________________
નમો અરિહંતાણમ્ મંત્ર
૫૯
એ બને, જેટલી સકારણ એ ભાવના જાગશે તેટલી તે ઉપર ઉપરની રહેશે. જ્યારે કોઈ તર્કયુકત સાફ કારણો હોય ત્યારે એ શરણાગતિમાં કોઈ છલાંગ નથી હોતી, અકારણ શરણાગતિમાં છલાંગ છે. તતૂલિયનનામે એક ઈસાઈ ફકીર હતો. એ કહેતો કે હું પરમાત્મામાં માનું છું, કારણકે એને માનવા માટે કોઈ પણ કારણ નથી, કોઈ પ્રમાણ કે પુરાવા નથી કે કોઈ તક નથી. જો કોઈ માનવા માટે તર્ક કે પ્રમાણ હોય તો જેમ કોઈ ઓરડામાં ખુરસી પડી હોય તો તે છે એમ માનીએ છીએ, એટલું જ મૂલ્ય, પરમાત્માને માનવા માટેનું રહે છે. પરમાત્માની હયાતી દેખાય છે કે એ તર્કબદ્ધ છે, માટે એ માનીએ છીએ. માર્કસ મશ્કરીમાં કહેતો હતો કે જ્યાં સુધી પ્રયોગશાળામાં, ટેસ્ટટ્યુબમાં પરમાત્માને પકડીને કોઈ સિદ્ધ ન કરી બતાવે ત્યાં સુધી પરમાત્મા છે એમ હું માનવાનો નથી. જ્યારે આપણે પરમાત્માને પ્રયોગશાળામાં, થર્મોમીટર લગાવીને, માપી તોળીને, ત્રાજવામાં જોખીને, માપ લઈને, એકસરેકાઢીને, અંદર બહાર તપાસીને જોઈ લઈશું ત્યારે એ પરમાત્માનહિ રહે, એ એક વસ્તુ, સાધારણ વસ્તુ બની જશે. કારણકે આપણે જે રીતે વસ્તુઓને પ્રમાણિત કરીએ છીએ તે રીતે પરમાત્માને પ્રમાણિત કરવાનો એ પ્રયત્ન છે. એવા પ્રયત્નોથી શું વળશે? મહાવીરની સામે ઊભા રહીએ ત્યારે એમનું શરીર તો પૂરું દેખાય છે. એમની હયાતીનું પૂરું પ્રમાણ, એમનું શરીર દેખાય છે. પરંતુ એ શરીરની ભીતર જે જ્યોતિ પ્રકાશી રહી છે, તે એટલી પ્રમાણભૂત દેખાતી નથી. એ જોવા માટે તો તર્કની બહાર, કારણોની પાર છલાંગ લગાવવી જ પડશે. એ જ્યોતિ દશ્યમાન ન હોવા છતાં, જેટલી માત્રામાં છલાંગ લગાવવાનું સામર્થ્ય તમે બતાવો છો, તેટલી માત્રામાં તમારી શરણાગતિ ગહન બને છે, નહીં તો એ માત્ર સોદો બની જાય છે. કોઈ માણસ તમારી સામે આવીને મડદાં બેઠાં કરી દે, બીમારોને સાજા કરે, માત્ર ઈશારાથી કોઈ ઘટનાઓ મૂર્તિમાન કરે, તો એનાં ચરણોમાં તો આપણે જરૂર ઝુકી જઈશું. પરંતુ એ શરણાગતિ નથી. પરંતુ તમારી સામે મહાવીર આવીને માત્ર ઊભા રહે તો એમાં કાંઈ ચમત્કાર નથી. એ એવું કાંઈ નથી કરતો જેનાથી તમારું ધ્યાન એમના તરફ ખેંચાય. એમનામાં એવું કાંઈ નથી જેનાથી તત્કાલ લાભ મળે. એમનામાં એવું કાંઈ નથી જેમાં તમારા લાભનું કોઈ પ્રમાણ દેખાય. મહાવીરની સંવેદનશીલ, અદશ્ય ક્યાતીને પિછાનીને, જો તમે શરણે ચાલી જાઓ તો તમારામાં એક ક્રાંતિ ઘટિત થાય છે. ત્યારે તમે તમારા અહંકારથી નીચે ઊતરો છો. બધા તર્ક, બધા પ્રમાણ, બધી બુદ્ધિમત્તાની વાતો તમારા અહંકારની આસપાસ ઘૂમી હોય છે. તર્કની પાર, વિચારની પાર, અકારણ સમર્પણ, શરણાગતિ છે. બુદ્ધની પાસે એક યુવક આવ્યો. આવીને બુદ્ધનાં ચરણોમાં પડયો. બુદ્ધે પૂછ્યું શા માટે મારા