________________
નમો અરિહંતાણમ્ મંત્ર
૧૩
રીતે નમન કરે તો પણ એનો અહંકાર ટકી શકે એવું તમને લાગે છે? નહીં. અહંકાર ટકી રહેવો અસંભવ છે. પરંતુ આપણે એવા અદ્ભુત મણસો છીએ કે આપણી નજર સામે અરિહંતો ઊભા હશે તો પણ આપણે પહેલાં ખાતરી કરવા ઈચ્છીશું કે ખરેખર અરિહંત છે કે નહીં? મહાવીર તીર્થકર છે કે નહીં, એ નક્કી કરવામાં કેટલીય વ્યક્તિઓનાં જીવન સમાપ્ત થઈ ગયાં! મહાવીરના સમયમાં, મહાવીર તીર્થકર હતા કે નહીં, અરિહંત હતા કે નહીં, એ વિશે મોટા વિવાદ ચાલતા હતા. મહાવીરના સમયમાં અલગ અલગ જૂથ હતાં. એક ટોળું માનવું કે “મહાવીર અરિહંત નથી, બીજું કોઈ છે. ગોશાલક અરિહંત છે. મહાવીર તીર્થકર હોવાનો એમના અનુયાયીઓનો દાવો ખોટો છે.' મહાવીરનો પોતાનો તીર્થંકર હોવાનો કોઈ દાવો ન હતો. પરંતુ જેઓ મહાવીરને માનતા હતા તે મહાવીર વિશે દાવો કરવામાંથી બચી શકે તેમ પણ ન હતા, એમની પોતાની મુશ્કેલીઓ હતી. ચારે તરફ વિવાદ ચાલતો હતો. લોકો આ બાબત પરીક્ષા કરવા પણ આવતા હતા. ખરા આશ્ચર્યની વાત એ છે કે મહાવીર તીર્થકર નથી, મહાવીર ભગવાનનથી એમ સિદ્ધ કરી શકાય તો પણ તેનાથી આપણને શું લાભ થાય? મહાવીર ભગવાનન પણ હોય છતાં એમનાં ચરણોમાં માથું નમાવીને તમે કહી શકો ‘નમો અરિહંતાણં, તો એનાથી તમને તો લાભ થશે જ થશે. મહાવીર ભગવાન હોવાથી કાંઈ વધુ ફરક નહી પડે. મૂળ સવાલ મહાવીર ભગવાન છે કે નહીં તે નથી. પરંતુ મૂળ સવાલ તમને ક્યાંય ભગવાન દેખાય છે કે નહીં તે છે. તમને ક્યાંય પણ પત્થરમાં, પહાડમાં જે ભગવાન દેખાય તો તમે નમન કરી શકશો, ખરું રહસ્યનમનમાં છે, ઝૂકી જવામાં છે. જે ઝુકી શકે છે તેનામાં કાંઈક બદલાઈ જાય છે, એ પોતે અલગ વ્યક્તિ બની જાય છે. સિધ્ધ છે કે નહીં તે પારખવું મુશ્કેલ છે. બીજું કોઈ સિદ્ધન પણ હોય એ વાત જ અસંગત છે. કોઈ મહાવીરન પણ હોય. પરંતુ એ જો તમારા મૂકવા માટે નિમિત્ત બને તો વાત પૂરી થઈ ગઈ. કોઈ એવો ખૂણો મળી જાય જ્યાં તમારું મસ્તક ઝૂકી જાય તો તેથી તમને નવું જીવન પ્રાપ્ત થશે. નમોકાર મંત્ર બધા ખૂણા આવરી લે છે. જ્યાં જ્યાં તમારું મસ્તક ઝુકાવી શકાય તેવા બધા અજ્ઞાત, અજાણ્યા, અપરિચિત ખૂણા આ મંત્રમાં આવરી લેવાયા છે. ખબર નથી કોણ સાધુ છે. કોણ અરિહંત છે. આ જગતમાં જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે, પ્રકાશ પણ છે અને અંધારું પણ છે. જેમ સૂર્ય અસ્ત થાય છે, તેમ સૂર્ય ઊગે પણ છે. આ અસ્તિત્વવંદ્વથી ભરેલું છે. જ્યાં આટલું ઘનિષ્ટ અજ્ઞાન પ્રવર્તે છે ત્યાં ઘનિષ્ટ જ્ઞાન પણ હોવું જોઈએ. આ એક શ્રદ્ધામાં તરબોળ વ્યક્તિ આ નમોકારના પાંચ મંત્ર બોલી શકે ત્યારે સાચે એ પણ કહી શકે કે ખરેખર આ નમોકાર સૂત્ર મંગળમય છે, એનાથી બધાં પાપોનો નાશ થશે. આ મંત્ર તમારા માટે છે. મંદિરમાં જ્યારે કોઈ મૂર્તિનાં ચરણોમાં તમે શીશ નમાવો છો ત્યારે એ