________________
નમો અરિહંતાણમ્: મંત્ર
બધા કહેતા મહાવીરને કે આટલું સુખ છોડીને ક્યાં જઇ રહ્યા છો? એવું પૂછનારા એવા લોકો હતા કે જેમનું ભવિષ્ય હજી કાયમ છે. એ લોકો મહાવીરને પાગલ સમજે છે. જે મહેલ પાછળ એ લોકો દીવાના છે, તે મળી જતાં જાણે તેઓને મોક્ષ મળી જશે એવું માનનારા પૂછી રહ્યા છે મહાવીરને કે, પાગલ થઇ ગયા છો, આવો સુંદર મહેલ છોડીને કેમ જઇ રહયા છો? કહેવાતા ડાહ્યા માણસોએ મહાવીરને સમજાવવા ઘણો પ્રયત્ન કર્યો– પરંતુ એમની અને મહાવીરની વચ્ચે, જાણે ભાષાનો સંબંધ તૂટી ગયો હોય એવું બન્યું. બન્ને એક જ ભાષા બોલી શકતા ન હતા કારણકે એ લોકોનું ભવિષ્ય હજી બાકી હતું અને મહાવીરનું કોઇ ભવિષ્ય બચ્યું ન હતું.
૬૯
જે વ્યક્તિ ભવિષ્ય તરફ નજર રાખીને જ આગળ વધે છે, તે કદી ધાર્મિક બની શક્તી નથી, કારણકે એ વ્યક્તિ અનુભવનો લાભ નહીં લઇ શકે. ભવિષ્યમાં કોઇ અનુભવ નથી. અનુભવ તો ભૂતકાળમાં હોય છે. પાછળ ભૂતકાળમાં નજર નાખતી વખતે આપણે એ ભૂલી જઇએ છીએ કે જ્યારે તે ભૂતકાળમાં, તે જ સ્થળો પર આપણે હતા ત્યારે શું વિચારતા હતા? માણસની યાદદાસ્ત ખૂબ પાંખી છે. આપણને ખ્યાલ નથી રહેતો કે જે સુંદર કપડાં આજે આપણે પહેર્યાં છે, તે ગઇકાલે આપણી પાસે નહોતાં ત્યારે આખી રાત ઊંઘ આવી ન હતી. કોઇ બીજાએ એવાં કપડાં પહેર્યાં હતાં અથવા કોઇ દુકાનમાં કે ‘શો-વિન્ડો’માં હતાં અને એવાં કપડાં પહેરવાની આપણી
ઇચ્છા જાગી હતી. એટલે રાત્રે ઊંઘ આવી ન હતી. મનમાં એ કપડાંની કલ્પના એક પ્રકારની ગલીપચી ઊભી કરતી અને જાણે એ કપડાં શરીર પર પહેરાશે ત્યારે તો કોઇ ક્રાંતિ થઇ જશે ! જાણે કોઇ સ્વર્ગ ઊતરી આવશે પરંતુ આજે જ્યારે એ કપડાં પહેર્યા છે ત્યારે એ બધી કલ્પના વીસરાઇ ગઇ છે. કોઇ સ્વર્ગ ઊતર્યું નથી, કોઇ ક્રાંતિ પેદા થઇ નથી. તમે એટલા જ દુ:ખી છો આજે. હાં, કદાચ બીજી કોઇ ‘શો-વિન્ડો’માં તમારું સુખ લટકતું હશે ! હવે તે કપડાં તમારી ઊંઘ ખરાબ કરી રહ્યાં હશે!
પાછું વળીને ધ્યાનથી જોતાં એમ સમજાશે કે જે સુખો મળશે એવું વિચાર્યું હતું તે બધાં દુઃખ સિદ્ધ થયાં. એવું એક પણ સુખ નહીં બતાવી શકો કે જે સુખ આપશે એમ વિચાર્યું હતું ને તેણે સુખ આપ્યું હોય. છતાં અપાણે રોજેરોજ આવતી કાલ માટે કલ્પનાઓ ઘડીએ છીએ અને આયોજન કરીએ છીએ. આવા માનવીને મહાવીર મૂઢ કહે તો એમાં તથ્ય છે, બીજી મૂઢતા શું હોઇ શકે? જે ખાડામાં હું ગઇ કાલે પડયો હતો, તેવા જ બીજે રસ્તે આવેલા ખાડાની હું શોધમાં છું. એવું પણ નથી કે ગઇ કાલે એક જ વાર ખાડામાં પડયો હતો, વારંવાર પડું છું.
મેં સાંભળ્યું છે કે મુલ્લા નસરુદ્દીન એક રાત્રે જરા વધારે દારૂ પીને ઘેર પાછો ફરી રહ્યો હતો. રસ્તા પર પોતાનું ઘર શોધવા ફાંફાં મારતો હતો. કોઇ ભલા માણસે એનો હાથ પકડીને એક મકાન બતાવી પૂછ્યું, ‘શું અહીં જ રહો છો ?”
મુલ્લાએ કહ્યું, ‘હા.’ ‘કેટલામે માળે રહો છો ?’ એણે કહ્યું ‘બીજે માળે.’ એ ભલો માણસ ઘણી