________________
નમો અરિહંતાણમ્ મંત્ર
એટલે “આચાર્ય આપણને સમજાય છે, પણ ત્યાંથી જ એક જોખમ પણ શરૂ થાય છે. કોઈ માણસ આચરણ એવું કરી શકે કે જેથી તે આપણને આચાર્ય છે એમ લાગે. એટલે આ એક આપણી મર્યાદા છે. સીમા બનવાનું શરૂ થાય છે ત્યાંથી આપણને દેખાવા લાગે છે અને જ્યાંથી દેખાવા લાગે છે ત્યાંથી આપણું અંધત્વ પણ શરૂ થાય છે. પરંતુ “આચાર્યને નમસ્કાર એટલે આપણે તેમને નમસ્કાર કરીએ છીએ, જેમનું જ્ઞાન એમનું આચરણ બને છે. અહીં પણ કોઈ વિશેષણ કે વિશેષ વ્યક્તિ તરફ ઈશારો નથી. કોઈ પણ ‘આચાર્ય હોઈ શકે. એક ઈસાઈ ફકીર જાપાન ગયો હતો ત્યાં એની મુલાકાત એક ઝેન ભિક્ષુ સાથે થઈ, ઈસાઈ ફકીરે ઝેન ભિક્ષુને પૂછ્યું કે જિસસ વિશે એમનો શું અભિપ્રાય છે. ઝેન ભિક્ષુએ કહ્યું કે જિસસ વિશે તમે કાંઈ કહો તો મને ખ્યાલ આવે, કારણકે મને જિસસ વિશે કાંઈ ખબર નથી. તો એ ફર્કરે કહ્યું કે જિસસે એમ કહ્યું છે કે જો કોઈ તમને એક તમાચો મારે તો તમારો બીજો ગાલ એની સામે ધરી દેજે. આ સાંભળીનઝેન ‘ભિક્ષુ એ કહ્યું કે “આચાર્યને નમસ્કાર ઈસાઈ ફકીર કાંઈ ન સમજ્યો. એણે આગળ કહ્યું જિસસે કહ્યું છે કે જે પોતાના વ્યક્તિત્વને ભૂંસી નાખશે, વ્યક્તિત્વનો નાશ કરશે, તેને બધું પ્રાપ્ત થશે. ભિક્ષુએ કહ્યું ‘સિદ્ધને નમસકાર’ ફકીર હજી કાંઇ ન સમજ્યો. એણે આગળ કહ્યું કે જિસસને ફાંસી પર લટકાવ્યા ત્યારે એ શૂન્ય થઈ ગયા, મૃત્યુને ચુપચાપ સ્વીકારી લીધું. ઝેન ભિક્ષુએ જવાબમાં કહ્યું “અરિહંતને નમસ્કાર'. આચરણ અને જ્ઞાન જેનાં એક છે તે ‘આચાર્ય'. એ સિદ્ધ પણ હોઈ શકે, અરિહંત પણ હોઈ શકે. આચરણથી જ આચાર્ય આપણને સમજાય છે. પરંતુ આચરણ બહુ સૂક્ષ્મ વાત છે અને આપણી બુદ્ધિ બહુ સ્થળ છે, જાડી છે. એટલે આચરણ પરથી નક્કી કરવું બહુ મુશ્કેલ છે. દાખલા તરીકે, મહાવીર નગ્ન થઈ ગયા. એ ચોક્કસ વાત છે કે ઘણા લોકોને એ નહીં ગમ્યું હોય. ગામેગામથી મહાવીરને ભગાડવામાં આવ્યા. ગામેગામ મહાવીર પર પત્થર ફેંકાયા. એ પત્થર ફેંકનાર આપણે જ હતા. એમ ન સમજતા કે પત્થરમારનાર કોઈ બીજા માણસો હતા. મહાવીરની નગ્નતા લોકોને ન સમજાઈ, કારણકે લોકોએ કહ્યું કે નગ્નતા આચરણહીનતા છે. આ કેવું આચરણ! મહાવીરનું નગ્ન થવું એટલું નિર્દોષ આચરણ હતું કે જેનો કોઈ હિસાબ લગાવવો શક્ય નથી. મહાવીર એટલા સરળ થઈ ગયા હતા કે એમના માટે છુપાવવા જેવું કાંઈ બચ્યું ન હતું. મહાવીરને હાડકાં અને ચામડીથી બંધાયેલો દેહબાંધી ન શક્યો. રશિયન વૈજ્ઞાનિકો જેને વિદ્યુત-ચુંબકીય ક્ષેત્ર (electro magnetic field) કહે છે તે શરીર-પ્રાણશરીર એટલું સધન બની ગયું હતું કે એને કપડાં તો ઢાંકી શકે તેમ ન હતાં. એટલે કપડાં સરી કહ્યાં. એવું પણ નથી કે કપડાં મહાવીર છોડયાં, કપડાં સરી પડ્યાં એ જ હકીકત છે. એક વાર જંગલના રસ્તા પરથી પસાર થતા એમની ચાદર ઝાડીમાં ભરાઈ ગઈ. મહાવીરને થયું કે