________________
નમો અરિહંતાણમ્ મંત્ર
૫૭
આપણે શરણાગતિથી બચવા માગીએ છીએ. જાણે ખોળી રહ્યા છીએ, કોઈ કારણ મળી જાય, જે શરણે જતાં આપણને રોકે. બુદ્ધિમાન હંમેશાં કારણો શોધે છે, શરણે જવા માટે તેમજ શરણે જતાં પોતાની જાતને રોકવા માટે, મહાવીર જે ગામમાંથી પસાર થાય છે ત્યાંના બધા લોકો કાંઈ મહાવીરના ભક્તનથી બની જતા. એ ગામોમાં પણ એમના શત્રુ હોય છે. તેઓ કારણ શોધતા હોય છે, મહાવીરનો ઈનકાર કરવા માટે. એ લોકો કહે છે કે મહાવીર જ્ઞાનને ઉપલબ્ધ થઈ ગયા છે, સર્વા છે તો એમને એટલી ખબર નથી પડતી કે જે ઘરમાં કોઈ નથી, ત્યાં ભિક્ષા ન માગવી જોઈએ ? સર્વજ્ઞ હોય તો એટલી ખબર તો હોવી જોઈએને કે ઘરમાં કોઈ નથી? અમે એમને જોયા છે, એવા નિર્જન ખાલી ઘેર ભિક્ષા માગતા. અમને નથી લાગતું કે એ સર્વજ્ઞ હોય. બસ, વાત પૂરી થઈ. એમને શરણે ન જવા માટે કારણ મળી ગયું! લોકો કહે છે વળી શાસ્ત્રોમાં એમ પણ કહેવાયું છે કે જે તીર્થકર હોય તેનાં અમુક લક્ષણ હોય છે. તીર્થકર જ્યાંથી પસાર થાય તે સ્થળથી અમુક ગાઉ સુધી, કોઈ પણ વ્યક્તિમાં વૃણાકે શત્રુતાનો ભાવ રહેતો નથી. તો મહાવીરના કાનમાં કોઈ ખીલા કેમ ઠોકી શકે? એનો અર્થ એમ જ છે કે મહાવીર તીર્થકર નથી. કારણકે એમની આગળ પાછળના, આજુબાજુના ક્ષેત્ર-વિસ્તારમાં, શત્રુતાનો ભાવ તો ટકી રહ્યો છે, નહીં તો એમની આટલી નજીક આવીને, કોઈ કાનમાં ખીલા કેમ ઠોકી શકે? ખીલો ઠોકવા માટે તો ઘણું નજીક આવવું પડે. એટલા નજીક આવ્યા પછી, શત્રુતાનો ભાવ કેવી રીતે ટકી રહ્યો હોય, જે મહાવીર તીર્થકર હોય તો? એટલે બધી શંકાસ્પદ વાતો છે. મહાવીર તીર્થકર હોય એમ લાગતું નથી. શરણે ન જવા માટે કારણ મળી ગયું! મહાવીર તીર્થકર છે કે નહીં એ નક્કી કરવાથી તમને શું મળી જશે ? હા, મહાવીર ખરેખર જ્ઞાની હોય તો પણ તમને એમને શરણે જવાથી બચવાનું બહાનું મળી જાય. જાણે તમારા મહાવીરને શરણે જવાથી, મહાવીરને કાંઈ લાભ મળી જવાનો હોય!તમે તે લાભથી મહાવીરને વંચિત કર્યા તમે ભૂલી જાઓ છો કે મહાવીરને શરણે જવાથી તમારું જ કલ્યાણ થવાનું હતું તે તમે ચૂકી ગયા. પરંતુ માનવીની મૂર્ખતા એટલી પ્રગાઢ છે કે એ બહાનાં ખોળવામાં ઘણો કુશળ છે. એવા પણ લોકો છે જે બુદ્ધ પાસે જઈને કહે છે : જો તમે ભગવાન હો તો, ચમત્કાર બતાવો. કહેવાય છે કે ભગવાન તો મડદાંને પણ જીવતા કરી શકે છે, તો મડદાને જીવતું કરી બતાવો!
જ્યારે જિસસને શૂળી પર ચઢાવાયા હતા ત્યારે ત્યાં જે લોકો ઊભા રહીને જોતા હતા તેમને એમ લાગતું હતું કે, જિસસને ખીલા ઠોકવામાં આવે, છતાં જિસસ ન મરે તો માનીએ કે જિસસ ભગવાન છે. જિસસના હાથ પગ કાપી નાખવામાં આવે, છતાં જિસસને કાંઈ ન થાય તો માનીએ. પરંતુ જિસસ તો શૂળી પર જ મરી ગયા. કેટલાય લોકો રાજી થયા. અમે તો કહેતા જ હતા પહેલેથીકે આ માણસ આપણને છેતરી રહ્યો છે, ચાલબાજ છે. એ કાંઈ ઈશ્વરનો પુત્ર નથી.