________________
નમો અરિહંતાણમ્ મંત્ર
જાતને નિર્ભય હોવાનું દેખાડી રહ્યો છે, તે ભયભીત જ હોય છે. જે શરણાગત અને સમર્પિત છે, તેને જ અભય પ્રાપ્ત થઇ શકે છે.
૫૩
આ સૂત્ર શરણાગતિનાં છે. આ સૂત્ર સાથે નમોકાર પૂરો થાય છે. નમસ્કારથી શરૂ કરી શરણાગતિ પર નમોકાર પૂરો થાય છે. નમોકાર આ અર્થમાં પૂરા ધર્મની યાત્રા બની જાય છે, પહેલાં સૂત્રથી છેલ્લા સૂત્ર દરમિયાન, ક્યાંય પણ, કોઇ પણ ચરણમાં, શરણાગતિ પૂર્ણ થઇ જાય અને બધું છૂટી જાય, એ મહત્ત્વનું છે.
શરણાગતિથી થતા લાભ
તો શરણાગતિનો પહેલો સંબંધ છે આંતરિક ભૂમિતિ સાથે, જે તમારી અંદરની ચેતનાની આકૃતિ બદલે છે. શરણાગતિને બીજો સંબંધ છે, તમારી પ્રકૃતિના સાધારણ નિયમોનું અતિક્રમણ કરાવવાનો. કોઇ ગહન અર્થમાં શરણે જતાં જ તમે દિવ્ય બની જાઓ છો. સાધારણ કહેવાતા નિયમો, જે આપણને બાંધી રહ્યા છે તેનાથી આપણે ઉપર ઊઠીએ છીએ. શરણાગતિનો ત્રીજો ફોયદો એ છે કે આપણા જીવનના દ્વારને ઇશ્વરની પરમ ઊર્જાના પ્રવેશ માટે ખુલ્લાં કરી દે છે.
સૂરજ તરફ પીઠ કરીને ઊભા રહેવાની આપણને સ્વતંત્રતા છે. સૂરજની સામે ઊભા રહીને પણ, આપણી આંખ બંધ રાખી શકીએ છીએ. સૂરજ નો અનંત પ્રકાશ વરસતો હશે અને આપણે તેનાથી વંચિત રહી જઇશું. પરંતુ એક વ્યક્તિ, સૂરજમુખી ફુલની જેમ, સૂરજ તરફ વળી જાય, આંખ ખોલી નાખે ને દરવાજા ખુલ્લાં મૂકી દે તો સૂરજનો પ્રકાશ એના રોમરોમમાં શરીરના પ્રત્યેક અંગના છિદ્રોમાં પ્રવેશ કરી જશે. એના હૃદયના અંધારા ખૂણામાં પ્રકાશ પથરાતાં એ નવો, તાજો અને પુનર્જીવિત બની જશે. એ જ રીતે વિશ્વશક્તિના મૂળ સ્રોત તરફ પોતાની જાતને ઉઘાડવી હોય તો, શરણમાં ગયા વિના કોઇ છુટકારો નથી.
એટલે અહંકારી પોતાને દીન-દરિદ્ર બનાવે છે. એ પોતાને બધાં શક્તિકેન્દ્રોથી અલગ કરી દે છે. એને માત્ર પોતાની ઉપર જ ભરોસો છે. એ એવું ફૂલ છે, જે પોતાના મૂળ સાથેના સંબંધો તોડી બેઠું છે, જાણે સૂરજ તરફથી પોતાનું મોં ફેરવી લેવાની હઠ બતાવી છે. જ્યારે વરસાદ આવે છે ત્યારે એ અહંકારી ફૂલ પોતાની પાંખડીઓ બંધ કરી દે છે. એમ થતાં એનું જીવન સડવા માંડશે. એનું જીવન મરવાની એક પ્રક્રિયા બની જશે. એનું જીવન પરમ ઊર્જા પ્રાપ્ત કરવા માટેનો માર્ગ નહીં બને. ફૂલને જે રસ હંમેશાં મળે છે, તે એના મૂળમાંથી, સૂરજમાંથી, ચંદ્ર અને તારામાંથી મળે છે. પ્રકાશ અને જીવન, બધા દરવાજા તોડી નાખવાથી મળે છે. એટલે શરણાગતિ જીવનના ગહનતમ્ સ્રોત પ્રત્યે આપણી જાતને ખોલી નાખવાની પ્રક્રિયા છે.
પાવલેટાની અગાઉ આપણે વાત કરી, એણે એક યંત્ર બનાવ્યું છે જેનું નામ છે પાવલેટા જનરેટર. અત્યંત સંવેદનશીલ પદાર્થોમાંથી એ યંત્ર બનાવ્યું છે. પાવલેટા કહે છે કે આ યંત્ર સામે આંખને કેન્દ્રિત કરીને, પાંચ મિનિટ તમે ઊભા રહી જાવ, તો એ યંત્ર તમારી શક્તિને ગ્રહણ કરી લેશે. જે