________________
મંગળ અનેલોકોત્તમની ભાવના
રહે છે. પુદ્ગલનો અર્થ છે (becoming) હંમેશા બન્યાકરવું તે. પરંતુ ક્યારેય પુદ્ગુલનું સ્થિર ભાવે હોવું (being) શક્ય નથી. કોઈ ચીજ ક્યારેય છે ની સ્થિતિમાં આવતી જ નથી કે જ્યાં બનવાપણું પરું થઈ ગયું હોય. મહાવીર કહે છે પુલ એ ચીજ છે જે પ્રત્યેક ક્ષણે જન્મે છે અને મરે છે, ફરી નિર્મિત થાય છે, ક્યારેય સમાપ્ત થતી નથી. પદાર્થ એ મૃત શબ્દ છે. અંગ્રેજી ભાષાનો “મેટર - mater" શબ્દમૃત શબ્દ છે. “મેટરનો અર્થ છે જે માપી શકાય. measure શબ્દ પરથી એ બન્યો છે. સંક્ત અથવા હિંદી શબ્દ પદાર્થ નો અર્થ, અર્થવાન કે અસ્તિત્વવાન જેવો છે. “પુલ’ શબ્દનો અર્થ છે જે બની રહ્યો છે, પ્રક્રિયામાં છે. એ પ્રક્રિયાનું નામ જ પુદ્ગલ છે. ક્રિયા સતત ચાલુ છે. જેમ આપણે ચાલી રહ્યા છીએ. એક પગલું ભર્યું, પછી બીજું ભર્યું. ક્યારેય બન્ને પગલાં એકી સાથે નથી ઉઠતાં. એક પગલું ઉઠે છે ત્યારે બીજું સ્થિર રહે છે. એક પગલું પૂરું થાય છે ને બીજું ઊપડી રહ્યું હોય છે. એવી જ રીતે પદાર્થનું પણ એક પગલું ભરાઈ રહ્યું હોય છે ત્યારે આગલું, પહેલાનું પગલું મટી રહ્યું હોય છે. તમે જે ખુરસી પર બેઠા છોતે ધીમેધીમેનાશ થઈ રહી છે. જે એમનથતું હોય તો પચાસ વર્ષ પછી એ ખુરસી રાખ કેવી રીતે બનશે ? જે શરીરમાં તમે હાલ બેઠા છો તે પણ ધીમે ધીમે નાશ થઈ રહ્યું છે. પરંતુ એ શરીરને તમે બનાવી પણ રહ્યા છો. ચોવીસ કલાક એને હવા, પાણી અને ખોરાક આપ્યાં કરવાં પડે છે. એમાંથી એ બની રહ્યું છે, ઘસાતું પણ રહ્યું છે, જર્જરિત થતું રહ્યું છે. જીવન અને મૃત્યુ જાણે એકીસાથે (simulatneous) બે પગલાંની જેમ ચાલી રહ્યાં છે. મહાવીરે કહ્યું કે આ જગત પુદગલ છે. એમાં ચીજો બની રહી છે, નાશ થઈ રહી છે. ફરીથી રૂપાંતર પામી રહી છે. કોઈ ચીજ નવી નથી, નવું રૂપાંતર છે. કોઈ ચીજ કદી નાશ પામતી નથી, માત્ર એનું રૂપાંતર થતું હોય છે. માટે કોઈ નિર્માતાની, ભગવાનની જરૂર નથી. ઈશ્વર કારણ છે કે પરિણામ છે (cause or effect)? બધા ધર્મો ઈશ્વરને પરમાત્માને જગતની પહેલાં રાખે છે. મહાવીર પરમાત્માને જગતની અંતમાં રાખે છે. આ ફરક સમજવા જેવો છે. બધા ધર્મો કહે છે કે, પરમાત્મા કારણ છે. આદિકારણ (cause) છે. મહાવીર કહે છે કે પરમાત્મા પરિણામ છે, અંતિમ પરિણામ (effect) છે. મહાવીર માટે અરિહંત અંતિમ મંજિલ છે. જ્યારે
વ્યક્તિ બધું મેળવી ચૂકે છે ત્યારે ભગવાન બને છે; જ્યારે વ્યક્તિ એ સ્થાને પહોંચે છે, જેની - આગળ કોઈ યાત્રા નથી. બીજા ધર્મોના ભગવાન, જગતની શરૂઆત (beginining) માં છે.
જ્યાંથી દુનિયા શરૂ થાય છે. જ્યારે મહાવીરની ધારણા એવી છે કે જ્યાં દુનિયા સમાપ્ત થાય છે, ત્યાં ભગવત્તા શરૂ થાય છે, દુનિયાનું અતિક્રમણ કરી પાર જનાર ભગવાન છે. એટલે મહાવીર ભગવાનને પ્રથમ નહિ, અંતિમ રાખે છે; કારણ નહિ, પરિણામ ગણે છે. દુનિયાના બીજા ધર્મોના) ભગવાન બીજ જેવા છે, જ્યારે મહાવીરના ભગવાન ફૂલ જેવા છે. દુનિયા કહે છે કે ભગવાનમાંથી બધું પેદા થાય છે. મહાવીર કહે છે જ્યાં પહોચીને બધું સમજાઈ