________________
૪. ધર્મ એટલે સ્વભાવમાં સ્થિ૨ ૨હેવું તે
ધર્મસર્વશ્રેષ્ઠ મંગળ છે તો અમંગળ શું છે? દુઃખ શું છે? માનવીનાં પીડા અને સંતાપ શું છે? એ જેન સમજાય તો ધર્મ મંગળ છે, શુભ છે, આનંદ છે, એ વાત સમજાશે નહિ. મહાવીર કહે છે: ધર્મ સર્વશ્રેષ્ઠ મંગળ છે. એનો અર્થ એ છે કે જીવનમાં જે આનંદ મળવાની સંભાવના છે તે ધર્મનાદ્વારથી પ્રવેશ કરે છે. જીવનમાં જે સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે, જે સૌંદર્યનાં ફૂલ ખિલે છે, તે ધર્મના જ આકાશમાં પરિભ્રમણ કરતાં, ધર્મના મૂળમાંથી જ પોષણ પ્રાપ્ત થતાં શક્ય બને છે. મારું જે અસ્તિત્વ છે તેનાથી બહાર જતાં જ હું સીમાનું ઉલ્લંઘન કરું છું. હું જે છું તેનાથી ભિન્ન, વિજાતીય તત્ત્વો સાથે સંબધિત થાઉ છું. ત્યારે દુઃખનો પ્રારંભ થાય છે. જે બીજ છે. મારાથી અલગ છે, તેને હું ગમે તેટલું ઈચ્છું કે ચાહું તોપણ તે મારું થઈ શકતું નથી, માટે જ દુ:ખ પેદા થાય છે. ગમે તેટલી મહેનત કરું તોપણ, અંતે એ મારું સિદ્ધ થવાનું નથી, માટે જ દુઃખ પેદા થાય છે. ગમે તેટલી મહેનત કરું તોપણ, અંતે એ મારું સિદ્ધ થવાનું નથી. પરિણામે બધી મહેનત, ચિંતા અને આયુષ્યનો એટલો અપવ્યય થશે અને અંતે લાગશે કે હું ખાલી જ રહી ગયો. હું માત્ર એને જ પામી શકું છું, જે પ્રથમથી જ સદાને મળેલું જ છે. હું તેનો જ માલિક શઈ શકું, જેનો હું જાણે અજાણે અત્યારે પણ માલિક છું. મૃત્યુ જેને છીનવી શકતું નથી તે જ મારું છે. આ દેહ પડી જશે ત્યારે પણ જે મરશે નહી તે જ માત્ર મારું છે. બધું જ રોગી બની જાય, દીન બની જાય, પરંતુ જે ક્યારેય કરમાતું નથી તે મારું છે. ચારે તરફ અંધારું છવાઈ જાય, જીવનમાં ચારે તરફ અમાવાસ્યાનું અંધારું છવાઈ જાય ત્યારે પણ જે પ્રકાશ ઝળહળતો રહેશે એ જ મારો પ્રકાશ છે. પરંતુ આપણે જે હું નથી ત્યાં સ્વયંને શોધવાની ચેષ્ટા કરીએ છીએ. એના કારણે જ વિફળતા, વિષાદ અને હતાશા જન્મે છે. આપણી જાતને છોડીને બીજું બધું આપણે ચાહીએ છીએ. આ