________________
શરણાગતિ: ધર્મનો મૂળ આધાર
ઈશ્વરનો પુત્ર હોય તે કાંઈ આમ શૂળી પર મરી જાય? આવાતની પરીક્ષા લેવા માટે જ્યારે જિસસને શૂળી પર લટકાવાયા ત્યારે સાથે સાથે બે ચોરને પણ એમની બે બાજુ શૂળી પર ચઢાવાયા. ત્રણેને એકી સાથે શૂળીની સજા કરી. જેમચોર શૂળી પર મરી ગયા, તેમ જિસસ પણ મરી ગયા શું ફરક હતો એના મરવામાં? કાંઈક તો ચમત્કાર થવો જોઈએને? આ બુદ્ધિમાનીથી એક તક હતી શરણે જવાની તે સુકાઈ ગઈ. તક હતી જિસસને, પોતે ભગવાન છે તે પુરવાર કરવાની, તે જિસસ ચૂકી ગયા! શા માટે જિસસ ઈશ્વરના પુત્ર છે કે નહિં, તેની પરીક્ષા લેવાના વિચારો આપણને આવે છે? જો ખરેખર જિસસ ઈશ્વરના પુત્ર હોય તો એમના શરણે જઈએ, નહીં તો શું કામ એમને શરણે જઈએ? પરંતુ તમારે જો શરણે નહિ જ જવું હોય તો તમને ઘણાં કારણ મળી જશે. તમારે જે શરણે જવું હશે તો એક પત્થરની મૂર્તિમાં પણ તમને શરણે જવાનું કારણ મળી જશે. પત્થરની મૂર્તિ પણ શરણે જવાયોગ્ય દેખાશે તો પત્થરની મૂર્તિ પણ તમારે માટે પરમ સ્ત્રોતના દરવાજા ખોલી નાખશે. તમારે શરણે નહી જવું હોય તો મહાવીર સ્વયં તમારી સામે ઊભા હશે તો પણ દરવાજા બંધ રહેશે. હું એવા માણસને ધાર્મિક કહું છું, જે શરણે જવા માટેનાં કારણ ખોળતો રહે છે. એને શરણે ન જવાનાં કારણ ખોળવા નથી. ક્યાંય પણ એને શરણે જવા જેવું લાગે ત્યાં શરણે ચાલી જાય છે. એવી તક ગુમાવતો નથી. એ પોતાના અહંકારને, પોતાની જાતને તોડવા, મિટાવવા માટે હંમેશા તૈયાર હોય છે. એક વાર જરૂર એની ગંગોત્રીમાં સાગર આવીને ઠલવાઈ જશે. જ્યારે એ સાગર ઠલવાય છે ત્યારે ખબર પડે છે કે શરણાગતિનું પૂરું રહસ્ય શું હતું. શરણાગતિનો પૂરો કીમિયો શું હતો, જેણે ચમત્કાર સર્યો. એક છેલ્લી વાત, જે જિસસ શૂળી પર જીવતા રહીને ચમત્કાર કરી બતાવે અને તમે શરણે જાઓ તો એ શરણાગતિ નથી. જો બુદ્ધ કોઈ મડદાંને સજીવન કરે અને તમે એના ચરણ પકડી લો તો એ શરણાગતિ નથી. કારણકે એ શરણાગતિ માટે કારણ બુદ્ધ છે, તમે નથી. એ માત્ર ચમત્કારને નમસ્કાર છે, એમાં શરણાગતિ નથી. શરણાગતિ તો ત્યારે જ છે, જ્યારે એનું કારણ તમે હો-બુદ્ધ નહીં. શરણાગતિ તો ત્યારે છે જ્યારે તમે શરણે જાઓ છો. શરણાગતિ એટલી માત્રામાં વધુ ગહન હોય છે, જેટલી માત્રામાં શરણે જવાનું તમારી પાસે કારણ ન હોય. તમે કોઈ કારણોસર શરણે ગયા હો તો એ તો એક વ્યાપાર બની જાય છે, એક સોદો થઈ જાય છે. એમાં તો કોઈ ફાયદા માટે શરણાગત થાય છે. જો બુદ્ધ ખરેખર મડદાંને ઊભાં કરી દેખાડે તો તમારે નમસ્કાર કરવા પડશે. એમાં તમારી કોઈ વિશેષતા નથી; એમાં કોઈ વિશેષતા હોય તો તે બુદ્ધની છે, એમાં તમારું કાંઈ નથી. એવા અદ્ભુત લોકો હતા જે વૃક્ષોને નમસ્કાર કરતા હતા, એક પત્થરને નમસ્કાર કરતા હતા ત્યારે તો ખૂબી એ વ્યક્તિઓની હતી. જેટલી કારણ વિના શરણની ભાવના જાગે, તેટલી વધારે ગહન