________________
નમો અરિહંતાણમ્ મંત્ર
ર૫
પોતાની ધારણાશક્તિથી આગળ પાછળ સરકાવી શકે છે, તેઓનાં મગજના અધ્યયન પરથી આ વાત સિદ્ધ થઈ છે કે જેટલી શક્તિ, મગજના આગળના ભાગમાં છે, તેથી ઘણી વધારે શક્તિ મગજના પાછલા ભાગમાં છે. યોગની પણ એવી ધારણા છે કે આપણું ખરું મગજ આપણી ડોકના પાછળના હિસ્સામાં છે. એ પાછળનો હિસ્સો જ્યાં સુધી સક્રિય ન બને ત્યાં સુધી માનવી પોતાની પૂરી ગરિમા પ્રાપ્ત નહીં કરી શકે. બીજી એક આશ્ચર્યની વાત એવી છે કે જ્યારે પણ તમે ખોટા વિચારો કરતા હશો ત્યારે તમારા મગજના આગળના ભાગમાંથી તે કરતા હશો. માણસના મગજના અલગ ભાગ, અલગ અલગ કામ કરે છે. તમારે કોઈની હત્યા કરવી હોય તો તે વિચારો મગજના આગળના ભાગમાં જ ચાલતા હોય. તમારે કોઈને કાંઈ સહાય કરવાના વિચારો કરવાના હોય તો તે મગજના પાછળના હિસ્સામાં ચાલતા હોય છે. પ્રકૃતિએ અગાઉથી જ શુભ કરવા માટે વધારે શક્તિ આપી છે અને અશુભ કરવા માટે ઓછી શક્તિ આપી છે. પરંતુ જગતમાં વધારે અશુભ જ બનતું દેખાય છે, શુભ બનતું દેખાતુ નથી, કારણકે આપણે શુભ કરવાની કામના જ કરતા નથી. ક્યારેક શુભની કામના કરીએ ત્યારે સાથોસાથ એનાથી વિપરીતકામના કરીને એ શુભના ભાવને કાપી નાખીએ છીએ. એક મા પોતાના બાળકના લાંબા આયુષ્યની કામના કરતી હોય છે, પરંતુ કોઈ ક્રોધી ક્ષણોમાં, એમ પણ કહી દે છે કે તુ તો મારે પેટે જન્મતાં જ મરી ગયો હોત તો સારું થાત. શુભ ભાવના ચાર વખત કરી હોય અને એક વખત પણ અશુભ ભાવ પેદા થઈ જાય તો તે શુભની કામનામાં ઝેર ભેળવી દે છે. મહાવીર પોતાના સાધુઓને હંમેશા કહેતાકે ચોવીસ કલાક મંગળની ભાવનામાં જ ડૂબેલા રહો. ઊઠતાં, બેસતા, શ્વાસ લેતાંને છોડતાં, માત્ર મંગળની જ ભાવના કરો. સ્વાભાવિક રીતે મંગળની કામના, જે મંગળમયતાનું શિખર છે – ‘અરિહંત' - ત્યાંથી જ શરૂ કરવી જોઈએ. એટલે પ્રથમ ‘અરિહંત' મંગળ છે. જેના બધા રોગ અને બધા શત્રુ સમાપ્ત થઈ ગયા, તે મંગળ છે, પછી સિદ્ધ મંગળ છે, સાધુ મંગળ છે, અને જેઓએ બધું જ જાણી લીધું છે તેવા કેવલી’ મંગળ છે જૈન પરંપરામાં કેવલી તેમને કહેવાય છે જેઓ એવી પરિસ્થિતિ પર પહોંચી ગયા કે જ્યાં જાણનાર (જ્ઞાતા) તેમજ જાણવાની વાત (જોય) બન્ને વિસર્જિત થઈ ગયા છે અને બચે છે માત્ર જ્ઞાન, જે ‘કેવળ જ્ઞાન” (only knowing) તરીકે ઓળખાય છે. માત્ર જ્ઞાન રહી ગયું. જ્યાં મારાપણાનો કોઈ ભાવ ન બચ્યો, જ્યાં જાણવાવાળો ન બચ્યો, જાણવાની શુદ્ધ ક્ષમતા માત્ર બચી એનું નામ ‘કેવલી’. જૈન પરંપરાનો કેવલી એક આગવો શબ્દ છે. એક બીજી રીતે આ વાત સમજીએ તો વધારે સ્પષ્ટ થશે. એક ઓરડામાં અંધારું છે ત્યાં આપણે દીવો સળગાવ્યો અને પ્રકાશ કર્યો. પ્રકાશને પ્રગટ થવા માટે દાવો છે (પ્રકાશનું સાધન), દીવામાં તેલ છે (ઇંધન) અને દીવાની જ્યોતિ છે. દીવાના પ્રકાશમાં ઓરડાનું બધું ફરનિચર અને વસ્તુઓ