________________
૬૬
ધર્મ એટલે સ્વભાવમાં સ્થિર રહેવું તે
માનશો. આ બધા માત્ર વિકલ્પો છે, ચીજોને બદલવાની પ્રક્રિયા છે. કાગળની એક હોડી ડૂબે તો કાગળની બીજી હોડી પણ ડૂબશે જ એવી પાકી સમજ આવવી જોઈએ. એક પત્નીમાંથી ન મળ્યું તો પત્નીમાત્રમાં નહીં મળે એ સમજાવું જોઈએ. એક પુરુષથી સુખ ન મળ્યું તો પુરુષમાત્રથી નહીં મળે એ સમજાવું જોઈએ. એક હોદ્દાથી સુખ ન મળ્યું. તો હોદ્દામાત્રથી નહીં મળે એ સમજાવું જોઈએ. મહાવીરની “ધર્મ મંગળ છે એ ઘોષણા કોઈ પરિકલ્પનાત્મક સિદ્ધાંત (hypothetical principle) નથી. કોઈ દાર્શનિક (philosophic) વક્તવ્યનથી. મહાવીર કોઈ દાર્શનિકનથી. હિગલ, કાન્ટકેબઢ઼ન્ડ રસેલ જે અર્થમાં દાર્શનિકો છે એવા કોઈ પશ્ચિમાત્ય અર્થમાં મહાવીર દાર્શનિક નથી. મહાવીરની ઘોષણા એક અનુભવ છે, એક તથ્યની સૂચના છે. મહાવીરે ધર્મમંગળછે. એમ વિચારીને કહ્યું નથી, એ પોતે જાણતા હતા કે ધર્મ મંગળ છે.' મહાવીરનું આ વક્તવ્ય કોઈ વિચારોના પરિણામરૂપે કહેવાયું નથી. પૂર્વના મહર્ષિઓનાં વક્તવ્યોનો પશ્ચિમની ભાષાઓમાં પહેલી વાર અનુવાદ થયો ત્યારે ત્યાંના વિચારકોને આશ્ચર્ય થયું. એરીસ્ટોટલથી લઈને આજ સુધીના પશ્ચિમી વિચારકોની વિચારવાની પદ્ધતિ મુજબ, તમે જે કાંઈ કહો તેનું તમારે કારણ આપવું જોઈએ. તમે જે વિધાન કરો તેનાં કારણો આપવાં જ પડે. મહાવીરે તો માત્ર કહી દીધું કે “ધર્મમંગલ છે.' પશ્ચિમી દાર્શનિકે આવું કહ્યું હોત તો એને એનાં કારણ આપવાં જ પડે. પરંતુ મહાવીર તો તુરત જ બીજું વિધાન કરે છે - ધર્મ મંગળ છે.' ક્યો ધર્મ? અહિંસા, સંયમ અને તપવાળો ધર્મ મંગળ છે. મહાવીરની જગ્યાએ એરીસ્ટોટલે આવુ વિધાન કર્યું હોત તો તરત જ એ ધર્મ મંગળ છે' એમ શા માટે કહે છે તે કહેવું પડત. મહાવીર તો કોઈ કારણ આપતા નથી, કોઈ પ્રમાણ રજુ કરતા નથી. અનુભૂતિ માટે કોઈ પ્રમાણ હોતું નથી. સિદ્ધાંતો રજૂ કરવાના હોય તો તેનાં પ્રમાણ આપવાં પડે. સિદ્ધાંતો તર્કબદ્ધ હોવા જોઈએ. અનુભૂતિ સ્વયં પોતાનો તર્ક છે. જો અનુભૂતિ દ્વારા જાણવું હોય કે અમુક વાત સાચી છે કે ખોટી તો અનુભૂતિમાં ઊતરવું પડે. સિદ્ધાંત ખોટો છે કે સાચો એ સમજવું હોય તો સિદ્ધાંતની તર્કસરણીમાં ઊતરવું પડે. પરંતુ એવું બને કે તર્કસરણી બરાબર સાચી હોય છતાં એના પરથી તારવેલો સિદ્ધાંત ખોટો હોઈ શકે. ખોટી વાતો માટે જ આપણે મજબૂત પ્રમાણ શોધવાં પડે છે. કારણકે ખોટી વાતો પોતાના પગ પર ક્યારેય ઊભી રહી શકતી નથી. ખોટી વાતોને પ્રમાણોની સહાયતાની હંમેશા જરૂર રહે છે. મહાવીર જેવી વ્યક્તિઓ પ્રમાણ નથી આપતી, માત્ર કહે છે કે તે ધર્મ મંગળ છે.’ એમનું વિધાન કોઈ આઈન્સ્ટાઈન કે અન્ય વૈજ્ઞાનિક જેવું હોય છે. કોઈ આઈન્સ્ટાઈનને પૂછોકે હાઈડ્રોજન અને ઓકસીજન ભેગાં મળતાં પાણી કેમ બને છે? તો આઈન્સ્ટાઈન કહેશે કે કેમ બને છે એ સવાલ અસંગત છે. અમે જાણતા નથી કેમ પાણી બને છે તે, પરંતુ પાણી બને છે એ હકીકત છે. જેમ આઈન્સ્ટાઈન કહે છે કે પાણી એટલે 'H20' બે અણુ હાઈડ્રોજન અને એક અણુ ઓકસીજનની જોડ છે, તેમ મહાવીર કહે છે કે ધર્મ-અહીંસા, સંયમ અને તપની જોડ છે. આ બન્નેનાં વિધાન