________________
મંગળ અને લોકોત્તમની ભાવના
સ્મરણ રોકશે. જાણીને જે કર્યું હોય, સમજપૂર્વક જે કર્યું હોય તે તો પરિણામકારક બને જ છે, પરંતુ સમજ્યા કે જાણ્યા વિના કરેલું પોપટિયું રટણ પણ આપણા ચિત્તમાંરેખાઓ અંકિત કરે છે. એ રેખાઓ ભલે મૃત હોય તોપણ, કોઈ પ્રકાશની ક્ષણોમાં તે સક્રિય થઈ શકે છે. આટલી વાત નિયમિત પાઠ માટે, નિયમિત ભાવ અને ધારણા માટે સમજવા જેવી છે. હવે મહાવીરે આત્મા અને ઈશ્વર વિષેજે વાતો કરી છે તે સમજીએ. જૈન પરંપરા કે વિચારધારાનો મહાવીરે ઉપયોગર્યો છે, તેમાં માનવીના જ શુદ્ધ આત્માને શ્રેષ્ઠત્તમ સ્થાન પર બિરાજમાન ક્ય છે, મનુષ્યના શુદ્ધ આત્માને પરમાત્મા માન્યો છે. એટલે મહાવીરના હિસાબે આ પૃથ્વી પર જેટલા લોકો છે તે બધા ભગવાન થઈ શકે છે, માત્ર માનવી જ નહિ, જેટલી ચેતનાઓ છે તે બધી ભગવાન થઈ શકે છે. મહાવીરની દષ્ટિમાં એક જ ઈશ્વર છે.” એવો ખ્યાલ નથી. દુનિયાના બધા ધર્મોમાં ભગવાનની જે ધારણા છે તે અભિજાત (aristocratic) ઉચ્ચભુ છે, માત્ર એક ભગવાનની છે. જ્યારે એકલા મહાવીરના ધર્મમાં ભગવાનની ધારણા લોકતાંત્રિક (Democratic) છે. પ્રત્યેક વ્યક્તિ સ્વભાવથી જ ભગવાન છે. એ વ્યક્તિ જાણે કે ન જાણે, એ ભગવાન બનેન બને, જન્મોજન્મભટકે, અનન્ત જન્મો સુધી ભટકે છતાં એથી કાંઈ ફરક પડતો નથી, એ ભગવાન છે. કોઈને કોઈ દિવસે એનામાં જે છુપાયેલું છે તે પ્રગટ થશે. કોઈ ને કોઈ દિવસે એનામાં જે બીજરૂપે છે તે વૃક્ષ બનશે. જે આજે સંભાવના છે, તે સત્ય બનશે. મહાવીર અનન્ત ભગવત્તાઓમાં માને છે. પ્રત્યેક માનવી દિવ્ય છે. જે દિવસે આખું જગત અરિહંત સુધી પહોંચી જશે ત્યારે જગતમાં અનન્ત ભગવાન હશે. મહાવીર ભગવાનનો એવો અર્થ કરે છે કે જેણે પોતાના સ્વભાવને પામી લીધો. સ્વભાવ ભગવાન છે. ભગવાન વિષે આ એક અનૂઠી ધારણા છે. જગતને બનાવનાર કે ચલાવનાર કોઈ ભગવાન જેવી સત્તાનથી. મહાવીર કહે છે કોઈ બનાવનારનથી. જગતને બનાવવાની ધારણા જ બાલિશ છે. બાલિશ એટલા માટે કે ભગવાને જગત બનાવ્યું છે એમ કહેવાથી આપણામાં પ્રશ્ન ઊઠવાના બંધ થતા નથી. પ્રશ્ન થાય છે કે ભગવાને જગતને બનાવ્યું તો ભગવાનને કોણે બનાવ્યા? તો જે પ્રશ્ન છે તે ત્યાંની ત્યાં જ રહે છે. ભગવાને જગતને બનાવ્યું છે એમ કહેનારને કહેવું પડે છે કે ભગવાનને કોઈએ બનાવ્યા નથી. મહાવીર કહે છે જે ભગવાનને કોઈએ બનાવ્યા નથી એમ માનવું પડે તો એ માનવું જ પડે કે જગતમાં એવું કાંઈક છે જેનું સર્જન કોઈએ કર્યું નથી, એવું કાંઈક છે જેuncreated છે. તો પછી આખું જગત પણ કોઈએ બનાવ્યું નથી. એમ માનવામાં શું અડચણ છે? મનને તો એકમાત્ર અડચણ હતી કે બનાવ્યા વિના કોઈ ચીજ બને કેવી રીતે? એટલે મહાવીર પાસે નાસ્તિક માટે જે જવાબ છે તેવો કોઈ કહેવાતા ઈશ્વરવાદી પાસે નથી. નાસ્તિક તો ઈશ્વરવાદીને એ જ પૂછે કે “ભગવાને જગતને શું કામ બનાવ્યું?’ જવાબ આપવો મુશ્કેલ છે. છતાં પણ ઈશ્વરવાદી જવાબ આપે છે કે ઈશ્વરમાં જગત બનાવવાની ઇચ્છા-વાસના