________________
નમો અરિહંતાણમ્: મંત્ર
આવવા દેતા નથી સિવાય કે એ પ્રિયજન હોય.)
વૈજ્ઞાનિકો કહે છે કે મનુષ્યની બુદ્ધિ, એ ઊભો થઇ શકવાને કારણે ખિલી છે એ વાત સાચી છે. બધાં પશુ પૃથ્વીની સમાનાન્તર જીવે છે. માત્ર માનવી જ સીધો ઊભો થઇ ગયો છે. માનવીના ઊભા થઇ જવાથી એની કહેવાતી બુદ્ધિનો તો વિકાસ થઇ ગયો, પરંતુ સાથે સાથે જીવનની કેટલીક જાગતિક શક્તિઓ સાથેના અને જીવનની કેટલીક અંતરતમ માનસિક શક્તિઓ સાથેના સંબંધો પણ ક્ષીણ અને શિથિલ થઇ ગયા. એટલે માનવીને સૂઇ જઇને એ સંબધો ફરીથી સ્થાપિત કરવા પડે છે. મંદિરમાં મૂર્તિઓ સામે, મસ્જિદોમાં, ગિરિનઘરોમાં ઝૂકી જઇને અને જમીન પર સૂઇ જઇને જે પ્રણામ કરે છે તેનો વૈજ્ઞાનિક અર્થ છે. એ રીતે માનવી સૂઇ જતાં એનું સુરક્ષા આયોજન તૂટી પડે છે.
૪૭
અમેરીકાના કેટલાક બીજા મનોચિકિત્સકો આ કોચ (coach) ની વિરુદ્ધ આંદોલન ચલાવી રહ્યા છે. એ લોકોનું એમ કહેવું છે કે આ રીતે કોચ પર સૂવરાવીને ફ્રોઇડ દર્દીને એકદમ અસહાય અવસ્થામાં લાવે દે છે. એમની વાત સાચી છે, પરંતુ એમનું આંદોલન બરાબર નથી. સૂવાથી અસહાય બને છે એ નક્કી–એટલા માટે અસહાય બની જાય છે, કે એની પોતાની સુરક્ષા કરવાની જે વ્યવસ્થા છે તેને ગુમાવી દે છે.
શરણાગતિનું આપણે ત્યાં મોટું મૂલ્ય અંકાયું છે. જો એ શરણાગતિ પરમાત્મા પ્રતિ, અરિહંત પ્રતિ, સિદ્ધ પ્રતિ હોય તો એ વિભૂતિઓ તો પડદાની પાછળ છે, દ્રશ્ય નથી. મહાવીર સ્વયં હાજર હોય તો મહાવીરનું શરીર પડદો બની જાય છે, મહાવીરની ચેતના તો એ પડદા પાછળ જ હોય છે. પરંતુ જ્યારે કોઇ પોતાનું સર્વથા સમર્પણ કરી દે છે ત્યારે જેમ કોઇ નદીના પ્રવાહમાં પોતાની જાતને વહેતી મૂકી દે છે તેમ, એ પ્રવાહ એને લઇ જાય છે પોતાની સાથે. એમાં તરવાનું નથી, માત્ર વહેવાનું છે, એક પ્રકારનું વહ્યા કરવાનું (floating) છે. એવા શરણાગતના ચિત્તની બધી ચિંતાઓ છૂટી જાય છે.
એક બોવિસ નામે ફ્રેન્ચ શોધક, ઇજીપ્તના પિરામિડો વિષે દસ વર્ષ સુધી અભ્યાસ કરી રહ્યો હતો. એ પોતે વૈજ્ઞાનિક અને એન્જિનિયર હતો. એણે નિરીક્ષણ કર્યું કે જ્યારે કોઇ ઊંદર કે બિલાડી ભૂલથી પિરામિડમાં ઘુસી જાય અને તે બહાર નીકળવાનો માર્ગ ભૂલી જાય ત્યારે પિરામિડમાં મરી જાય. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે એનો મૃતદેહ જરા પણ સડતો નથી કે ગંધાતો નથી. એ સૂકાઇને એક પ્રકારનું પરૂરક્ષિત શબ (mummy) બની જાય છે. આ ખૂબ આશ્ચર્યજનક ઘટના છે. પિરામિડમાં આવું બનવા માટે કોઇ કારણો જડતાં નથી. એવાં પણ પિરામિડ છે જે સમુદ્રના કિનારે આવેલાં છે. ત્યાં તો ભેજવાળી હવા જ હોય. ત્યાં દરિયાકિનારે તો કોઇ પણ ચીજ મરી જાય તો એની દુર્ગંધ ફેલાય. પરંતુ પિરામિડ કોઇ અદ્ભૂત રીતે મરેલી ચીજને સડવા નથી દેતું. માંસનો ટુકડો પિરામિડમાં રાખી દેવાય તો તે પણ સૂકાઇ જાય છે, ગંધાતો નથી. છેવટે વૈજ્ઞાનિકને