________________
શરણાગતિ ધર્મનો મૂળ આધાર
ચરણમાં મૂકે છે? યુવકે કહ્યું, “ચરણોમાં પડવાનું મોટું રહસ્ય છે.' તમારાં ચરણમાં પડતો નથી. તમારાં ચરણ તો એક બહાનું માત્ર છે. હું પડી રહ્યો છું, કારણકે ઊભા રહીને ઘણું બધું જોઈ લીધું, પીડા અને દુઃખ સિવાય બીજું કાંઈ મળ્યું નથી.' બુદ્ધે પોતાના ભિક્ષુઓને આ ઘટનામાંથી બોધ આપ્યો: ‘ભિક્ષુઓ! જુઓ, તમે મને ભગવાન માનીને મારાં ચરણોમાં ઝૂકતા હશો તો તમને એટલો લાભ નહિ મળે જેટલો આ યુવક મને ભગવાન માન્યા વિના લાભ ઉઠાવી રહ્યો છે. એ કહે છે કે હું ચરણોમાં મૂકી રહ્યો છું, કારણ ઝુકવામાં આનંદ છે. મારું એટલું સામર્થ્ય નથી કે હું શૂન્યસામે ઝૂકી શકું, એટલે મેં તમને નિમિત્ત બનાવ્યા છે. એવો દિવસ પણ આવશે જ્યારે મારામાં એટલું સામર્થ્ય પેદા થશે કે હું શૂન્યનાં ચરણોમાં મૂકી શકીશ. એ એવાં ચરણ હશે કે જે દેખાતાંનહિ હોય, એવાંચરણ હશે કે જેનો સ્પર્શ થઈ નહીં શક્તો હોય. છતાં એવાં ચરણ ચારેતરફ હયાત છે.એવે સમયે હું બ્રહ્મના વિરાટ ચરણમાં, નિરાકાર ચરણોમાં, ઝૂકી શકીશ. આજે તો મને માત્ર મૂકવાનો આનંદ લેવા દો. તમારા આ દેખાતાં ચરણોમાં મૂકવાનો આટલો આનંદ છે, જેનો મને સ્વાદ આવી જાય તો એ વિરાટ ચરણોમાં પછીથી ઝૂકી જઈશ.' બુદ્ધનાં જે શરણસૂત્રો છે ‘બુદ્ધ શરણં ગચ્છામિ તે બુદ્ધથી શરૂ થાય છે, બુદ્ધ જેવી વ્યક્તિથી શરૂ થાય છે. પછી આગળ વધીને સંઘશરણં ગચ્છામિ કહેતાં, સંઘનાબધા સાધુઓનાં ચરણોમાં અને પછી “ધમ્મ શરણં ગચ્છામિ સુધી વિસ્તરે છે. સમૂહથી સંધથી હટીને, ધર્મમાં, સ્વભાવમાં, નિરાકારમાં, શરણ ગ્રહણ કરે છે. એ જ રીતે “અરિહંત શરણં પરામિ’– અરિહંતનું શરણ
સ્વીકારું છું, અરિહંતનાં ચરણોમાં પડું છું, ‘સિદ્ધ શરણં પવન્જામિ’ સિદ્ધનું શરણ સ્વીકારું છું, સિદ્ધનાં ચરણોમાં પડું છું, ‘સાહુ શરણે પવનજામિ’ સાધુનું શરણ સ્વીકારું છું, સાધુનાં ચરણોમાં પડું છું, અને છેલ્લે કેવલિપન્નત ધમ્મ શરણં ૫વામિ ધર્મનું શરણ, જેમણે જાણ્યું છે, એમણે બતાવેલા જ્ઞાનનું શરણ સ્વીકારું છું. આખી વાત માત્ર આટલી જ છે કે હું મારી જાતનો (મારાપણાનો) અસ્વીકાર કરું છું. જે પોતાની જાતનો અસ્વીકાર કરે છે તે સ્વયંને પામે છે. જે પોતાની જાતને પકડીને બેસી રહે છે તે સ્વયંને પામી શકતો નથી. સ્વયંને પામવાની આ પ્રક્રિયા ઘણી પરસ્પર વિરોધી (paradoxical) દેખાય છે. સ્વયંને છોડવું પડશે. બે પ્રકારનાં સૂત્ર આજ સુધીમાં વિકાસ પામ્યાં છે. એક પ્રકારનાં સૂત્ર, સિદ્ધ તરફથી કે મારે શરણે આવી જાઓ. બીજા પ્રકારનાં સૂત્ર, સાધક તરફથી કે હું તમારે શરણે આવું છું. ત્રીજા પ્રકારનું કોઈ સૂત્ર નથી. પરંતુ એક ત્રીજા તરફ આપણાં ચરણ આગળ વધી રહ્યાં છે. જીવનમાં જે શુભ છે તે તરફ, જીવનમાં જે સુંદર છે તે તરફ જીવનમાં જે સત્ય છે તે તરફ. એનાથીય પાર જવાનું છે. શુભ, સુંદર અને સત્યની પણ પાર જવા માટે ચરણોને આગળ ધપાવવાનાં છે. ત્યારે શુભ, સુંદર અને