________________
નમો અરિહંતાણમ્: મંત્ર
વાણીનો લેખિત સંગ્રહ કરવાનો પ્રયત્ન થયો. એટલે જૈનોમાં જે દિગંબર સંપ્રદાય છે તે મહાવીરની કોઈ વાણીને પ્રમાણિત માનતો નથી. દિગંબરોનું માનવું છે કે જે લોકોએ મહાવીરનીવાણી સંગ્રહિત કરી છે તેઓને પણ એક શંકા પેદા થઈ ગઈ હતી કે હવે મહાવીર સાથે સંબંધ સ્થાપિત થઈ શકે તેમ નથી. જે કાંઈ નોંધ થઈ છે તેને પ્રમાણિત કેવી રીતે કહી શકાય? એટલે દિગંબર જૈનો પાસે કોઈ શાસ્ત્ર નથી. તેઓ એમ કહે છે કે બધું મહાવીર સાથે જ ખોવાઈ ગયું. શ્વેતાંબરો પાસે પણ જે શાસ્ત્ર છે, તે અધુરાં છે, કારણકે જેમણે સંગ્રહ કર્યો, તેમણે જ કહ્યું કે હવે અમે થોડી જ વાતો પ્રામાણિત લખી શકીએ છીએ. બાકી બીજાં અંગો ખોવાઈ ગયાં છે. એમને જાણવાવાળું કોઈ બચ્યું નથી, એટલે એ શાસ્ત્ર અધુરાં
પરંતુ મહાવીરની સંપૂર્ણ વાણી ફરીથી પ્રાપ્ત થઈ શકે તેમ છે. જે ગ્રંથો લખાયા છે તેમાંથી તે નહિ મળી શકે. એનો એક જ રસ્તો છે. થોડી એવી વ્યક્તિઓનાં સમૂહ-સ્કૂલ-ઊભાં થાય, જેમની ચેતના એટલા ઊંડાણમાં ઊતરી શકે, જ્યાં આજે પણ મહાવીર સાથે સંબંધ સ્થાપી શકાય. એટલે જ મહાવીરે કહ્યું, ‘કેવલી પન્નતો ધમ્મ શાસ્ત્ર નહીં, એ જ ધર્મ ઉત્તમ છે, જે તમે કેવલી સાથે સંબંધિત થઈને જાણી શકો, શાસ્ત્રથી સંબંધિત થઈને નહીં. કેવલી સાથે સંબંધિત થવા માટે બહુ મોટી કિંમત ચૂકવવી પડે તેમ છે. સ્વયંની ભીતરમાં ઘણું બધું રૂપાંતરિત કરવું પડે તેમ છે. મોટી વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો એટલી મોટી કિંમત ચૂકવવી જ પડે.
જ્યારે મહાવીર કહે છે કે અરિહંત ઉત્તમ છે, સાધુ ઉત્તમ છે, કેવલી પ્રરૂપિત ધર્મ ઉત્તમ છે ત્યારે સાથેસાથે એ પણ કહે છે કે ઉત્તમને પ્રાપ્ત કરવા માટે, બધું જ ચૂકવવાની તૈયારી રાખવી પડશે. જે મૂલ્યવાન છે, તે મત મળતું નથી. આપણે બધું મફત લેવા ટેવાયેલા છીએ. આપણે કાંઈ પણ ચૂકવવા તૈયાર નથી. બજારમાંથી ભળતી ચીજો ખરીદતાં ઘણું બધું ચૂકવીએ છીએ, કારણ આપણે તે લેવા માટે આગ્રહ રાખીએ છીએ. ધર્મતો મફ્ત મળવો જોઈએ. જે વધારેમાં વધારે મૂલ્યવાન છે, તે મેળવવાનો આગ્રહ નથી. પછી એની કિંમત કેવી રીતે ચૂકવાય? મહાવીર કહે છે, જે ઉત્તમ છે, લોકોમાં સર્વશ્રેષ્ઠ છે તેના માટે સ્વયંને ખોઈ નાખવાની, સર્વસ્વ ચૂકવવાની તૈયારી જોઈએ. તો જ કેવલી પ્રરૂપિત ધર્મ સાથે સીધો સંબંધ, કોઈ મધ્યસ્થી વિના, સ્થાપી શકાશે.