________________
४८
શરણાગૃત: ધર્મનો મૂળ આધા૨
એવું ખ્યાલમાં આવ્યું કે પિરામિડનો જે આકાર છે તેની સાથે આ ઘટનાને સંબંધ છે.
શું આકાર કાંઇ કરી શકે? બોવિસે આ ખ્યાલની ચકાસણી કરવા એક નાનો ત્રણચાર ફૂટનો પાયો (base) લઇને પિરામિડનો નમૂનો બનાવ્યો. એ પિરામિડમાં એણે એક મરી ગયેલી બિલાડી મૂકી. થોડા દિવસો પછી જોયું તો એ બિલાડી mummy થઇ ગઇ, એનું સૂકાયેલું શબ મળ્યું. એ પોતે આશ્ચર્યચકિત થઇ ગયો. ત્યારે એક વિજ્ઞાનના નવા સિદ્ધાંતનો જન્મ થયો. ભૂમિતિની આકૃતિઓને જીવનઉર્જાઓ સાથે ધણો સંબંધ છે. હવે તો બોવિસની સલાહ મુજબ, એવી કોશિશ થઇ રહી છે કે દુનિયાની બધી હોસ્પિટલોને પિરામિડ આકારમાં બાંધવામાં આવે જેથી એમાં દર્દીઓ જલદી સાજા થઇ જશે.
સરકસમાં જે ડાગલો (joker) હોય છે, તેની ટોપી (clown's cap) જોઈ છે? એનો આકાર ખાસ શંકુ, અણીદાર ટોચવાળો,(conical) હોય છે. બોવિસ કહે છે કે એક જમાનામાં બુદ્ધિમાન લોકો (wise men) આવી ટોપી પહેરતા હતા. એ ટોપીનો આકાર પિરામિડ જેવો છે. જે લોકોનું માથું વારંવાર દુઃ ખતું હોય તેઓ, પિરામિડ આકારની ટોપી પહેરે તો, એમનું માથું દુ:ખવાનું બંધ થઇ જાય છે. જેની માનસિક ચિકિત્સા કરવાની હોય તેમને ‘બોવિસ’ ટોપી પહેરાવવાથી લાભ થાય છે એવું હવે પ્રમાણિત થઇ રહ્યું છે.
તો શું ટોપીની અંદરના આકારથી આટલો ફાયદો થઇ શકે? હા, હું એમ માનું છું કે જો આવી પિરામિડ કે ટોપી જેવી બહારની આકૃતિ, ફાયદો પહોંચાડતી હોય, તો આંતરિક આકૃતિઓ પણ ફાયદા પહોંચાડે. શરણાગતિ આંતરિક આકૃતિને બદલવાની કોશિશ છે. આપણે જ્યારે ઊભા હોઇએ છીએ ત્યારે આપણી ચિત્તની આકૃતિ જુદી હોય છે. આપણે પૃથ્વી પર શરણાગતિમાં નમન ભાવે સૂઇએ છીએ ત્યારે આપણી ચિત્તની આકૃતિ જુદી હોય છે. ચિત્તમાં ભૌમિતિક આકૃતિઓનું જે યોગદાન છે, તે સમજવા જેવું છે. આપણે જ્યારે ઊભા હોઇએ છીએ ત્યારે જમીન સાથે આપણે ૯૦ નો ખૂણો બનાવીએ છીએ. એટલે આપણે સૂઇએ છીએ ત્યારે જમીન સાથે સમાન્તર (parallel) ૧૮૦°ને ખૂણે હોઇએ છીએ. એટલે પરિપૂર્ણ ભાવથી કોઇ ‘અરિહંતને શરણે જાઉં છું, ધર્મને શરણે જાઉં છું,’ એમ કહે ત્યારે એની આંતરિક ચિત્તની આકૃતિ એ બદલે છે, એનો અહંભાવ વિસર્જિત થાય છે, એનામાં રૂપાંતરણ શરૂ થાય છે. આપણે જેવા ભાવ કરીએ છીએ તેવી આકૃતિ આપણું ચિત્ત ધારણ કરે છે.
બધા પાશ્ચિમાત્ય દેશોના વૈજ્ઞાનિકોને ચાર વર્ષ પહેલાં એક ઘટનાથી માનસિક આંચકો લાગ્યો, જે કદાચ પાછલાં બસો વર્ષમાં નહિ લાગ્યો હોય. વિનિત્રિ દોજોનોવ નામનો એક ખેડૂત, જમીનથી ચાર ફૂટ ઊંચે, દસ મિનિટ સુધી અદ્ધર રહી શક્યો, ગુરુત્વાકર્ષણના ખેંચાણની વિરુદ્ધ જમીનથી ઉપર ચાર ફૂટ અદ્વર, પાંચ મિનિટ સુધી રોકાઇ રહેવાનો પ્રયોગ એણે સેંકડો વૈજ્ઞાનિકોની હાજરીમાં ઘણી વાર કર્યો. એની ઘણી રીતે પૂછપરછ કરાઇ. એમાં કોઇ કરામત કે છેતરપિંડી ન થાય તેની