________________
નમો અરિહંતાણમ્: મંત્ર
છે તે માટે.’ મુલ્લાએ આંખ ખોલીને કહ્યું ‘હું તો જે પાપો નથી કર્યાં, તેનો પસ્તાવો કરી રહ્યો છું . જે પાપ હું કરી શક્યો નથી, તે માટે હવે પસ્તાઉં છું. હવે મરી રહ્યો છું ત્યારે થાય છે, કેટલાંક એવાં પાપ હતાં, જે કરવાનું મન હતું પણ ન કરી શક્યો.’
૩૩
ધર્મગુરુ મુલ્લાની વાત ન સમજી શક્યા. કારણકે આ પૃથ્વી પર આવા ધર્મગુરુથી ઓછી સમજવાળા માનવી મળવા મુશ્કેલ છે. એટલે મુલ્લાને ધર્મગુરુએ પૂછ્યું, ‘તું શું કહે છે? તને ફરીથી જન્મ મળે તો ફરીથી આવાં જ પાપો કરીશ, આવું જ જીવન જીવીશ?”
મુલ્લાએ કહ્યું, ‘નહિ, જીવનપદ્ધતિમાં ઘણા ફેરફાર કરીશ. આ જિંદગીમાં પાપ કરવાનું મેં ખૂબ મોડું શરૂ કર્યું. આવતી જિંદગીમાં થોડી વહેલી શરૂઆત કરીશ.’
દરેક માનવી વિષે, મુલ્લાનો આ વ્યંગ ઘણું ઘણું કહી જાય છે. આપણી આવી મનોદશા છે. મરતી વખતે આપણને પશ્ચાત્તાપ થશે, એવી સ્ત્રીઓમાટે જે આપણને ન મળી, એટલા ધન માટે જે આપણે ન મેળવી શકયા, એવાં ઊંચાં પદ ને પ્રતિષ્ઠા માટે જે આપણે ચૂકી ગયા. આવું જે કાંઇ નિકૃષ્ટ હતું, જે મેળવવા યોગ્ય ન હતું, તેનાં માટે ન મળ્યાનો પસ્તાવો થશે. એવો પસ્તાવો થવાનો શક્ય છે ખરો કે અરિહંત ન મળ્યા કે સિદ્ધ ન મળ્યા કે કેવલી પ્રરૂપિત ધર્મમાં પ્રવેશ ન થઇ શક્યો?
નહીં, એવું બન્યું હશે કે નમોકાર મંત્ર તમારી આસપાસ ભણાતો હશે, પરંતુ તમારી અંદર, ભીતરમાં એ નહીં પ્રવેશી શકે. કારણકે જેણ આખું જીવન આવા મંત્રના પ્રવેશની તૈયારી ન કરી, તેનામાં શું છેલ્લી ક્ષણોમાં એનો પ્રવેશ થઇ જશે ? એવું જો કોઇ માનતું હોય તો એ અજ્ઞાન છે. જીવનભર જે મહેમાનના સત્કાર માટે તૈયારી ન કરી, તે શું આમ અચાનક તમારામાં પ્રવેશી જશે ? આવી ખોટી આશા કરીએ તો હતાશા જ હાથ લાગશે.
પરંતુ જે વ્યક્તિ નિરંતર ‘અરિહંત’ મંગળ છે, લોકોમાં ઉત્તમ છે, શ્રેષ્ઠ છે એવું રટતો હોય અને જીવનમાં એ મેળવવા પ્રયત્નશીલ હોય તે ખરેખર માત્ર પોપટિયું રટણ કરતો હોય તોપણ, એ મંત્રની રેખાઓ એનામાં અંકિત થઇ જાય છે. માત્ર ફરીફરી આવા સૂત્રનું રટણ કરતો હોય તોપણ એના ચિત્ત પર એ શુભની, મંગળની ઉત્તમની રેખાઓ અંકાય છે. કોઇ પ્રકાશની ક્ષણોમાં એ રેખાઓ સક્રિય બની શકે છે, જેણે ‘અરિહંત લોકોમાં ઉત્તમ છે ' એમ નિરંતર મનન કર્યું છે, એણે પોતાની અંદર એક ધારા, ગમે તેવી ક્ષીણ હોય તોપણ, વહાવી છે. એટલે જ્યારે એનામાં કોઇ અરિહંતથી વિપરીત જવાનો ભાવ જાગશે ત્યારે એના અંતરતલમાંથી અવાજ ઊઠશે કે તું જે કરવા જઇ રહ્યો છે, તે તારે માટે ઉત્તમ નથી, શ્રેષ્ઠ નથી.
જોણે જીવનભર રટણ કર્યુ છે કે ‘સિદ્ધ લોકોમાં શ્રેષ્ઠ છે' તે ક્યારેક આડે રસ્તે જઇ રહ્યો હશે ત્યારે એને એની ભીતરમાંથી આવાજ સંભળાશે કે સિદ્ધ તો પોતાને પામે છે, તું તો તારી જાતને ખોઇ રહ્યો છે. જેણે કહ્યું હશે ‘સાધુ લોકોત્તમ’ છે તેને એની કોઇ નબળી ક્ષણોમાં, અસાધુ બનતા એ