________________
નમો અરિહંતાણમ્:મંત્ર
એકસરખાં છે. વૈજ્ઞાનિક કોઈ બહારની વસ્તુ વિષે વિધાન કરે છે. એ વિધાન સમજવા માટે તર્ક કામ નથી આવતો, એના માટે પ્રયોગશાળામાં જવું પડે છે. સ્વાભાવિક રીતે વૈજ્ઞાનિકની પ્રયોગશાળા બહાર છે, કારણકે એનાં વિધાન બીજી વસ્તુઓના સંબંધમાં હોય છે. મહાવીરનાં વિધાનોની ચકાસણી માટે પણ પ્રયોગશાળામાં જવું પડે, પરંતુ મહાવીરની પ્રયોગશાળા પ્રત્યેક વ્યક્તિની ભીતરમાં છે. છતાં આપણે થોડું ઘણું તો સમજીએ છીએ કે મહાવીર જે કહેતા હશે તે ઠીક જ કહેતા હશે. આપણને તો ખબર નથી કે ધર્મમંગળ છે. પરંતુ આપણને એનો ચોક્કસ ખ્યાલ છે કે “અધર્મ અમંગળ છે. ઓછીમાં ઓછી એટલી તો ખબર છે જ. માત્ર આટલા જ જ્ઞાનથી બુદ્ધિમાન વ્યક્તિ પરમ જ્ઞાન સુધી પહોંચી શકે છે. ધર્મ મંગળ છે એનોતો આપણને ખ્યાલ નથી, પરંતુ અધર્મ આપણે કર્યો હોય છે તેની આપણને ખબર હોય છે, એ અમંગળ છે તેની આપણને ખબર છે. આ વિષે આપણે થોડો વિચાર કરીએ. શું આપણને ખબર છે કે જ્યારે પણ આપણા જીવનમાં દુઃખ આવે છે ત્યારે આપણને તે કોઈ બીજા તરફથી, કોઈ બીજાને કારણે આવતું હોય એવું લાગે છે? જ્યારે પણ આપણને કોઈ ચિંતા સતાવે છે ત્યારે તે આપણી અંદરથી નહિ, પરંતુ બહારના કોઈ કેન્દ્ર તરફથી આવતી દેખાય છે. હંમેશાં ચિંતાનું કેન્દ્રબહાર છે, પછી તે ધન હોય, બીમાર મિત્ર હોય, ડૂબતો ધંધો હોય, હારવાની શક્યતાવાળી ચૂંટણી હોય, કાંઈ પણ હોય. આપણા સિવાયનું કોઈ બીજું જ આપણા દુઃખનું કારણ બને છે. પરંતુ આપણા મનમાં એક બ્રાંતિ છે; એ તુટવાની જરૂર છે. ક્યારેક એમ પણ લાગે છે કે સુખ પણ બીજાને કારણે મળે છે. એટલી વાત તો ચોક્કસ લાગે છે કે દુઃખ કોઈ બીજાને કારણે મળે છે. પરંતુ એમ પણ બને છે કે કોઈ બીજુંઆપણા સુખનું કારણ બને.ચિંતા બીજાને કારણે આવે છે, દુઃખ પણ બીજાને કારણે આવે છે, પરંતુ સુખ પણ બીજામાંથી મળે છે, એવી આપણી ભ્રાંતિ છે. આ ભ્રાંતિ એટલા માટે ઊભી થાય છે કે આપણે માનીએ છીએ કે સુખ બીજામાંથી આવી શકે છે. એવી ભ્રાંતિ છે કે સુખ બીજામાંથી આવશે, એવી સંભાવના છે, પરંતુ એ સંભાવના હંમેશા ભવિષ્યમાં છે વળી બીજામાંથી દુ:ખ પણ એટલે જ મળે છે કે એ ભ્રાંતિમાં આપણે જીવી રહ્યા છીએ કે બીજામાંથી સુખ મળી શકે છે. જરા વધુ ઊંડા ઊતરીએ તો આ વાત સમજાશે. ક્યારેક કોઈ ક્ષણે બીજામાંથી સુખ મળી રહ્યું છે એવું તમે અનુભવ્યું છે? સુખબીજામાંથી મળશે એવું લાગે છે, પરંતુ સુખ ક્યારેય મળતું નથી. જે મકાન મળી જવાથી આપણને સુખ મળશે એમ લાગ્યું હોય, તે મકાન જ્યાં સુધી મળ્યું નથી ત્યાં સુધી મળશે એવી આશા છે પરંતુ જે દિવસે એ મકાન મળી જશે તે જ દિવસે એને લગતી ચિંતાઓ શરૂ થશે. હજી સુધી મકાનનું સુખ ભોગવ્યું નથી, પરંતુ મકાનને લગતા ઉપદ્રવોનું એક લિસ્ટ-યાદી-નજર સામે આવવાની શરૂ થશે. થોડા જ દિવસોમાં તમને ભાન થશે કે કેટલું બધું