________________
મંગળ અનેલોકોત્તમની ભાવના
દેખાય છે. જે કાંઈ ઓરડામાં છે તે બધું દેખાય છે. હવે આપણે એવી કલ્પના કરીએ કે ઓરડો શૂન્ય થઈ ગયો. ઓરડો જ ન રહ્યો ઓરડાને કોઈ દીવાલો નથી, છત નથી, એમાં કોઈ ફનિચર કે ચીજ વસ્તુઓ નથી. પરંતુ જે પ્રકાશ હતો તે જ માત્ર રહી ગયો. ઓરડાના સ્થાન પર કોઈ દીવો રહ્યો નથી, દીવાનું તેલ રહ્યું નથી, તેલની વાટ રહી નથી. પણ માત્ર પ્રકાશ જ રહી ગયો છે. એ પ્રકાશ એક આલોક છે, જે કોઈ વસ્તુ પર પડતો નથી, માત્ર શૂન્યમાં ફેલાઈ રહ્યો છે. આ સ્ત્રોતરહિત પ્રકાશ છે. દીવાનો દેહ કે જેમાં તેલ ભરીએ છીએ તે દેહ પણ બચ્યો નથી. આવા સ્ત્રોતરતિ પ્રકાશને જેન ચિંતનમાં કેવલી’ શબ્દથી ઓળખાવાય છે. જે પરમજ્ઞાનને પ્રાપ્ત કરી લે છે, તેના જ્ઞાનને કોઈ કારણ હોતું નથી. જે જ્ઞાનનું કોઈ ઉદ્ગમ બિંદુ નથી હોતું, કોઈ મૂળ કારણકે પ્રમાણ કે આધાર હોતાં નથી, એ કેવળજ્ઞાન”. જે વસ્તુનું કોઈ મૂળ હોય, સ્ત્રોત હોય, તે ગમે તેટલો અગાધ હોય, છતાં ક્યારેક તો નાશ પામશે જ. લાખો વર્ષોથી જે આપણને પ્રકાશ આપી રહ્યો છે તે સૂર્ય પણ એક વાર ઓલવાઈ જશે. વૈજ્ઞાનિકો તો કહે છે કે સૂર્યમાંથી પ્રગટ થતા પ્રકાશનો પણ દસ વીસ હજાર વર્ષ પછી અંત આવશે. મહાવીર કહે છે કે જે “ચેતના છે તે અનન્ત છે, તેનો ક્યારેય અંત નહીં આવે.એ સ્ત્રોતરહિત છે. એમાં જે પ્રકાશ છે તે કોઈ ખાસ માર્ગથી આવતો નથી, એ માત્ર છે” is just is. ક્યાંકથી આવતો હોય, એ પ્રકાશ તો ક્યારેક ખલાસ થઈ જાય. મહાસાગર પણ ચમચા ભરીને ઉલેચી શકાય તેમ છે, ગમે તેટલો સમય લાગે. એક એક ચમચો દર વખતે દરિયાનું પાણી થોડું ઓછું તો કરે જ છે. પરંતુ મહાવીર કહે છે કે જે ચેતના છે તે અનન્ત છે. માટે જ મહાવીરે ઈશ્વરને માનવાની પણ સાફ ના કહી દીધી. કારણકે જે ઈશ્વરને માનીએ તો ઈશ્વર જ બધી વસ્તુઓનો, સર્વસ્વનો સ્ત્રોત બની જાય છે અને આપણે પણ એના જ પ્રકાશથી સળગતા દીવા બની જઈએ છીએ તો આપણે ક્યારેક તો ઓલવાઈ જઈશું જ. એ વાત સાચી છે કે મહાવીરે જેટલી ઊંચી પ્રતિષ્ઠા આત્માને આપી છે એટલી આ પૃથ્વી પર કોઈએ આપી નથી. એટલી બધી પ્રતિષ્ઠા આપી કે એમણે કહ્યું, “પરમાત્મા અલગ નથી, આત્મા જ પરમાત્મા છે.’ આત્માનો સ્ત્રોત અને પ્રકાશ “સ્વયંભૂ’ છે, સ્વયં સ્ત્રોત છે. આપણામાં જાગતું જે જીવન છે, તે બીજે ક્યાંયથી શક્તિ પ્રાપ્ત કરતું નથી, સ્વયં શક્તિવાન છે. એ કોઈનાથી - નિર્માણ થયું નથી, એ કોઈનાથી નષ્ટ થશે નહીં. એ કોઈ પર નિર્ભર નથી. એ કોઈનામાંથી કાંઈ મેળવતું નથી, સ્વયં સમર્થ અને સિદ્ધ છે. જ્યારે જ્ઞાન એવી સીમા પર પહોંચે, જ્યાં એ સ્ત્રોતરહિત (sourceless) પ્રકાશ પ્રાપ્ત કરે ત્યારે એ વ્યક્તિ સ્વયં મૂળ પ્રાપ્ત હોય છે. એવી વ્યક્તિને જૈન પરંપરા કેવલી કહે છે. આવી વ્યક્તિ ક્યાંય પણ પેદા થાય ત્યાં તે ક્રાઈસ્ટ, બુદ્ધ, કૃષ્ણકે લાઓસે હોઈ શકે છે. એટલા માટે આ સૂત્રમાં મહાવીર મંગળ એમ કહેવાયું નથી. જૈન ધર્મ મંગળ છે એમ પણ કહેવાયું નથી.