________________
નમો અરિહંતાણમ: મંત્ર
૧૫
આગ્રાહકતા વિશે એક ખૂબ ઉપયોગી વાત કહું. ડૉ.વાસિલિયેવનામે એક અદભુત વિદ્વાન મોસ્કો યુનિર્વસિટીમાં ૧૯૬૬ માં, પ્રયોગો કરતો હતો. માનવીના મગજની ગ્રહણશીલતા કેટલી હોઈ શકે છે તેના પર પ્રયોગો કરતો હતો. એ પ્રયોગનું નામ હતું કૃત્રિમ પુનર્જન્મ (articicial reincarnation). વાસિલિયેવ પોતાના એક સાથીની મદદથી, એક વ્યક્તિને સંમોહન દ્વારા ઊંડી બેહોશીમાં લઈ જતા. એમની પાસે એક યંત્ર હતું જેનું E.E.G નામ હતું. આજે ડૉક્ટરો E.C.G. (electro cardiogramm) હૃદય પરીક્ષા માટે વાપરે છે તેવું જ માનસિક પરીક્ષણ માટેનું એ યંત્ર હતું. આ યંત્ર પર, ઊંઘતા માણસની નિદ્રાની ગુણવત્તાનો ગ્રાફ (graph) દોરાતો હતો. જ્યારે વ્યક્તિનું ચેતન મન ઊંઘમાં પ્રવેશે છે ત્યારે એક પ્રકારનાં આલ્ફા વેડ્ઝ (Alpha waves) પેદા થવાનાં શરૂ થાય છે. મન ચેતનમાંથી અચેતનમાં પ્રવેશ કરે છે ત્યારે એ વ્યક્તિ સ્વપ્ન જુએ છે તેનો, સ્વપ્ન બંધ થઈ જાય તેનો, ગાઢ નિદ્રામાં હોય તેનો અને અતલ ઉંડાણમાં ડૂબી જાયતેનો, જુદો જુદો નકશો (graph) એ યંત્ર પર દોરાય છે. જ્યારે એ વ્યક્તિ પ્રગાઢ નિદ્રામાં પ્રવેશે છે ત્યારે વાસિલિયેવ એક સૂચન કરે છે; એ વ્યક્તિ જે નાની મોટી ચિત્રકાર હોય તો વાસિલિયેવ કહે છે “તું” માઈકલ એંજેલો છે તારા ગયા જન્મનો, કે તું વાનગોગ છે પાછલા જન્મનો. એ જો કોઈ કવિ હોય તો તેને કહે છે કે “તું શેકસપીઅર હતો કે બીજો કોઈ મહાન કવિ હતો,ત્રીસ દિવસ સુધી આ રીતે રોજ, એ વ્યક્તિની આલ્ફા વેલ્શવાળી પ્રગાઢ નિદ્રાના સમયે, આ પ્રકારનાં સૂચનો આપ્યાં કરતાં. એ વ્યક્તિનું ચિત્ત ત્રીસ દિવસમાં સંમોહનમાં સાંભળેલી સૂચનાઓ ગ્રહણ કરી લેશે. ત્રીસ દિવસ પછી જે બન્યું તે ઘણું આશ્ચર્યકારક હતું. એક વ્યક્તિ જે સાધારણ ચિત્રકાર હતી, તેને પોતાને એવો ભરોસો આવી ગયો કે તે માઈકલ એજેલો છે. એ એક વિશિષ્ટ ચિત્રકાર બની ગયો. જે સાધારણ જોડકણાં કરનાર કવિ હતો, તેને વિશ્વાસ આવી ગયો કે એ શેકસપીઅરની કક્ષાની કવિતાઓ રચવા લાગ્યો. આ ઉપરથી વાસિલિયેવ એવા તારણ પર આવ્યો કે આપણે સૌ એક નાની બારીમાંથી જગતને જોતી વ્યક્તિઓ છીએ. આપણે માની લીધું છે કે આટલી જ જોવા-જાણવાની આપણી ક્ષમતા છે. બારી જેટલી ખુલ્લી છે, એટલું જ જોઈને આપણે જીવી રહ્યા છીએ. આપણી ચેતના એટલું જ સીમિત કામ કરે છે. વાસિલિયેવ કહે છે કે આપણાં બાળકો, સોમાંથી નવાણું બાળકો, એક પ્રતિભા (genius) ની ક્ષમતા લઈને પેદા થાય છે. ઘણી મોટી ક્ષમતાના વિકાસની શક્યતા છે. પરંતુ આપણાં માબાપ, શિક્ષણ, સમાજ, આપણી ક્ષમતાની બારી નાની ક્ય કરે છે. વીસપચીસ વર્ષ સુધીની ઉમરમાં, આપણને એક સાધારણ માણસ બનાવી દે છે. ખૂબ મોટી ક્ષમતા લઈને જે જન્મ્યા હતા, તેનાં દ્વાર નાના થતાં જાય છે અને એનો સ્વીકાર આપણે કરેલો હોય છે. વાસિલિયેવ કહે છે કે બધાં બાળકો પ્રતિભાવાન જન્મે છે. કેટલાંક આપણી કરામતોમાંથી છટકી જાય છે. તે પ્રતિભાવાન બની જાય છે, બાકી બધાં સાધારણ ઢાંચામાં જીવન પૂરું કરે છે. એટલે