________________
મંગળ અનેલોકોત્તમની ભાવના
વિચારી શકતી જ ન હોય, તેની નજીક જ ક્ષણે તમે જાવ, તે ક્ષણે તમારા લોહીમાંના સફેદ કણ (whitecorpuscles) પંદરસો જેટલાં વધી જાય છે. આ ડિલાવાર પ્રયોગશાળામાં દસ વર્ષના પ્રયોગો પછી પુરવાર થયેલું તથ્ય છે. તમે તમારા માટે મંગળની ભાવનાઓથી તરબતર વ્યક્તિને મળવા જાવ તે પહેલાં તમારા લોહીના નમૂના સાથે, તમે મળીને બહાર નીકળો તે વખતના લોહીના નમૂનાને સરખાવવામાં આવે તો એ વધારાનાં પંદરસો સફેદ કણ જે તમારા લોહીમાં પેદા થયાં, તેનું બીજું શું કારણ હોઈ શકે? તમારા પ્રત્યે દુર્ભાવ રાખનાર વ્યક્તિની હાજરીમાં તમારા લોહીનાં સોળસો સફેદ કણ ઓછાં થઈ જાય છે. આરોગ્યશાસ્ત્ર એમ કહે છે કે તમારા સ્વાથ્યના રક્ષણનો આધાર સફેદ કણોની અધિકતા પર છે. જેટલાં વધુ સફેદ કણ હોય તેટલું વધારે સારું સ્વાથ્યનું સંરક્ષણ. સફેદ કણ પહેરેદાર છે. તમને ક્યાંક વાગ્યું હોય અને ત્યાં પાક થવાથી જે સફેદ પરું નીકળે છે તે મૃત્યુ પામેલાં સફેદ કણ છે. તમારા ઘાને ચારે તરફથી ઘેરી લઈને, બીજાં કીટાણુંને શરીરમાં પ્રવેશવા દેવા માટે એ સફેદ કણ પહેરેદારનું કામ કરે છે. સફેદ કણ તમારા રક્ષક છે. ડિલાવર પ્રયોગશાળાના પ્રયોગોએ વૈજ્ઞાનિકોને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા. શુભ અને મંગળની ભાવનાથી ભરેલી વ્યક્તિઓનો શું એટલો બધો પ્રભાવ છે કે જેથી તમારા લોહીની ગુણવત્તા સુધરી જાય, તમારા લોહીની ગતિ, હૃદયની ગતિ, લોહીનું દબાણ બધું જ બદલાઈ જાય! ડૉ. જગદીશચંદ્ર બોઝ પછી એક બીજું મોટું નામ છે, એક બીજા અમેરિકન વૈજ્ઞાનિક શ્રી કલીબ બેકસ્ટરનું. જગદિશચંદ્ર તો કહ્યું હતું કે વનસ્પતિમાં પ્રાણ છે. બેકસ્ટરે એ સિદ્ધ ક્યું કે વનસ્પતિમાં ભાવના પણ છે. વનસ્પતિના છોડ પોતાના મિત્રોને અને શત્રુઓને ઓળખી શકે છે. છોડપોતાના માલિકને તેમજ પોતાના માળીને પણ ઓળખે છે. છોડનો માલિક મરણ પામે છે ત્યારે છોડની પ્રાણધારા પણ ક્ષીણ થઈ જાય છે. એ બીમાર પડી જાય છે. છોડવાઓને સ્મૃતિ હોય છે, એવું પણ બેકસ્ટરે પુરવાર કર્યું છે.
જ્યારે તમે એક ગુલાબના છોડ પાસે પ્રેમપૂર્વક આવીને ઊભા રહી જાવ છો ત્યારે બીજે દિવસે એ જ સમયે એ છોડતમારી પ્રતિક્ષા કરતો હોય છે. તમે આજે નથી આવ્યા તે એને યાદ રહે છે. વળી એ ગુલાબના છોડ પાસે પ્રેમથી તમે રોજ ઊભા રહેતા હો અને અચાનક કોઈ વાર એનું ફુલ તોડી લો છો ત્યારે એ છોડ મૂંઝવણ અનુભવે છે. બેકસ્ટરે એવું યંત્ર વિકસિત કર્યું છે કે જે બધાંની પ્રાણધારાનું માપ અંકિત કરે છે. એ ગુલાબનો છોડ પણ જ્યારે મૂંઝવણ અનુભવે છે Confuse થઈ જાય છે ત્યારે એની પ્રાણધારા વિક્ષિપ્ત થઈ જાય છે. જે વ્યક્તિ મારા પર આટલો પ્રેમ રાખતી હતી તેણે એકદમ મારું ફૂલ કેમ તોડી લીધું? છોડને લાગે છે કે કોઈ બાળક ખૂબ વહાલું લાગતું હોય એની સાથે પ્રેમ કરતાં કરતાં, અચાનક એની ગરદન મરડીનાખીએ તો એ બાળકને જે આઘાત લાગે એવો જ આઘાત છોડને લાગે છે. અચાનક શું થઈ ગયું તે છોડને સમજાતું નથી.