________________
નમો અરિહંતાણમ્ મંત્ર
૩૧
તે છે. પોતાના સ્વભાવની બહાર ભટકતા રહેવું તે અધાર્મિક બની રહેવા બરાબર છે. અરિહંત, સિદ્ધ, સાહુ, કેવલીને મંગળ છે એમ કહ્યા પછી, તેઓ ઉત્તમ છે એમ પણ કહેવાયું છે. મંગળ છે” એમ કહ્યા પછી ‘ઉત્તમ છે” એમ કહેવાની શું જરૂર ? એનાં કારણ આપણી અંદર છે. આપણા માનસનું ગહન અધ્યયન કર્યા પછી આવું કહેવામાં આવ્યું છે. આપણે એવાનાસમજ છીએ કે જે ઉત્તમન હોય, તેને પણ મંગળ છે' એમ માની શકીએ છીએ. આપણી વાસનાઓ જે નિકૃષ્ટ છે તેના તરફ જ વહે છે. એમ પણ કહી શકાય કે વાસનાનો અર્થ જ છે “નીચેની તરફનું વહેણ. જે ગમતું હોય, પ્રિય હોય, તેને મંગળ છે, એમ આપણે માની શકીએ, પરંતુ તે આપણા માટે શ્રેયકે કલ્યાણકારી ન પણ હોય. એટલે અરિહંત મંગળ છે અને ઉત્તમ પણ છે એમ મહાવીરે કહ્યું. રામકૃષ્ણ કહેતાકે ગીધ આકાશમાં ઊડે તેથી એમન માનતા કે ગીધનું ધ્યાન આકાશમાં હોય છે. ગીધનું ધ્યાન તો નીચે ગંદકી અને કચરામાં પડેલા માંસના ટુકડા પર કે કોઈ સડેલી માછલી પર જ હોય છે. ઊડે છે આકાશમાં પણ નજર નીચે ગંદવાડ પર છે. માટે રામકૃષ્ણ કહેતા હતા કે આકાશમાં ગીધ ઊડી રહ્યું છે, તેથી ભૂલમાં પડશો, એનું ધ્યાન ગંદવાડ પર જ છે. મંગળસૂત્ર પછી તરત જ મહાવીર કહે છે ‘અરિહંત લગુત્તમાં અરિહંત ઉત્તમ છે, સાહૂઉત્તમ એમ કહેવામાં માત્ર ઇશારો છે, જીવનનાં શિખર ક્યાં છે તે તરફ આંગળી ચીંધવાનો. એ બધાં મેળવવાયોગ્ય, ઈચ્છવાયોગ્ય અને એવા બનવાયોગ્ય છે. કોઈએ સ્વાઈઝરને પૂછયું કે “મેળવવાયોગ્ય છે? આનન્દશું છે?’ સ્વાઈ—રે જવાબ આપ્યો,
જે છીએ તેનાથી વધુને વધુ, ઊંડાને ઊંડા, અંદર ને અંદર ઊતરવું અને હંમેશાં કાંઈક વધારે શ્રેષમાં રૂપાંતરિત થતા જવું તેમાં આનન્દ છે.’ પરંતુ આપણે વધુ શ્રેષ્ઠ, વધુ ઉત્તમ ત્યારે થઈ શકીએ જ્યારે આપણે શ્રેષ્ઠ કે ઉત્તમ શું છે તે જાણતા હોઈએ કે તેની ધારણા આપણા ખ્યાલમાં હોય. શિખર દેખાતું હોય તો એના તરફયાત્રા થઈ શકે છે. પરંતુ શિખર જ ન દેખાતું હોય તો યાત્રાનો કોઈ સવાલ ઊભો થતો નથી. ભૌતિકવાદ કહે છે, આત્માજેવું કાંઈ નથી. આવી વાત તો શિખર જ તોડી નાખે છે. આત્મા જ નથી, એમ કોઈ માની લે તો એને મેળવવાનો સવાલ પેદા થતો નથી. ફોઇડ કહે છે કે માનવી વાસના સિવાય બીજું કાંઈ નથી. માનવી આ વાત તત્કાળ માની લે તો બીજું કાંઈ કરવાપણું રહેતું નથી. એક માણસ કહેતો હતો કે એ ઘણી પરેશાન હતો. કારણકે એ ચોરી કરે, જૂઠું બોલે કે કોઈ સ્ત્રી તરફ નજર કરે તો એનું અંતઃકરણ એને ડંખ્યા કરતું હતું. છેવટે એ એક મનોચિકિત્સક પાસે ગયો ને ઈલાજ કરાવ્યો. બે વર્ષમાં એ સારો થઈ ગયો. એના મિત્રે પૂછ્યું. તો શું હવે ચોરીનો ભાવ ઊઠતો