________________
RO
મંગળ અનેલોકોત્તમની ભાવના
ચીનમાં ‘એક્યુપંકચર’ હતું. હવે આ પદ્ધતિને વૈજ્ઞાનિકો તરફથી પણ સમર્થન મળી રહ્યું છે. રશિયામાં આ પદ્ધતિથી પ્રયોગો થઈ રહ્યા છે અને ત્યાંના કેટલાક લોકોનું એવું માનવું છે કે આ સદીના અંત સુધીમાં રશિયામાં પણ બીમાર પડનારને ચિકિત્સકે પૈસા આપવા પડશે. કોઈ બીમાર પડશે તો ચિકિત્સક જવાબદાર ગણાશે. “એક્યુપંકચર’ એમ માને છે કે શરીરમાં માત્ર લોહી વહેતું નથી, માત્ર વિદ્યુત વહેતી નથી, પરંતુ પ્રાણ ઉર્જા ‘alanvital' નો ત્રીજો પ્રવાહ પણ વહે છે. શરીરમાં આ પ્રવાહ ચામડીને સાતસો સ્થાને સ્પર્શ કરે છે. એટલા માટે ચામડી પર જે જે સ્થાનો પર પ્રવાહ અસંતુલિત થઈ ગયો હોય ત્યાં સોય ખોંસીને તે પ્રવાહને વ્યવસ્થિત કરવામાં આવે છે. બીમારી આવવાના છ મહિના પહેલાં આ પ્રવાહ અસંતુલિત થઈ જાય છે. તમને એ જાણીને પણ આશ્ચર્ય થશે કે નાડી ચિકિત્સામાં પણ લોહીના પ્રવાહને સમજવાનો નહીં, પરંતુ જીવપ્રવાહ-પ્રાણઊર્જાને સમજવાનો જ પ્રયત્ન હોય છે. નાડી પણ બીમારી આવતાં પહેલાં છ મહિનાથી અસ્તવ્યસ્ત થઈ જાય છે. આપણામાં જે પ્રાણશરીર છે (etheric body) તેમાં પહેલાં બીજરૂપે બધી ચીજો પેદા થાય છે અને પછી તે વૃક્ષોરૂપે આખા શરીર પર પ્રસરી જાય છે. શુભને પેદા કરવું હોય કે અશુભને, સ્વાથ્ય પેદા કરવું હોય કે બીમારી, સૌથી પહેલાં પ્રાણશરીરમાં બીજ રોપવાં પડે છે. આ અરિહંત મંગળ છે તે સ્તુતિ, પ્રાણશરીરમાં એક બીજ આરોપવાનો પ્રયત્ન છે. કારણકે જે કાંઈ મંગળ છે તેની કામના સ્વાભાવિક છે. આપણે બધા મંગળ ઈચ્છીએ છીએ, કોઈ અમંગળ ચાતું નથી. આ સ્તુતિમાં કોઈ ચાહની, ઈચ્છાની વાત નથી, માત્ર મંગળનો ભાવ છે. અરિહંત મંગળ છે, સિદ્ધ મંગળ છે, સાહૂમંગળ છે, કેવલીપન્નતો ધર્મમંગળ છે. જેમણે જાણ્યું છે અને મેળવ્યું છે એમના દ્વારા ઉપદેશાવેલો પ્રરૂપિત ધર્મ મંગળ છે. માત્ર મંગળનો ભાવ છે, સમગ્ર પ્રતિ મંગળની ધારણાને પેદા કરવાની છે. આકાંક્ષાનો કોઈ સવાલ નથી. આકાંક્ષા, મંગળની ધારણાની પાછળ છાયાની જેમ ચાલી આવે છે. પાતંજલિ યોગનાં આઠ અંગોમાં કીંમતી અંગ છે ‘ધારણા(concentration) જ્યાંથી અંર્તયાત્રા શરૂ થાય છે. ધારણા છઠું અંગ છે, તે પછી છે ધ્યાન અને સમાધિ. પતંજલિનું છઠું સૂત્ર, મહાવીરનું પહેલું સૂત્ર છે. કારણકે મહાવીર એમ માને છે કે ધારણાથી બધું શરૂ થાય છે, જેવી આપણામાં ધારણા ગહન થાય છે કે તરત જ આપણી ચેતના રૂપાંતરિત થાય છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તમે માત્ર તમારી ધારણાઓથી જ નહીં, બીજાની ધારણાઓથી પણ પ્રભાવિત થાઓ છો.તમારી નજીકથી ધારણાઓનો પ્રવાહ વહ્યા કરે છે, એનાથી પણ તમે પ્રભાવિત થાઓ છો. એટલે મહાવીરે કહ્યું કે અજ્ઞાનીથી દૂર રહેવામાં મંગળ છે, જ્ઞાનીની નજીક રહેવામાં મંગળ છે. જેની