________________
નમો અરિહંતાણમ્: મંત્ર
પૂરી કોશિશ કરવામાં આવી. દોજોનોવે સાબિત કર્યું કે એમાં કોઈ તરકીબ નથી.
દોજોનોવને પૂછવામાં આવ્યું કે તે આ કેવી રીતે કરી શકે છે? એણે કહ્યું કે એનું રહસ્ય બે બાબતમાં છે. એણે સમજાવ્યું કે એક તો એનો પૂર્ણ સમર્પણ ભાવ અને બીજું પરમાત્મા પ્રત્યે નિવેદન કે ‘હું મારી જાતને તારા હાથમાં સોંપુ છું, તારે શરણે આવું છું.’ એણે કહ્યું કે ‘હું મારી તાકાતથી ઉપર ઊઠતો નથી, પરમાત્માની તાકાત પર ઉપર ઊંડું છું.’ જ્યાં સુધી મારાપણાનો ભાવ અદશ્ય થતો નથી ત્યાં સુધી હું ઉપર ઊઠી શકતો નથી.
૪૯
બે ત્રણ વખત એના પ્રયોગ નિષ્ફળ પણ ગયા. એને પરસેવો વળી ગયો. સેંકડો લોકો એને દૂર દૂરથી જોવા આવ્યા હતા અને એ ઉપર ઊઠી ન શક્યો. આખરે એણે બધાને કહ્યું કે, ‘મને માફ કરો.’ આજે તે કેમ ઉપર ઊઠી શકતો નથી એમ પૂછતાં એણે કહ્યું કે, ‘આજે હું મારી જાતને ભૂલી શકતો નથી. જ્યાં સુધી મને મારો જરાસરખો ખ્યાલ બની રહે છે. ત્યાં સુધી ગુરુત્વાકર્ષણ કામ કરે છે, ત્યાં સુધી જમીન મને નીચે પકડી રાખે છે, જ્યારે હું મારી જાતને ભૂલી જાઉં છું, જ્યારે હું છું એની યાદ પણ રહેતી નથી, માત્ર પરમાત્માનું સ્મરણ રહે છે, ત્યારે તરત જ હું ઉપર ઊઠવા લાગું છું.’ શરણાગતિનો અર્થ છે સમર્પણ. વિનિત્રિના કહેવા મુજબ શું પરમાત્મા પર બધું છોડી દેવાથી જીવનના સાધારણ નિયમો પણ કામ કરવાનું છોડી દે છે? શું જમીન પણ પોતાનું ગુરુત્વાકર્ષણ ગુમાવી દે છે? જો જમીન પણ પોતાનું ગુરુત્વાકર્ષણ છોડી દે તો અરિહંતને શરણે જનાર શું જાતીય આકર્ષણથી પણ મુક્ત થઈ જાય? જીવનના સામાન્ય નિયમો કામ કરતા બંધ થઇ જાય? શરીરની ભૂખ છે તે છૂટી જાય? શું શરીર ભોજન માગવાનું બંધ કરે? શું એવું થઇ શકે, વર્ષો સુધી શરીર ભોજન વિના જીવી શકે? જો જમીન પોતાનો ગુરુત્વાકર્ષણનો પ્રાકૃતિક નિયમ તોડી શકે તો પછી બધા નિયમ તૂટી શકે છે.
વિનિત્રિ એક બીજી વાત પણ કહે છે. ‘જ્યારે હું ઉપર ઊઠું છું ત્યારે મારા શરીરની જે આકૃતિ હોય તેમાં શરીરનાં જે અંગ જે સ્થિતિમાં હોય છે તેમાં, હું કાંઇ ફેરફાર કરી શકતો નથી. આખું શરીર એક આકૃતિમાં બંધાઇ જાય છે. જો મેં હાથ છાતી પર રાખ્યો હોય તો ત્યાંથી તે હટાવી શકતો નથી, મારું માથું વાંકુંચૂકું હલાવી શકતો નથી. મારું શરીર જ નહીં, મારી ચેતના પણ એક આકૃતિમાં બંધાઇ જાય છે.’
તમને કદાચ ખ્યાલ નહીં હોય કે યોગમાં ‘સિદ્ધાસન'નું જે વર્ણન છે તે, આપણા શરીરની પિરામિડની આકૃતિ બનાવવાની રીત છે. બુદ્ધની અને મહાવીરની મૂર્તિઓનો આકાર જે આસનમાં છે તે પિરામિડ જેવો છે. આપણા બે પગથી બનતી જમીન સાથેનું બેઝ (base) મોટું થઈ જાય છે. એક ત્રિકોણાકાર આકૃતિ રચાય છે. આ આસનને સિદ્ધાસન કહેવાય છે. શા માટે? કારણકે આ આસનમાં સરળતાથી પ્રકૃતિના પોતાના નિયમ કામ છોડી દે છે અને પ્રકૃતિના પારના, પરમાત્માના જે ગહન, સૂક્ષ્મ નિયમો છે તે કામ કરવાનું શરૂ કરે છે. આ આકૃતિ મહત્ત્વની છે.