________________
ધર્મ એટલે સ્વભાવમાં સ્થિર રહેવું તે
સુખ મળશે એવું વિચાર્યું હતું, પરંતુ એવું કાંઈ મળ્યું નહીં. પરંતુ મન બહુ ચાલાક છે, એ પાછું વળીને જોતું નથી અને વિચારતું નથી કે જે જે ચીજોથી સુખ મળશે એવું માન્યું હતું તે ચીજો મળી ગઈ, પરંતુ સુખ તો મળ્યું નહીં. એટલે ક્યારેક જે જે સુખ આ પૃથ્વી પર મળશે એવું ઈછ્યું હોય તે બધાં સુખ જે તત્કાલ મળી જાય તો આ પૃથ્વી એટલી દુઃખી થઈ જશે, જેટલી પહેલાં ક્યારેય નહોતી. એટલે જે દેશમાં જેટલાં સુખ-સુવિધા વધી જાય છે, તેટલાં તે દેશમાં દુઃખ પણ વધી જાય છે. ગરીબ દેશ ઓછાદુઃખી થાય છે. તવંગર દેશ વધારે દુઃખી થાય છે. ગરીબ માણસ ઓછો દુઃખી થાય છે એમ જ્યારે કહીએ ત્યારે તમને આશ્ચર્ય થશે, કારણકે આપણે એમ માનીએ છીએ કે ગરીબ બહુ દુઃખી હોય છે, પરંતુ હું કહું છું કે ગરીબ ઓછો દુઃખી હોય છે, કારણકે એની આશાઓની ઈમારત હજી પૂરેપૂરી ઊભી છે. ગરીબ આશાઓમાં જીવી શકે છે, સ્વપ્નો જોઈ શકે છે. એની કલ્પના હજી નષ્ટ થઈ નથી, કલ્પના એને સંભાળી રાખે છે, જિવાડ્યા કરે છે. પરંતુ ઈચ્છેલું બધું જ એને મળી જાય તો બધી આશાઓના કિલ્લા તૂટી પડશે, ભવિષ્ય નષ્ટ થઈ જશે. સમજવા જેવી એક ઊંડી વાત છે. બીજાઓ સાથે વર્તમાનમાં હંમેશા દુઃખહોય છે, પરંતુ બીજાઓ સાથે ભવિષ્યમાં સુખ હોય છે. જે ધારેલું બધું મળી જતાં, આખું ભવિષ્ય નષ્ટ થઈ જાય તો પછી કરવાનું શું બચશે? તો આત્મહત્યા સિવાય બીજું કાંઈ કરવાનું બચતું નથી. જેટલું સુખ દુનિયામાં વધી રહ્યું છે, એટલી આત્મહત્યાઓ વધી રહી છે. જેટલું સુખ વધી રહ્યું છે એટલા પાગલ વધી રહ્યા છે. પરંતુ વૈજ્ઞાનિક લોકો આથી ઊલટીવાત જ કરે છે. તેઓ એમ કહે છે કે જેટલાં સુખનાં સાધન વધશે તેટલો મનુષ્યવધારે સુખી થશે. પરંતુ અનુભવ કાંઈ જુદું જ કહે છે. આજે અમેરિકા જેટલો દુ:ખી દેશ બીજો કોઈ નથી. રાજમહેલમાં જન્મેલા મહાવીર જેટલા દુઃખી થઈ ગયા હતા તેટલો એમના મહેલની બહાર ભીખ માગતો ભિખારી દુઃખી નહોતો. જેટલું સુખ મહાવીરના સમયમાં મળી શકે તેમ હતું તે બધું મળવા છતાં, મહાવીર દુ:ખી હતા. કારણકે મહાવીર માટે કોઈ ભવિષ્ય જ ન બચ્યું. જો ભવિષ્યન બચે તો મનુષ્ય સ્વપ્ન શેના પર ઊભાં કરે ? જો ભવિષ્ય ન બચે તો કાગળની હોડી ક્યા સાગર પર ચલાવી શકાય ? કાગળની હોડી તો ભવિષ્યના સાગરમાં જ ચલાવી શકાય. ભવિષ્યના પાયા ઉપર જ પત્તાનો મહેલ રચી શકાય. એટલે મહાવીરનો જે ત્યાગ છે તે ત્યાગ ખરેખર તો ભવિષ્યની સમાપ્તિમાંથી પેદા થયો છે. કોઈ ભવિષ્ય ન હોય તો મહાવીર શું કરે ? ક્યા પદ પર ચઢે તો સુખ મળે? કેવી બીજી સ્ત્રી મેળવે જેનાથી સુખ મળે? એમને માટે બધા પ્રકારની સ્ત્રીવર્તમાનમાં હાજર હતી. કેવા બીજા ધનરાશિ પર મહાવીર ઊભા થઈ જાય કે જેથી એમને સુખ મળે? એ બધું તો મહાવીર પાસે છે જ. મહાવીરનાં હતાશા અને વિષાદ આપણને સમજાય છે? આપણે મહાવીરની પાછળ, દૂર સુધી જઈને મહાવીરને સમજાવવાની કોશિશ કરનારાનાસમજ માણસો વિષે પણ વિચાર કરીએ. એ