________________
ધર્મ એટલે સ્વભાવમાં સ્થિર રહેવુંતે
આપણે આપણી પોતાની જાતમાંથી, સ્વયંમાંથી પસાર થઇએ છીએ. એક મકાન બદલીને બીજા મકાને જઇ રહયા છીએ. આ મકાન બદલીને, બીજા મકાનમાં ઠરીઠામ થતા પહેલાં, કેટલીક ક્ષણ આપણે અવ્યવસ્થિત થઇ જઇએ છીએ. નથી આ મકાન હોતું, નથી હોતું બીજું મકાન. વચમાં થોડી ક્ષણો એ મકાનમાં પહોંચી જઇએ છીએ જે આપણી ભીતર બિરાજમાન છે. ત્યારે એ વચલી ક્ષણોમાં, થોડી સુખની ઝલક મળી જાય છે.
ર
ત્યારે તમે એમ વિચારો છો કે આ સુખની ઝલક નવા મકાનમાં આવવાને કારણે મળી છે કે આ નવા ‘હવા ખાવાના’ સ્થળે આવેલી ગિરી કંદરાઓના એકાંતને કારણે મળી છે, કે કોઇ સંગીતની ધૂન સાંભળીને મળી છે. કોઇ નાટક જોવાથી સુખની ઝલક મળી હોય તો તે પણ ભ્રમ છે. એક ને એક નાટક બે ત્રણ વાર જુઓ. ચોથે દિવસે સુખ નહીં મળે કારણકે તમે નાટકથી ટેવાઇ ગયા હશો, પરિચિત થઇ ગયા હશો. હજી વધુ વખત નાટક જોવા લાગશો તો તમને લાગશે કે હવે તમે તમારી સાથે હિંસા આદરી રહયા છો. એક પત્નીને બદલી બીજી પત્ની મળતાં જે ક્ષણિક સુખનો અનુભવ થાય છે, તેનું મુખ્ય કારણ એક ફેરફાર છે. જ્યારે જ્યારે કોઇ ચીજ બદલીએ ત્યારે એક ક્ષણ માટે આપણે આપણા ભાનમાંથી પસાર થવું પડે છે. આપણા ભીતરમાંથી પસાર થવું પડે છે. એ જ એકમાત્ર કારણ આપણા ક્ષણિક સુખનું છે.
જ્યારે હું કોઇ એક ચીજથી છૂટું અને બીજી સાથે જોડાઉ ત્યારે એ વચલી ક્ષણમાં હું મારા પોતાનામાં જ રહી શકું. એ આપણા પોતાનામાં રહેવાની ક્ષણ સુખ આપે છે, પરંતુ તે સુખ લાગે છે એવું કે જાણે બીજામાંથી મળ્યું હોય. બધું પરિવર્તન સારું લાગે છે, એમાં આપણે થોડા વધુ જાગ્રત હોઇએ છીએ. માટે જ માણસ શહેરથી કંટાળી જંગલમાં જાય છે, જંગલનો માણસ શહેરમાં આવે છે ભારતમાં રહેનાર યૂરોપ જાય છે, યૂરોપમાં રહેનાર ભારતમાં આવે છે. બન્નેને એ પરિવર્તનની ક્ષણમાં મઝા આવે છે. પરંતુ જ્યારે ભારતીયો, કોઇ પશ્ચિમીને ભારતમાં પોતાની વચમાં આવેલો જુએ છે ત્યારે આશ્ચર્ય પામે છે કે અહીં ભારતમાં, સુખની શોધમાં પશ્ચિમી આવે છે ? વૈજ્ઞાનિક કહે છે કે કોઇ પણ નવી ચીજથી પરિચિત થવામાં સમય લાગે છે. એ પરિચિત થવાની પ્રક્રિયામાં જાગૃતિ વધુ રહે છે. પરિચિત થઇ જતાં એક પ્રકારની યાંત્રિકતા આવે છે. કંટાળાની, દુ:ખની શરૂઆત થાય છે.
ગોકલિને એક પુસ્તક લખ્યું છે, જેનું નામ છે ‘ધી કોસ્મિક ક્લોક’. એણે લખ્યું છે કે આખું અસ્તિત્વ એક ઘડિયાળની જેમ ચાલે છે. માનવીનું વ્યક્તિત્વ પણ એક ઘડિયાળની જેમ ચાલે છે. કાંઇ પણ પરિવર્તન થાય છે ત્યારે એ ઘડિયાળ ડામાડોળ થઇ જાય છે. તમે પૂર્વમાંથી પશ્ચિમમાં જાવ છો ત્યારે તમારા શરીરના સમયની ઘડિયાળ અસ્તવ્યસ્ત થઇ જાય છે ત્યાં બધું બદલાઇ જાય છે. સૂર્યનો ઊગવાનો અને આથમવાનો સમય બદલાય છે. એ એટલી તેજ ગતિથી બદલાય છે કે આપણા શરીરને એની ખબર નથી પડતી, એટલે એક પ્રકારની અરાજકતાની ક્ષણો ઊભી થાય છે અને એ ક્ષણોમાં તમે અનિવાર્યરૂપે, થોડા વખત માટે, તમારા અંતરમાંથી પસાર