________________
૩. શ૨ણાગતિ: ધર્મનો મૂળ આધાર
કૃષ્ણે ગીતામાં કહયું છે : સર્વ ધર્માન્ પરિત્યજ્ય, મામેકં શરણં વ્રજ... અર્જુન, તું બધા ધર્મો છીડીને મારે એકને શરણે જ આવી જા.
કૃષ્ણે જે યુગમાં આ કહ્યું હતું તે યુગ અત્યંત સરળ, નિર્દોષ અને શ્રદ્ધાનો યુગ હતો. કૃષ્ણની વાત તે સાંભળીને કોઇને એવું પણ ન થયું કે કૃષ્ણ કેવી અહંકારભરી વાત કરી રહ્યા છે કે ‘બધું છોડીને મારા એકને શરણે આવી જા.’ આથી વધારે અહંકારથી ભરેલી ધોષણા કોઇ હોઇ શકે? ખરેખર એ યુગ અત્યંત શ્રદ્ધાનો યુગ હશે, જ્યારે જરા પણ ખચકાયા વિના કૃષ્ણ સરળતાથી આવી વાત કરી શક્યા. અર્જુને પણ વાંધો ન ઉઠાવ્યો, એમ પણ ન કહ્યું કૃષ્ણને કે, ‘તમારે શરણે હું આવી જાઉં?’ આ તમારી બહુ અહંકારભરી વાત છે.
પરંતુ બુદ્ધ અને મહાવીરના સમય સુધીમાં માનવીના ચિત્તમાં ઘણો ફરક પડી ગયો. જ્યાં હિંદુ ચિંતન, ‘મામેકં શરણં વ્રજ’ને કેન્દ્રમાં રાખીને ઊભું હતું ત્યાં બુદ્ધ અને મહાવીરના યુગ સુધીમાં મૂળભૂત દષ્ટિ પરિવર્તન કરવું પડયું. મહાવીરે કે બુદ્ધે એમ ન કહ્યું કે ‘તુ બધું છોડીને મારે શરણે આવી જા.’ એમણે બન્નેએ આ સુત્રને એના બીજા છેડા પરથી કહેવરાવ્યું. મહાવીરનાં અને બુદ્ધનાં સૂત્રોમાં શરણાગતિ સાધક તરફથી સ્વીકારાઇ છે : ‘હું અરિહંતનું, સિદ્ધનું, સાધુનું, કેવલી પ્રરૂપિત ધર્મનું શરણ સ્વીકારું છુ.’ આ સાધક તરફથી બોલાય છે. શરણું સાધક ચાહે છે અને સ્વીકારે છે. બે જ રસ્તા છે કહેવાના : કાં તો સિદ્ધ કહે કે ‘મારે શરણે આવી જા’, કાં સાધક કહે કે ‘હું તમારે શરણે આવું છું.”
હિંદુ અને જૈન વિચારધારાનો આ એક મૌલિક ભેદ છે. હિંદુ વિચારધારા મુજબ સિદ્ર કહે છે કે ‘મારે શરણે આવી જા,’ જૈન વિચારધારા મુજબ સાધક કહે છે કે ‘હું તમારે શરણે આવું છું.” કૃષ્ણ