________________
નમો અરિહંતાણમ્: મંત્ર
છીએ. આ ભ્રાંતિનો આધાર એક બીજી ભ્રાંતિ પર છે કે આપણે બીજા થી દુ:ખ પામી શકીએ છીએ કે બીજાથી સુખ પામી શકીએ છીએ કે આપણે બીજાને સુખ આપી શકીએ છીએ. આ બન્ને ભ્રાંતિ એક જ આધાર પર ઊભી છે. જો તમે બીજાંને દુ: ખ આપી શકતા હો, તો શું તમે એમ માનો છો કે તમે મહાવીરને પણ દુ: ખ આપી શકો ?
૭૫
ના, તમે મહાવીરને દુ:ખ ન આપી શકો. કારણકે મહાવીર દુ: ખ લેવા માટે રાજી નથી. તમે તેને જ દુઃખ આપી શકો, જે દુઃખ લેવા તૈયાર હોય. તમને એ વાત જાણીને આશ્ચર્ય થશે કે તમે દુ: ખ લેવા માટે એટલા ઉત્સુક છો કે જેનો કોઇ હિસાબ નથી. તમે જાણે પ્રાર્થના કરી રહ્યા છો કે તમને કોઇ દુ:ખ આપે. આ વાત સીધેસીધી સમજાય તેવી નથી. એને માટે અંતરમાં થોડી ખોજ કરવી પડશે. કોઇ માણસ તમારી ચોવીસે કલાક પ્રશંસા કરે તો તમને ખાસ કાંઇ સુખ નહીં મળે, પરંતુ જો કોઇ તમને એક ગાળ આપે તો તે તમને તમારી આખી જિંદગીભર યાદ રહેશે અને દુઃખ આપ્યા કરશે. કોઇ માણસ તમારી વર્ષો સુધી સેવા કરે તો તેનું તમને ખાસ સુખ નહીં મળે, પરંતુ તે તમારી વિરુદ્ધ કોઇ ફરિયાદ કે ખરાબ શબ્દો વાપરશે તો તમને એનું એટલું બધું દુઃખ થશે કે અગાઉ મળેલું થોડું સુખ પણ વ્યર્થ થઇ જશે એનાથી શું સિદ્ધ થાય છે ?
એનાથી એ જ સિદ્ધ થાય છે કે તમે જેટલા સુખ લેવા માટે આતુર નથી તેટલા દુ: ખ લેવા માટે આતુર છો. એટલે કે તમારી ઉત્સુકતા જેટલી દુ:ખ લેવામાં છે એટલી સુખ લેવામાં નથી. કોઇએ મને ઓગણીસ વાર નમસ્કાર કર્યા હોય પણ એક વાર નમસ્કાર ન કર્યા હોય તો મેં ૧૯ વાર થયેલા નમસ્કારમાંથી જેટલું સુખ નહીં લીધું હોય તેનાથી અનેકગણું દુ:ખ હું એક વાર નમસ્કાર ન મળ્યાથી ભોગવીશ. આશ્ચર્યની વાત છે ! ખરેખર તો તમને એ વ્યક્તિ વીસ વાર નમસ્કાર ન કરે, ત્યારે હિસાબ બરાબર થાય. એટલે વીસ વાર નમસ્કાર ન કરે ત્યાં સુધી તો દુ: ખ લેવાને કોઇ કારણ જ નથી. પરંતુ નાની નાની વાતો દુ:ખ આપી જાય છે.
આપણે દુ:ખ લેવા માટે આટલા બધા સંવેદનશીલ કેમ છીએ? એનું એક જ કારણ છે કે આપણે બીજા પાસેથી એટલું બધું સુખ મેળવવા ઇચ્છીએ છીએ કે એ ઇચ્છા જ આપણા માટે દુઃખ પ્રાસ થવાનો દરવાજો બની જાય છે. બીંા પાસેથી સુખ તો મળતું જ નથી, મળી શકતું નથી, પરંતુદુ:ખ મળી શકે છે જે આપણે લીધા કરીએ છીએ. બીજાંને દુઃખ ન દેવું એવો અહિંસાનો અર્થ છે એમ મહાવીર નથી કહેતા. બીજો દુ:ખ લેવા ન માગતો હોય તો એને દુ:ખ કેવી રીતે આપી શકાય; અને જે દુ:ખ લેવો માગતો હોય અને એને કોઇ દુ:ખ નહી આપે તોપણ એ લઇ લેશે. એવી વ્યક્તિ તમારી રાહ જોઇને બેસી નહીં રહે. જેને દુઃખ લેવું છે તે આકાશમાંથી પણ દુઃખ લઇ લેશે. એવા લોકો અતિ કલ્પનાશીલ હોય છે. તેઓ એવા અવિષ્કાર કરે છે જેનો કોઇ જોટો નહીં મળે. તેઓ તમારા ઊઠવામાંથી, બેસવામાંથી, ચાલવામાંથી, કોઇ પણ ચીજ માંથી દુ:ખ ગ્રહણ કરી લેશે. તમે નહીં બોલો તોપણ દુ:ખી થશે, તમે ચુપ રહેશો તો ય દુ:ખી થશે કે તમે ચુપ કેમ બેઠા છો ?