
નમો અરિહંતાણમ્ મંત્ર
થાઓ છો. પરિણામે, તમને જે નવો અનુભવ થાય છે તેમાંથી ક્ષણભર સુખ મળતું હોય એવું લાગે છે. પરંતુ જેઓ હંમેશા માટે પોતાના અંતરમાં જીવતા હોય છે, ‘તેઓ માટે મહાવીર કહે છે કે તેઓ પરમ મંગલ અને પરમ આનંદને પ્રાપ્ત થાય છે.'
૭૩
આપણે જેને જીવન સમજ્યા છીએ તે દુ:ખ છે, અનુભવ જો પ્રગાઢ થઇ જાય તો જેની પાછળ આપણે દોડી રહ્યા છીએ, તે આપણને માત્ર નર્કમાં લઇ જશે, એ સ્પષ્ટ થઇ જાય છે. મહાવીરવાણીનું અર્ધું સત્ય આપણા અનુભવમાં આવી જશે. પરંતુ એટલું ખ્યાલમાં રાખજો કે કોઇ પણ સત્ય અ હોતું નથી. સત્ય તો હંમેશાં પૂરું જ હોય છે. જો અર્ધું સત્ય સમજાય જાય તો બાકીનું અર્ધ સત્ય આજે નહી તો કાલે, જરૂર અનુભવમાં આવી જશે.
અર્ધું સત્ય આપણે જાણીએ છીએ તે એ છે કે બીજી વ્યક્તિ કે બીજી વસ્તુ દુઃખ આપે છે. કામના દુઃખ છે, વાસના દુઃખ છે કારણકે કામના અને વાસના હંમેશા બીજાની પાછળ દોડનાર ચિત્તનું નામ છે. વાસનાનો અર્થ છે, બીજા તરફ દોડતી ચેતનધારા, ભવિષ્યોન્મુખ જીવનનૌકા. બીજામાંથી જો દુ:ખ જ મળતું હોય તો એના તરફ દોરી જનાર નર્કનો સેતુ છે. એને જ મહાવીરે વાસના નામ આપ્યું છે. એને જ બુદ્ધ તૃષ્ણા કહે છે. આપણે ગમે તે નામ આપીએ, પરંતુ બીજી વ્યક્તિઓ અને વસ્તુઓ પાછળ દોડવાનું, જે આપણી શક્તિનું વર્તન છે, તેનું નામ જ વાસના છે, તે જ દુ: ખ છે. આનંદ અને મંગલ એ ધર્મનો સ્વભાવ છે. જ્યારે આપણી વાસના ક્યાંય નહી દોડતી હોય ત્યારે આનંદ મળશે. વાસનાની દોડ અટકી જવામાં આત્માનું અસ્તિત્વ છે. વાસનાની દોડમાં આત્માનું ખોવાપણું છે. જે ક્યાંય દોડતી નથી જે સ્વયંમાં સ્થિર છે. તે શક્તિનું નામ છે આત્મા.
સૂત્રના બીજા હિસ્સામાં મહાવીર કહે છે, કયો ધર્મ ? અહિંસા, સંયમ અને તપ. ચારે બાજુ દોડતી ઊર્જાને સ્થિર કરવાની વિધિનાં નામ છે, અહિંસા, સંયમ અને તપ. જે વાસના બહાર દોડી રહી છે, તે કેવી રીતે બીજા તરફ દોડતી અટકી જાય ? દોડતી બંધ થઇ જાય ત્યારે તે સ્વયંમાં સ્થિર થઇ જશે, સ્વયંમાં રમણ કરશે. જાણે કોઇ જ્યોતિ હવામાં પણ નિષ્કપ બની ગઇ.
ધર્મ એ સ્વભાવ છે. બીજો અર્થ ધર્મ વિધિ છે, સ્વભાવ સુધી પહોંચવાની. આપણે આપણા સ્વભાવથી વ્યુત થઇ ગયા છીએ, ભટકી ગયા છીએ. માટે ફરી તે તરફ પાછા વળવાની વિધિ એ ધર્મ છે. આપણે જો સ્વભાવમાં સ્થિર હોઇએ તો પાછા વળવાનો પ્રશ્ન ઊભો થતો જ નથી. સ્વસ્થ માણસ ચિકિત્સકને પોતે સ્વસ્થ છે કે નહીં તે પૂછવા જતો નથી. સ્વસ્થ માણસ જો પૂછવા જાય તો એમ સમજવું કે એ બીમાર થઇ ચૂક્યો છે. ખરેખર તો જ્યાં સુધી બીમારી આવતી નથી ત્યાં સુધી સ્વાસ્થ્યનો ખ્યાલ આવતો નથી.
કન્ફ્યુશિયસ લાઓત્સેને મળવા આવ્યો ત્યારે એણે પૂછ્યું, ‘ધર્મને પ્રાપ્ત થવાનો ઉપાય બતાવો.’ લાઓત્સેએ કહ્યું, ધર્મને લાવવાનો ઉપાય ત્યારે કરવો પડે જ્યારે અધર્મ આવી ચૂક્યો હોય. તમે અધર્મને છોડવાનો ઉપાય કરો તો ધર્મ એની મેળે આવી જશે. સ્વાસ્થ લાવવાને કોઇ ઉપાય થઇ શક્તો