________________
૫૨
શરણાગતિ ધર્મનો મૂળ આધાર
કે જે મૂઢતાઓ વિદ્વતાનાં વસ્ત્રો પહેરીને બેઠેલી છે. આપણે બંધિયાર અંધારી ગલીઓમાં ફરી રહ્યા છીએ, જ્યાં પ્રકાશનાં કિરણ દાખલ થઈ શકે તેમ નથી. પ્રકૃતિના નિયમોની પાર જવાની મહાવીરની શું તરકીબ હશે? મહાવીર તો કોઈ સંમોહિત કે બેહોશ વ્યક્તિ નહતા. પાવલેટા અનેરેજલીવતો બેહોશ અને સંમોહિત વ્યક્તિઓ પર પ્રયોગ કરે છે. મહાવીર તો જાગ્રત પુરુષ હતા. મહાવીરતો એવા જાગ્રત પુરષોમાંના એક હતા, જેઓ નિદ્રામાં પણ જાગતા રહેતા, જેઓ નિદ્રામાં પણ એટલા હોશમાં રહેતાકે આંગળી ચીંધીને બતાવી શકે કે “આ રહી ઊંઘ’ ઊંઘ પણ એમની આસપાસ ફરતી, ક્યારેય ભીતરમાં પ્રવેશ કરી શક્તી નહતી. એ તો ઊંઘની પણ પરીક્ષા કરતા અને સંદેવ જાણતા કે ઊંઘની હાજરીમાં પોતે જાગી રહ્યા છે. તો મહાવીરે આ કેવી રીતે કર્યું હશે ? મહાવીરનું રહસ્ય શું છે ? ખરેખર તો સંમોહનમાં અને મહાવીરના સૂત્રમાં એક આંતરિક સંબંધ છે. એ જ સમજવાની કોશિશ કરીએ. સંમોહિત વ્યક્તિ પણ સમર્પિત થઈ જાય છે, પરંતુ એ એની બહોશીમાં હોય છે અને વિવશ હોય છે. એનો અહંકાર પણ ખોવાઈ જાય છે. એ પોતે જાણી સમજીને અહંકાર છોડી શકતો નથી, માટે એને બહોશ કરવો પડે છે. બહોશીમાં તે અહંકાર ગુમાવે છે. જ્યારે મહાવીરનાં અહંકાર અને અસ્મિતા એમના પૂરા હોશમાં, વિસર્જિત થઈ જાય છે, પોતે પૂરા સમર્પિત થઈ જાય છે. જે તમે ભાનપૂર્વક, જાગૃતિમાં સમર્પિત થઈ શકો અને કહી શકો, ‘અરિહંત શરણં પહજુ જામિ,’ તો તમે એ જ રહસ્યલોકમાં પ્રવેશી જશો. પાવલેટા અને રજલિવ જે પ્રયોગો કરે છે તેમાં, કાંઈ બને છે તે બધું બહોશીમાં બન્યું હોય છે. હોશમાં આવતાં તો બરફલાવને પણ ભરોસો નથી આવતો કે એ કેવી રીતે ત્રણ અઠવાડિયાંકાંઈ ખાધા વિના જીવી શક્યો. એણે કહ્યું કે કોઈ ગરબડ થઈ હોવી જોઈએ. એ પોતે પ્રયોગ દરમિયાન બનેલી વાતને માની શકતો નથી. હોશમાં આવ્યા પછી તો એક દિવસ પણ એ ભોજન વિના રહી શકતો નથી. હોશમાં આવતાં તો એને તુરત ભૂખનું ભાન થયું, એનો અહંકાર પાછો આવી ગયો. અહંકાર પોતાની સુરક્ષાનું આયોજન કરવામાં લાગી ગયો. એને ડૉક્ટરો સમજાવી રહ્યા છે કે એકવીસ દિવસતો અમે પ્રત્યક્ષ જોઈ શક્યા છીએ કે તારું સ્વાસ્થ વધારે સુધર્યું છે. પરંતુ બરફલાવ કહે છે મને કાંઈ ખબર નથી. મને ભોજન આપો એને મૃત્યુનો ભય પાછો આવી ગયો. એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે ચિત્તમાં જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી ભય હોય છે, ભય અને અહંકાર એક જ શક્તિનાં નામ છે. જેટલો ભયભીત માણસ, એટલો જ વધારે અહંકારી હોય છે. તમે એમ સમજાતા હોકે અહંકારી માણસ નિર્ભય હોય છે તો તમે ભૂલમાં છો. અહંકારી વ્યક્તિ અત્યંત ભયભીત હોય છે. જોકે પોતાનો ભય પ્રગટ ન થઈ જાય તે માટે નિર્ભયતાનાં કવચ એણે પહેરેલાં હોય છે. મહાવીર તો કહે છે કે જે અહંકારી નથી હોતો તે જ નિર્ભય હોય છે. અહંકાર વિસર્જિત થતાં ભયભીત થનાર માણસ પણ વિસર્જિત થઈ જાય છે. મહાવીર કહે છે જે પોતાની