________________
મંગળ અનેલોકોત્તમની ભાવના
જેથી સ્વરૂપનું જ્ઞાન મળે. “યોગ કહે છે પરમાત્મા સાથે મિલન થાય તો સ્વરૂપનું ભાન થાય,
સ્વરૂપ સમજાય. મહાવીર કહે છે, જે આપણે મેળવવાનું છે, તે આપણને મળેલું જ છે, પરંતુ આપણે ખોટી વસ્તુ સાથે, આસક્તિના કારણે, ચીપકી રહ્યા છીએ, એટલે આપણને સ્વરૂપ દેખાતું નથી. ગલતને છોડી દો, એનાથી અયુક્ત થઈ જાવ, અલગ થઈ જાવ તે “અયોગ.’ એટલે જૈન પરંપરામાં ‘અયોગ' નું એ જ મૂલ્ય છે, જે હિંદુ પરંપરામાં યોગ” નું છે. ‘ધર્મ” શબ્દનો બહુ વિશિષ્ટ અર્થ જૈન પરંપરામાં છે. મહાવીર કહે છે, વસ્તુનો જે સ્વભાવ છે, તે જ ધર્મ છેnature. ‘ધર્મ' શબ્દનો મહાવીરનો અર્થલાઓત્સના તાઓ’ જેવો છે. વ્યક્તિનો જે સ્વભાવ છે તે એનું પોતાનું સ્વયંનું પ્રફુલ્લન (flowering) છે. બીજાથી (વસ્તુ કે વ્યક્તિથી) પ્રભાવિત થયા વિના કોઈ વ્યક્તિ પોતાની પસંદગી કરી શકે, ચયન કરી શકે, તો તે વ્યક્તિ ધર્મને પામે છે-“પ્રભાવિત થયા વિના શબ્દો બહુ મહત્વના છે. કોઈથી પ્રભાવિત થવું તે ઉચિત છે એમ મહાવીરમાનતા નથી. કોઈનાથી પણ પ્રભાવિત થવું તે એક પ્રકારનું બંધન છે. બધા પ્રકાર-પ્રભાવ આપણને બાંધે છે. પૂર્ણતઃ અપ્રભાવિત થઈ જવું એ નિજ થઈ જવું છે, એ ‘સ્વયં થઈ જવું છે. એ નિજતાને, એ સ્વયંને, મહાવીર ધર્મ કહે છે. કેવલી પ્રરૂપિત ધર્મનો અર્થ છે કોઈ વ્યક્તિમાં માત્ર કેવળજ્ઞાન રહી જાય, ચેતના માત્ર રહી જાયને એ વ્યક્તિ જેવું જીવે છે તે ધર્મ છે. ત્યારે એ વ્યક્તિનું ઊઠવું, બેસવું, એનાં હલનચલન, એનું સૂવું, જે કાંઈ પણ એ કરે છે તે ધર્મ-એની આંખનું ઊઘડવું અને હાલવું, એના સમસ્ત અસ્તિત્વમાં પ્રગટ થતાં જે પણ કિરણ છે તે ધર્મ. દાખલા તરીકે જ્યારે અગ્નિ પોતાના શુદ્ધ સ્વરૂપમાં સળગે છે ત્યારે ધુમાડો પેદા થતો નથી. તમે કહેશો કે જ્યાં અગ્નિ હોય ત્યાં ધુમાડો પેદા થાય છે. વળી તર્કશાસ્ત્રમાં પણ લખ્યું છે કે જ્યાં
જ્યાં ધુમાડો, ત્યાં ત્યાં અગ્નિ.’ એટલે જ્યાં ધુમાડો દેખાય ત્યાં અગ્નિ છે એમ માની લેવું. પરંતુ ધુમાડો અગ્નિમાંથી પેદાનથી થતો, ધુમાડો બળતણમાં રહેલા પાણીને કારણે પેદા થાય છે. કહેવું જોઈએ કે ધુમાડો પાણીમાંથી પેદા થાય છે, અગ્નિમાંથી નહીં. જો બળતણ એકદમ સૂકું હોય, જરીકે પાણી વિનાનું તો ધુમાડો પેદા નહિ થાય. જે થોડો પણ ધુમાડો થતો હોય તો સમજવું કે બળતણમાં હજી થોડું પાણી છે. અગ્નિ જ્યારે પોતાના શુદ્ધ સ્વરૂપમાં હોય, જ્યારે એમાં કોઈ વિજાતીયતત્ત્વનથી હોતું ત્યારે એમાં ધુમાડો થતો નથી. મહાવીર કહે છે કે જ્યારે અગ્નિ પોતાના ધર્મમાં હોય છે ત્યારે કોઈ ધુમાડો હોતો નથી. જ્યારે ચેતના બિલકુલ શુદ્ધ હોય છે ત્યારે પદાર્થ નો અભાવ હોય છે, શરીરનું કોઈ ભાન પણ હોતું નથી. ત્યારે સમજવું કે ચેતના પોતાના ધર્મમાં સ્થિર છે. એટલે જ મહાવીર કહે છે કે, પ્રત્યેકને પોતાનો ધર્મ છે. અગ્નિનો, પાણીને, પદાર્થનો, ચેતનાનો પ્રત્યેકને પોતપોતાનો ધર્મ છે. પોતપોતાના ધર્મમાં શુદ્ધ થઈ જવું તે આનન્દ છે. પોતાના ધર્મમાં અશુદ્ધ રહેવું તેમાં દુઃખ છે. એટલે ધર્મનો અર્થ અહીં સ્વભાવ એમ થયો. પોતાના સ્વભાવમાં ચાલ્યા જવું તેનું નામ ધાર્મિક થઈ જવું